બે યાર એ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અભિષેક જૈન દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્ર મૈત્રી અને બે મિત્રોની વાર્તા પર આધારિત છે. ફિલ્મના કલાકારો દર્શન જરીવાલા, દિવ્યાંગ ઠક્કર, પ્રતિક ગાંધી, મનોજ જોષી, અમિત મિસ્ત્રી, કવિન દવે, આરતી પટેલ, સંવેદના સુવાલકા છે.[1]

Quick Facts બે યાર, દિગ્દર્શક ...
બે યાર
દિગ્દર્શકઅભિષેક જૈન
લેખકભાવેશ માંડલિયા, નિરેન ભટ્ટ
નિર્માતાનયન જૈન
કલાકારોદર્શન જરીવાલા
મનોજ જોષી
આરતી પટેલ
અમિત મિસ્ત્રી
કવિન દવે
દિવ્યાંગ ઠક્કર
પ્રતિક ગાંધી
સંવેદના સુવાલકા
છબીકલાપુષ્કર સિંહ
સંપાદનસતચિત પુરાનિક
સંગીતસચિન-જીગર
રજૂઆત તારીખો
૨૯ ઓગસ્ટ, ૨૦૧૪
દેશભારત
ભાષાગુજરાતી
બંધ કરો

વાર્તા

ટૂંક સમયમાં પૈસા કમાવવાની લાલચના લીધે બે મિત્રો પોતાનુ સ્વાભિમાન અને પ્રતિષ્ઠા ખોઈ બેસે છે. પછી તેઓ ખરેખર જે પોતાનુ છે, તેના માટે સાથે મળીને ખોટો માર્ગ અપનાવી ખોયેલું બધુ પાછું મેળવે છે.

પાત્રો

વધુ માહિતી કલાકાર, પાત્ર ...
કલાકારપાત્ર
દર્શન જરીવાલાજીતુ ભટ્ટ
મનોજ જોષીવાય બી ગાંધી
અમિત મિસ્ત્રીપ્રબોધ ગુપ્તા
કવિન દવેઉદય ફૌજદાર
આરતી પટેલસીમા ભટ્ટ
દિવ્યાંગ ઠક્કરચિંતન ભટ્ટ
પ્રતિક ગાંધીતપન
સંવેદના સુવાલકાજીગીશા
બંધ કરો

નિર્માણ

પોતાની પ્રથમ સફળ ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ ની સફળતા બાદ દિગ્દર્શક અભિષેક જૈન એ પોતાની બીજી ગુજરાતી ફિલ્મ "બે યાર"ની જાહેરાત કરી હતી, જે મુખ્યત્વે બે ગુજરાતી મિત્રોની મિત્રતા આધારિત છે.[2] આ ફિલ્મની વાર્તા "ઓહ માય ગોડ"ના લેખક ભાવેશ માંડલિયા અને હિન્દી ફિલ્મ "ઓલ ઇઝ વેલ"ના લેખક નિરેન ભટ્ટે લખી હતી.[3] ફિલ્મના સંગીત દિગ્દર્શક સચિન-જીગર છે, જેમણે બોલિવૂડની "શુદ્ધ દેશી રોમાન્સ", "રમૈયા વસ્તાવૈયા" જેવી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. ફિલ્મમાં દર્શન જરીવાલા અને મનોજ જોષી જેવા રંગમંચ અને બોલિવૂડના કલાકારોએ અભિનય કર્યો છે. આ ફિલ્મ થકી કવિન દવે અને મનોજ જોષી ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કરશે.[4] આ ફિલ્મ ૩૫ દિવસમાં અમદાવાદના જુદા જુદા ૫૦ સ્થળો પર ઉતારવામાં આવી છે.[5] ફિલ્મમાં ગુજરાતી મિત્રતાની વાત છે. શૂટિંગ અમદાવાદના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પણ કરવામાં આવ્યુ છે. ફિલ્મનું ટ્રેલર ૧લી ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સિનેપોલિસ, અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યુ હતું.

ફિલ્મને ૨૯ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ ગુજરાત અને મુંબઈના મર્યાદિત મલ્ટીપ્લેક્ષમાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ,ફિલ્મને શરૂઆતના શોમાં જ સફળતા મળતા ફિલ્મના શોની સંખ્યા વધી ગઈ હતી.[6] બે યાર અભિષેક જૈનની કેવી રીતે જઈશ પછીની બીજી એવી ફિલ્મ છે, જેણે મલ્ટીપ્લેક્ષ સિનેમામાં ૧૦૦ દિવસ કરતા પણ વધુ દિવસ સફળતાપૂર્વક ચાલવાનો વિક્રમ બનાવ્યો છે. ફિલ્મની સફળતાને ધ્યાનમાં લઈ ફિલ્મને ઓસ્ટ્રેલિઆ, ન્યુઝીલેન્ડ, દુબઈ, યુ.એસ. અને દુનિયાના અન્ય ભાગોમાં પણ રજૂ કરવામાં આવી હતી.[7]વિદેશમાં પણ ફિલ્મ સફળ થઈ છે.

સંગીત

વધુ માહિતી ગીત, ગાયક ...
ગીતગાયકરિલીઝ તારીખ
બે યાર-સપના નવામાધવ કૃષ્ણ, દર્શન રાવલ૧૦ ઓગસ્ટ ૨૦૧૪
રખડપટ્ટીકિર્તિ સાગઠીયા૧૬ ઓગસ્ટ ૨૦૧૪
પીછા રાજાદિવ્યા કુમાર૨૨ ઓગસ્ટ ૨૦૧૪
બે યાર-તારા વિનાસચિન સંધવી-
બંધ કરો

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.