ભારતીય દોડવીર From Wikipedia, the free encyclopedia
મિલ્ખા સિંઘ (૨૦ નવેમ્બર ૧૯૩૫ – ૧૮ જૂન ૨૦૨૧[૧]) ભારતીય દોડવીર હતા. રોમ ખાતે ૧૯૬૦ ગ્રીષ્મ ઓલિમ્પિક તથા ટોક્યો ખાતે ૧૯૬૪ ગ્રીષ્મ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એમને "ઉડતા શીખ" તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું હતું.
મિલ્ખા સિંઘ | |
---|---|
જન્મ | ૨૦ નવેમ્બર ૧૯૨૯ ગોવિંદપુરા |
મૃત્યુ | ૧૮ જૂન ૨૦૨૧ ચંડીગઢ |
સંસ્થા |
તેમનો જન્મ લાયલપુર ખાતે ૨૦ નવેમ્બર ૧૯૩૫ના દિને થયો હતો. તેઓ એક શીખ પરિવારમાં જન્મ્યા હતા. અખંડ ભારતના વિભાજન પછીના રમખાણોની નિરંકુશ પરિસ્થિતિ વખતે મિલ્ખા સિંઘે પોતાનાં માતાપિતા ગુમાવ્યા હતા. એમના પર પાકિસ્તાનીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. આ રમખાણોને કારણે એમનો લગભગ આખો પરિવાર ખતમ થઇ ગયો હતો. અંતતઃ તેઓ શરણાર્થી તરીકે ટ્રેન દ્વારા પાકિસ્તાનમાંથી ભારતમાં આવી ગયા.
આવા ભયાનક ઘટનાઓ બાળપણમાં જોયા પછી એમણે પોતાના જીવનમાં કંઈક કરી બતાવવાનું મનોમન નક્કી કર્યું. એક હોનહાર દોડવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ એમણે ૨૦૦ મી તેમજ ૪૦૦ મી દોડની સ્પર્ધાઓ સફળતાપૂર્વક પાર કરી, અને આ રીતે ભારત દેશના અત્યાર સુધીના સૌથી સફળ દોડવીર બન્યા. કેટલાક સમય માટે તેઓ ૪૦૦ મી દોડ માટેના વિશ્વ કીર્તિમાન ધારક પણ રહ્યા.
કાર્ડિફ઼, વેલ્સ, સંયુક્ત સામ્રાજ્યમાં ૧૯૫૮ના કૉમનવેલ્થ ખેલમાં સ્વર્ણપદક જીત્યા પછી શીખ હોવાને કારણે લાંબા વાળ સાથે પદક સ્વીકારવા ગયા હોવાથી તેમને સમગ્ર ખેલ વિશ્વ ઓળખવા લાગ્યું.
આ સમય દરમિયાન એમને પાકિસ્તાન ખાતે દોડવા માટેનું આમંત્રણ મળ્યું, પરંતુ બાળપણની ઘટનાઓને કારણે તેઓ ત્યાં જવા માટે અચકાતા હતા, પરંતુ ન જવાને કારણે રાજનૈતિક ઉથલપાથલ થવાના ડરને કારણે એમને જવા માટે કહેવામાં આવ્યું અને એમણે દોડવા માટેના આમંત્રણનો સ્વીકાર કર્યો. દોડ સ્પર્ધામાં મિલ્ખા સિંઘે સરળતાથી પોતાના પ્રતિસ્પર્ધકોને પરાસ્ત કરી દીધા, અને આસાનીથી જીતી ગયા. અધિકાંશ પાકિસ્તાની દર્શક એટલા પ્રભાવિત થયા કે પૂર્ણ રીતે બુરખાનશીન ઔરતોએ પણ આ મહાન દોડવીરને પસાર થતો જોવા માટે પોતાના નકાબ ઉતારી લીધા હતા, ત્યારથી જ એમને ફ્લાઇંગ શીખ તરીકેનું ઉપનામ મળ્યું.
મિલ્ખા સિંઘે ત્યારબાદ રમતગમતમાંથી સંન્યાસ લઈ લીધો અને ભારત સરકાર સાથે ખેલકૂદ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનું કામ કરવાનું શરૂ કર્યું. તેઓ નિવૃત્તિ પછી ચંડીગઢ ખાતે રહેતા હતા.
૧૮ જૂન ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ના કારણે તેમનું અવસાન થયું હતું.[૧]
મિલ્ખા સિંઘના જીવન પર આધારિત હિન્દી ચલચિત્ર ભાગ મિલ્ખા ભાગ ૧૨મી જુલાઈ, ૨૦૧૩ના રોજ રજુ થયું, જેને દર્શકોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો.[૨][૩]
સેવાનિવૃત્તિ લીધા પછીના સમયમાં મિલ્ખા સિંઘ ખેલ નિર્દેશક, પંજાબના પદ પર રહ્યા હતા. એમને પદ્મ શ્રી પુરસ્કાર દ્વારા પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. એમનાના પુત્ર જીવ મિલ્ખા સિંઘ ગોલ્ફની રમતના જાણીતા ખેલાડી છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.