From Wikipedia, the free encyclopedia
ફાતિમા ઝીણા (ઉર્દૂ ભાષામાં: فاطمہ جناح; જુલાઇ ૩૧, ૧૮૯૩ — જુલાઇ ૯, ૧૯૬૭) એક પાકિસ્તાની દંત ચિકિત્સક, ચરિત્રલેખક, અને રાજનેત્રી હતાં. તેઓ મહમદ અલી ઝીણાના નાના બહેન અને પાકિસ્તાનના મુખ્ય સંસ્થાપકોમાંના એક હતા.[1]
"મધર ઓફ ધ નેશન" ફાતિમા ઝીણા | |
---|---|
فاطمہ جناح | |
વિરોધ પક્ષના નેતા (પાકિસ્તાન) | |
પદ પર ૧ જાન્યુઆરી ૧૯૬૦ – ૯ જુલાઈ ૧૯૬૭ | |
અનુગામી | નૂરૂલ અમીન |
અંગત વિગતો | |
જન્મ | ફાતિમા અલી ઝીણા ૩૧ જુલાઈ ૧૮૯૩ થટ્ટા સિંધ,પાકિસ્તાન |
મૃત્યુ | ૯ જુલાઈ ૧૯૬૭ કરાંચી, સિંધ, પાકિસ્તાન |
મૃત્યુનું કારણ | હૃદય રોગ |
નાગરિકતા | પાકિસ્તાની |
રાષ્ટ્રીયતા | Pakistan |
રાજકીય પક્ષ | ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ (૧૯૪૭ પહેલાં) મુસ્લીમ લીગ (પાકિસ્તાન)(૧૯૪૭–૧૯૫૮) અપક્ષ(૧૯૬૦–૧૯૬૭) |
સંબંધો |
|
માતૃ શિક્ષણસંસ્થા | કલકત્તા યુનિવર્સિટી (ડૉક્ટર ઓફ ડેન્ટલ સર્જરી) |
વ્યવસાય | દંત ચિકિત્સક |
ફાતિમાનો જન્મ ૩૧ જુલાઈ ૧૮૯૩ના રોજ પૂંજાભાઈ ઝીણા અને મીઠીબાઈના સાતમા સંતાન તરીકે[1] કરાંચી ખાતેના તેમના ભાડાના મકાન વજીર હવેલીમાં થયો હતો. તેના અન્ય ભાઈ બહેનોમાં મહમદ અલી ઝીણા, અહમદ અલી, બુન્દે અલી, રહેમત અલી, મરિયમ અને શિરીનનો સમાવેશ થાય છે. તેના ભાઈ બહેનોમાં તે મહમદ અલી ઝીણાની સૌથી નજીક હતા અને ૧૯૦૧માં તેમના પિતાના નિધન બાદ મહમદ અલીના પાલક બન્યા હતા.[2] ૧૯૦૨માં તેઓએ મુંબઈની બાંદ્રા કોન્વેન્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૧૯માં તેમણે કલકત્તા વિશ્વવિદ્યાલયની ડૉ. આર. અહેમદ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્રવેશ મેળવી દંત ચિકિત્સકની પદવી મેળવી. સ્નાતકની પદવી મેળવ્યા બાદ ૧૯૨૩માં તેમણે મુંબઈ ખાતે એક દંત ચિકિત્સાલય (ડેન્ટલ ક્લિનિક)ની શરૂઆત કરી હતી.[3]
૧૯૧૮માં મહમદ અલીના લગ્ન રતનબાઈ પેટીટ સાથે થયા ત્યાં સુધી તેઓ તેમના ભાઈ સાથે જ રહેતા હતા. ફેબ્રુઆરી ૧૯૨૯માં રતનબાઈનું નિધન થવાથી તેઓ પોતાનું ચિકિત્સાલય બંધ કરી મહમદ અલી ઝીણાના નિવાસસ્થાને સ્થળાંતરીત થયા અને ઘરનો કાર્યભાર સંભાળ્યો. તેમનું આ આજીવન સાહચર્ય ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮માં તેમના ભાઈ મહમદ અલી ઝીણાના મૃત્યુ સુધી રહ્યું.[2]
ફાતિમા તેમના ભાઈની તમામ સાર્વજનિક પ્રવૃતિઓમાં સાથે રહ્યાં હતા.[4]૧૯૪૭માં ભારત પાકિસ્તાનના વિભાજન દરમિયાન મહમદ અલી ઝીણાએ ગઠન કરેલા મહિલા રાહત સમિતિના સદસ્ય બન્યા હતા. ઉપરાંત પાકિસ્તાનના નિર્માણ બાદ સ્થળાંતરીત મુસ્લિમોના પુનર્વસનમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.[5]
૧૯૬૦ના દશકમાં તેઓનું રાજનૈતિક જીવન ચરમસીમા પર રહ્યું. તેમણે પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષી દળ (COPP) માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.[6]
૧૯૬૫માં ૭૧ વર્ષની વયે ફાતિમાએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. તત્કાલીન સૈન્ય શાસક અયુબખાન અને ફાતિમા ઝીણા સિવાય અન્ય બે અપક્ષ ઉમેદવારો વચ્ચેની આ ચુંટણી ૨ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ યોજાઈ.
ફાતિમા ઝીણાનું મૃત્યુ ૯ જુલાઈ ૧૯૬૭ના રોજ કરાંચી ખાતે હૃદય બંધ પડી જવાના કારણે થયું હતું. જોકે એક વર્ગ એવું પણ માને છે કે સૈન્ય શાસકોના આદેશને પગલે તેમની હત્યા કરવામાં આવી હતી. ૨૦૦૩માં તેમના ભત્રીજા અકબર પીરભાઈએ આરોપ લગાવ્યો હતો કે તેમની રાજકીય હત્યા કરવામાં આવી હતી.[7][8]ફાતિમાને તેમના ભાઈ મહમદ અલી ઝીણાની કબર મઝાર-એ-કાઇદની બાજુમાં જ કરાંચીમાં દફન કરવામાં આવ્યા હતા.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.