અમેરિકન મનોવૈજ્ઞાનિક હેન્રી એલેક્ઝાંડર મરેએ જરીયાત વિશે આપેલી મનોવૈજ્ઞાનિક વિભાવના અને સમજૂત From Wikipedia, the free encyclopedia
અમેરિકન મનોવૈજ્ઞાનિક હેન્રી એલેક્ઝાંડર મરેએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતના ભાગ રૂપે જરૂરિયાતનો ખ્યાલ આપ્યો હતો. મરેએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં જરૂરિયાતના ખ્યાલને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે.
મરેએ પોતાના પુસ્તક Explorations in Personality (૧૯૩૮)માં જરૂરિયાતની વ્યાખ્યા આપતા કહ્યું છે: "જરૂરિયાત એક એવો ખ્યાલ છે જે મનુષ્યના મસ્તિષ્કમાં એક શક્તિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તે મનુષ્યના વર્તનને એક ચોક્કસ દિશા તરફ પ્રેરિત કરે છે કે, જેને લીધે તેની માનસિક તંગદિલી તેટલા સમય પૂરતી નષ્ટ થાય છે.[૧]
મરેએ જરૂરિયાતના લક્ષણો નીચે મુજબ જણાવ્યા છે:[૧]
ઉપરનાં મુખ્ય લક્ષણો ઉપરાંત મરેએ જરૂરિયાતના કેટલાક ગૌણ લક્ષણો જણાવ્યા છે, જે નીચે મુજબ છે:[૧]
મરેએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં જરૂરિયાતના ખ્યાલ જેટલું જ મહત્ત્વ દબાણના ખ્યાલને આપ્યું છે. મરેના મત મુજબ દબાણ એ વ્યક્તિના વર્તનનાં નિર્ણાયક પરિબળોમાંનું પારિસ્થિતિક પરિબળ છે. મરે કહે છે કે, દબાણ એટલે કોઈપણ પારિસ્થિતિક પરિબળ, સંજોગ કે જે વ્યક્તિના વર્તનમાં મર્યાદા લાવે છે. દબાણ અને જરીરિયાત વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા મરેએ કહ્યું છે કે, જરૂરિયાત એક એવી પરિસ્થિતિ છે જે સંતોષવાથી વ્યક્તિને શારીરિક તેમજ માનસિક સંતોષ મળે છે. તેથી વિરુદ્ધ દબાણ એ એવી પરિસ્થિતિ છે કે જે વ્યક્તિને કોઈ કાર્ય કરવા માટેની ફરજ પાડે છે. આ પ્રકારની ફરજ મોટેભાગે બાહ્ય હોવાથી જો તે અમલમાં મૂકવામાં ન આવે તો વ્યક્તિ કોઈ ભયજનક પરિસ્થિતિમાં મુકાય તેવી શક્યતા રહે છે. સામાન્ય રીતે ભૌતિક સહીસલામતી માટેની પ્રવૃત્તિઓના મૂળમાં જરૂરિયાત હોય છે. દબાણ અને જરૂરિયાત બંનેનું કાર્ય વ્યક્તિના વર્તનને દિશાસૂચન કરવાનું હોવાથી, મરેના મંતવ્ય પ્રમાણે વર્તન ઉપરની અસરની દ્રષ્ટિએ દબાણ અને જરૂરિયાત એકસરખી જ અગત્યતા ધરાવે છે.[૧]
ઘણી વખત વ્યક્તિમાં બે જરૂરિયાતો એક સાથે ઉદભવે છે, તે બંને સરખી જ તીવ્ર હોય છે, પરંતુ બંનેનું એકસાથે સંતોષાવું શક્ય હોતું નથી. જેમ કે, વિદ્યાર્થીને વ્યવસાય કરવાની તેમજ ઉચ્ચ અભ્યાસ કરવાની બંને જરૂરિયાતો એક સાથે સંતોષવી શક્ય હોતી નથી. આવી પરિસ્થિતિમાં વ્યક્તિમાં સંઘર્ષ જન્મે છે. એક જરૂરિયાતના સંતોષ માટેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હોય તેમાં બીજી જરૂરિયાતના સંતોષ માટેની પ્રવૃત્તિ વિધ્નરૂપ બને છે. તેથી વ્યક્તિ એક પણ જરૂરિયાતને યોગ્ય રીતે સંતોષી શકતી નથી.[૧]
મરેના મત મુજબ આધુનિક સામાજિક જીવનનું માળખું એ પ્રકારનું છે, જેમાં વ્યક્તિને આ પ્રકારના સંઘર્ષો વારંવાર અનુભવવા પડે છે. ઘણી વખત વ્યક્તિમાં માત્ર બેથી પણ વધુ જરૂરિયાતો એક સાથે ઉદભવે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ કોઈ યોગ્ય ઉકેલ ન લાવી શકે તો માનસિક વિકૃતિનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે.[૧]
Seamless Wikipedia browsing. On steroids.