સર્પ From Wikipedia, the free encyclopedia
ફુરસા કે પડકું કે પૈડકું (અંગ્રેજી:Saw-Scaled Viper, Carpet Viper; દ્વિપદ-નામ:Eachis carinatus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક ઝેરી સર્પની જાતી છે[2][3]
ફુરસા | |
---|---|
Echis carinatus in Mangaon, (Maharashtra, India) | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Subphylum: | Vertebrata |
Class: | Reptilia |
Order: | Squamata |
Suborder: | Serpentes |
Family: | Viperidae |
Subfamily: | Viperinae |
Genus: | 'Echis' |
Species: | ''E. carinatus'' |
દ્વિનામી નામ | |
Echis carinatus (Schneider, 1801) | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
|
પૃખ્ત વયનાં સર્પની વધુમાં વધુ લંબાઈ ૩૨ ઇંચ જોવા મળી છે[2].
આ સર્પ ભોજન માટે મોટેભાગે તીડ, કરચલા, જીંવડા, અળસિયા, ગોકળગાય, કરોળીયા, વીંછી, કાનખજુરા, દેડકા, ગરોળી અને કાચિંડા પસંદ કરે છે[2].
વરસમાં એક કે બે વખત પ્રજનન કરી દરેક વેતરે ૪ થી ૮ બચ્ચા ને જન્મ આપે છે. જન્મ સમયે બચ્ચાની લંબાઈ ૩ ઈંચ હોય છે[2].
હીમોટોક્સિન પ્રકારનું ઝેર ધરવાતો હોવાથી એ કરડે ત્યારે માણસનાં લોહીમાંના રક્તકણો નાશ પામે છે અને અંતે મગજને પ્રાણવાયું ન મળવાથી માણસનું મૃત્યુ થાય છે[4]. એ ગુંચળું વળીને પોતાના શરીર પરનાં ભીંગડાં એકબીજા સાથે ઘસીને એક ખાસ અવાજ પેદા કરે છે[3]. પોતાના શરીરનાં ગુંચળાનો સ્પ્રીંગની માફક ઉપયોગ કરીને એ કુદકો મારી શકતો હોવાથી[3] લોકબોલીમાં એને ઉડકણું પણ કહે છે. અંગ્રેજીભાષાનું નામ સો-સ્કેલ્ડ વાઇપર છે[5].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.