From Wikipedia, the free encyclopedia
મીરા કુમાર (જન્મ ૩૧ માર્ચ ૧૯૪૫) એક ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ રાજદ્વારી છે. તેઓ ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી, ૨૦૦૯ માં ટૂંકા ગાળા માટે જળ સંસાધન મંત્રી અને ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી લોકસભાના ૧૫ મા અધ્યક્ષ હતા. મીરા કુમાર ૨૦૧૭ માં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ – યુપીએ) દ્વારા ભારતના રાષ્ટ્રપતિ માટે નામાંકિત થનારા દ્વિતીય મહિલા બન્યા હતા.
મીરા કુમાર | |
---|---|
૧૫મી લોકસભાના ભુતપૂર્વ અધ્યક્ષ | |
પદ પર ૪ જૂન, ૨૦૦૯ – ૧૮ મે, ૨૦૧૪ | |
ડેપ્યુટી | કારીયા મુંડા |
પુરોગામી | સોમનાથ ચેટરજી |
અનુગામી | સુમિત્રા મહાજન |
સભ્ય: ભારતીય સંસદ - સાસારામ | |
પદ પર ૧૦ મે, ૨૦૦૪ – ૧૨ મે, ૨૦૧૪ | |
પુરોગામી | મુનિ લાલ |
અનુગામી | છેદી પાસવાન |
અંગત વિગતો | |
જન્મ | ૩૧-૩-૧૯૪૫ પટના, બિહાર, બ્રિટિશ ભારત |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | મંજુલ કુમાર |
સંતાનો | ૧ પુત્ર ૨ પુત્રીઓ |
માતા-પિતા | જગજીવન રામ (પિતા) ઈન્દ્રાણી દેવી (માતા) |
માતૃ શિક્ષણસંસ્થા | દિલ્હી વિશ્વવિદ્યાલય |
વ્યવસાય | વકિલ, રાજકારણી, રાજદ્વારી |
ધર્મ | હિન્દુ |
૧૫મી લોકસભાના સભ્ય બનતા પહેલા તેઓ ૮મી, ૧૧મી, ૧૨મી અને ૧૪મી લોકસભામાં અગાઉ ચૂંટાયા હતા. કુમાર ૨૦૧૭ ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અગ્રણી વિરોધી પક્ષો દ્વારા રાષ્ટ્રપતિ પદના સંયુક્ત ઉમેદવાર હતા[૧] અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ – એનડીએ)ના ઉમેદવાર રામનાથ કોવિંદ સામે ચૂંટણી હારી ગયા હતા. મીરા કુમારનો વોટ શેર હારેલા ઉમેદવાર માટે બીજા નંબરનો સૌથી વધુ વોટ શેર છે, જે ૧૯૬૯ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીલમ સંજીવ રેડ્ડીનો વોટ શેર અત્યાર સુધીનો સૌથી વધુ છે.
મીરા કુમારનો જન્મ બિહારના ભોજપુર જિલ્લાના આરામાં, ભુતપૂર્વ નાયબ વડાપ્રધાન અને દલીત નેતા, જગજીવન રામ અને સ્વતંત્રતા સેનાની ઈન્દ્રાણી દેવીને ત્યાં થયો હતો.[૨]
તેમણે વિલ્હેમ કન્યા શાળા, દહેરાદૂન અને મહારાણી ગાયત્રીદેવી કન્યા શાળા જયપુરમાં અભ્યાસ કરેલો. થોડા સમય માટે તેમણે બનસ્થલી વિદ્યાપીઠમાં પણ અભ્યાસ કરેલો. તેમણે આર્ટ્સ વિભાગમાં અનુસ્તાકપદ (એમ.એ.) અને કાયદાવિદ્દ (એલ.એલ.બી.)નું શિક્ષણ ઈન્દ્રપ્રસ્થ મહાવિદ્યાલય અને મિરાન્ડા હાઉસ, દિલ્હી વિશ્વવિદ્યાલય ખાતે પૂર્ણ કરેલું. ૨૦૧૦માં બનસ્થલી વિદ્યાપીઠ દ્વારા તેમને માનદ ડૉક્ટરેટની ઉપાધી પ્રદાન થયેલી છે.[૩][૪]
૧૯૭૫માં, તેઓ ’ભારતીય વિદેશ સેવા’માં જોડાયા અને વિશ્વનાં ઘણાં દેશોમાં ફરજ બજાવી ચૂક્યા છે.
૧૯૮૫માં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા.[૫] અને ઉત્તર પ્રદેશની બિજનૌર બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટાયા, આ ચૂંટણીમાં તેમના હરીફ તરીકે ભારતીય રાજકારણનાં નિવડેલા રાજકારણીઓ અને દલિત આગેવાનો એવા માયાવતી અને રામ વિલાસ પાસવાન હતા જેમને એમણે હરાવ્યા. મીરા કુમાર ૭મી, ૧૧મી અને ૧૨મી લોક સભાના સભ્ય તરીકે દિલ્હીની કારોલબાગ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા. ૧૯૯૬માં ભારતીય જનતા પાર્ટીની લહેર વખતે તેમણે આ બેઠક ગુમાવી હતી પણ, ૨૦૦૪ અને ૨૦૦૯માં તેઓ તેમનાં પિતાની અગાઉની બેઠક, બિહારની સાસારામ લોકસભા બેઠક, પર નોંધપાત્ર બહુમતીથી ફરી ચૂંટાયેલા. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં તેઓ સાસારામ બેઠક પર છેદી પાસવાન સામે ૩૨૭ મતના ફેરથી હાર્યા હતા.[૬][૭]
કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં તેઓ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાનાં પ્રધાન હતા. ૨૦૦૯માં તેઓને જળ સંશાધન મંત્રાલય સોંપાયું હતું પણ લોક સભાનાં અધ્યક્ષ તરીકે તેમની નિમણુંક થતાં તેઓએ ત્રીજા જ દિવસે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ લોકસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા હતા. તેમણે ૨૦૦૯થી ૨૦૧૪ સુધી અધ્યક્ષ પદે સેવાઓ આપી હતી.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.