બીના દાસ
From Wikipedia, the free encyclopedia
Remove ads
બીના દાસ (૧૯૧૧ - ૧૯૮૬) એ પશ્ચિમ બંગાળના ભારતીય ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી હતા. તેઓ સ્વતંત્રતાની લડત લડતી સંસ્થા જુગાંતર (યુગાંતર)ના સભ્ય હતા. કોલકતા વિશ્વવિદ્યાલયના કુલપતિ સ્ટેનલી જેક્સનની હત્યા કરવાનો તેમને પ્રયત્ન કર્યો હતો.
Remove ads
જીવન
કુટુંબ
તેઓ જાણીતા બ્રહ્મ શિક્ષક, બેની માધબદાસ અને સામાજિક કાર્યકર સરલા દેવીની પુત્રી હતી. તેમની મોટી બહેન કલ્યાણી દાસ (ભટ્ટાચાર્ય) પણ સ્વાતંત્ર્ય સેનાની હતી.
શાળા અને કોલેજ
શરતચંદ્ર ચટોપ્પધ્યાયે ૧૯૨૬માં પાથેર દાબી નામની એક નવલકથા લખી હતી. આ નવલકથા અંગ્રેજ સરકારે બંદી મૂકી તે પહેલાં તે મેળાવી અને વાંચી. આ નવલકથાએ તેમનામાં રાષ્ટ્રવાદના અંકુર મુક્યાં.[૧] તેઓ સેન્ટ જ્હોન્સ ડાયોસેસન ગર્લ્સ હાયર સેકન્ડારી સ્કુલની વિદ્યાર્થીની હતા. તે બેથુન કૉલેજની વિદ્યાર્થીની હતી.
ભારતની આઝાદીની લડતમાં ભાગ
બીના દાસ કોલકાતામાં મહિલાઓ માટેની અર્ધ-ક્રાંતિકારી સંસ્થા છત્રી સંગઠના સભ્ય હતા. ૬ ફેબ્રુઆરી ૧૯૩૨ ના દિવસે, તેણે કલકત્તા વિશ્વવિદ્યાલયના કન્વોકેશન હોલમાં બંગાળના રાજ્યપાલ સ્ટેનલી જેક્સનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે માટે રિવોલ્વરની આપૂર્તિ અન્ય સ્વાતંત્ર્ય સેનાની કમલા દાસ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી.[૨] તેણીએ પાંચ ગોળી ચલાવી પણ નિષ્ફળ ગઈ [૩] અને તેને નવ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી.[૪] [૫]
ઈ. સ. ૧૯૩૯ માં તેમને કારાગૃહમાંથી જલદી મુક્તિ મળ્યા પછી, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. ઈ.સ. ૧૯૪૨ માં, તેણે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો અને ૧૯૪૨-૪૫ દરમિયાન ફરી જેલમાં ગયા હતા. ૧૯૪૬-૪૭ સુધી, તે બંગાળ પ્રાંતીય વિધાનસભાના સભ્ય હતા અને ૧૯૪૭-૫૧ સુધી પશ્ચિમ બંગાળ વિધાનસભા ના સભ્ય હતા. ૧૯૪૭ માં, તેમણે જુગાંતર નામના ભારતીય સ્વતંત્રતા ચળવળ જૂથના એક કાર્યકર જતિશચંદ્ર ભૌમિક સાથે લગ્ન કર્યા.[૬]
તેની બહેન, કલ્યાણી ભટ્ટાચારજીએ બંગાળ સ્પીક્સ (૧૯૪૪ માં પ્રકાશિત) નામના પુસ્તકનું સંપાદન કર્યું અને તે તેને સમર્પિત કર્યું.[૭]
તે સુહાસિની ગાંગુલીની નામના એક સ્વાતંત્ર્ય સેનાનીમિત્ર હતી.[૮]
પુરસ્કાર
તેમને ૧૯૬૦ માં તેમની સમાજ સેવા માટે પદ્મશ્રી એવોર્ડ અપાયો હતો.[૯]
પ્રમાણપત્ર
૨૦૧૨ માં, તેમને (અને પ્રીતિલતા વાડ્ડૅદારને) મરણોત્તર તેમના યોગ્યતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.[૧૦]
Remove ads
મૃત્યુ
તેમના પતિના અવસાન પછી તેણે ઋષિકેશમાં એકલ જીવન જીવતા હતા અને અવસાન ગુમનામીમાં થયું હતું. તેમનું મૃત શરીર ૨૬ ડિસેમ્બર ૧૯૮૬ માં આંશિક વિઘટીત અવસ્થામાં રસ્તાની બાજુથી મળી આવ્યું હતું. જે પસાર થતા લોકોને મળી આવ્યું હતું. પોલીસને જાણ કરવામાં આવી અને તેમની તેની ઓળખ નક્કી કરવામાં પોલીસને એક મહિનો લાગ્યો હતો. [૬]
સર્જન
બિના દાસે બંગાળી ભાષામાં બે આત્મકથા લખી: શ્રીખલ ઝાંકર અને પિતૃધન.[૬]
સંદર્ભ
બાહ્ય કડીઓ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads