From Wikipedia, the free encyclopedia
મહંમદઅલી ટાવર, જેને જુના ટાવર અથવા હરારવાલા ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સિદ્ધપુર, ગુજરાત, ભારતનો એક ઘડિયાળ ટાવર છે. તેનું ઉદ્ઘાટન ૪ એપ્રિલ ૧૯૧૫ના રોજ થયું હતું.
મહંમદઅલી ટાવર | |
---|---|
મહંમદઅલી ટાવર | |
અન્ય નામો | જુના ટાવર, હરારવાલા ટાવર |
સામાન્ય માહિતી | |
પ્રકાર | ઘડિયાળ ટાવર |
સ્થાપત્ય શૈલી | ઈન્ડો-સારાસેનિક સ્થાપત્ય |
સ્થાન | સિદ્ધપુર, ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23.9192595787644°N 72.36997024328086°E |
ઉદ્ઘાટન | ૪ એપ્રિલ ૧૯૧૫ |
ખર્ચ | ₹૧૫,૦૦૦ (US$૨૦૦) |
અસીલ | જી. એમ. મહંમદઅલી એન્ડ કંપની |
માલિક | સિદ્ધપુર નગરપાલિકા |
ઉંચાઇ | ૬૦ ફૂટ |
મહંમદઅલી શેખ શરાફઅલી હરારવાલા સિદ્ધપુરના દાઉદી બોહરા વેપારી હતા જેઓ એબિસિનિયા (હવે ઇથોપિયા )માં જીએમ મોહમ્મદલી એન્ડ કંપનીના માલિક હતા. ૧૯૧૪માં, તેમની પુત્રીના લગ્ન પ્રસંગે, તેમણે ત્રણ મહિના સુધી સિદ્ધપુરને રોશન કર્યું. સિદ્ધપુરના ગાયકવાડ શાસકોએ તેમને એક હાથી ભેટમાં આપ્યો હતો. લગ્ન સરઘસ માટે હાથીના પ્રવેશ માટે શહેરનો દેવડી દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો. આ નુકશાનના વળતર તરીકે, ઘડિયાળ ટાવર ₹૧૫,૦૦૦ (US$૨૦૦)ના ખર્ચે બાંધવામાં આવ્યો હતો.[1][2] તેનું ઉદ્ઘાટન ૪ એપ્રિલ ૧૯૧૫[1]ના રોજ રાજકુમાર જયસિંહરાવ સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું.
૨૦૧૮માં સિદ્ધપુર નગરપાલિકાએ ટાવરને સ્મારક તરીકે વિકસાવવાની દરખાસ્ત કરી છે.[1]
ટાવર પર નીચે મુજબ અંગ્રેજી શિલાલેખ છે:
Mohamedally Tower
Erected in grateful remembrance of Raj Ratna Mulla Mohamedally Sheikh Sharafally Hararwalla M.B.E.,J.P. by His partners representing Messrs. G. M. Mohamedally & Co., for the benefit and good of Sidhpur subjects and opened at the hands of the lamented prince Jayasingrao Sayajirao on 4th. April, 1915.
Cost:- 15000/-
Engineer:- [લખેલ નથી]
આ ટાવર ૬૦ ફૂટ ઊંચો છે અને તેની ચાર બાજુએ યુરોપથી આયાત કરાયેલી ઘડિયાળો છે.[1] તેને બ્રિટિશ વસાહતી સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને ટોચ પર શાહી તાજ છે. તે શહેરના સૌથી નોંધપાત્ર સીમાચિહ્નોમાંનું એક માનવામાં આવે છે.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.