ગુજરાતી કવિ From Wikipedia, the free encyclopedia
બરકતઅલી ગુલામહુસેન વિરાણી, જેઓ તેમના ઉપનામ બેફામ,[1] થી જાણીતા છે, ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે.[2]
બરકત વિરાણી | |
---|---|
ગોરેગાંવ, ૧૯૮૧ | |
જન્મનું નામ | બરકતઅલી ગુલામહુસેન વિરાણી |
જન્મ | બરકતઅલી ગુલામહુસેન વિરાણી November 25, 1923 ઘાંઘળી, સિહોર નજીક, ભાવનગર જિલ્લો |
મૃત્યુ | January 2, 1994 70) મુંબઈ | (ઉંમર
ઉપનામ | બેફામ |
વ્યવસાય | કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
લેખન પ્રકાર | ગઝલ, નવલકથા, ટૂંકી વાર્તા |
નોંધપાત્ર સર્જનો |
|
જીવનસાથી | રુકૈયા ( ૧૯૫૨ - ૧૯૯૪), તેમના મૃત્યુ પર્યંત |
સંબંધીઓ | શયદા (સસરા) |
સહી |
બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.[3] ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા અને પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા. ૧૯૫૨માં તેમના લગ્ન શયદાની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા. ૨ જાન્યુઆરી ૧૯૯૪માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.[4]
તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (૧૯૪૯)માં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩), કુળવધુ (૧૯૯૭), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા.[5][6][7][8][9]
તેઓ એ માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ, પરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા.[10] તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા.[3][4] ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા.[8] આગ અને અજવાળા (૧૯૫૬) અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ (૧૯૬૬) તેમની નવલકથા છે.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.