From Wikipedia, the free encyclopedia
પાવભાજી કે ભાજીપાવ એ એક મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. જેમાં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે.[1] પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે.
પાવભાજી | |
અન્ય નામો | ભાજીપાવ |
---|---|
વાનગી | નાસ્તો અથવા ભોજન |
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | મહારાષ્ટ્ર |
મુખ્ય સામગ્રી | પાવ, બટેટા અને અન્ય શાક |
વિવિધ રૂપો | બટર, ચીઝ વિગેરે |
|
આ વાનગીનો ઇતિહાસ ૧૮૫૦ના દાયકામાં મુંબઈની હેયડે ટેક્સટાઈલ મિલ્સમાં મળી આવે છે.[2][3] મિલના કામગારોને સંપૂર્ણ ભોજન ખાઈ શકે તેટલો ભોજન સમય મળતો ન હતો અને ભારે ભોજનની અપેક્ષાએ હળવો ખોરાક કામદારો પસંદ કરવા લાગ્યાં હતાં, કેમકે કામગારોને ભોજન પછી ફરી ભારે શ્રમ કરવું પડતું. એક ફેરિયાએ ભોજનની થાળીમાં પીરસાતી વાનગીઓમાંથી અમુક પદાર્થો મેળવી એક વાનગી બનાવી. રોટી અને ભાતને સ્થાને પાવ મુકી દીધા અને ભાજી આમટી જેવી ભારતીય કરીઓને બદલે એક મસાલેદાર શાક પીરસાયું જે ભાજી તરીકે ઓળખાયું. શરૂઆતના સમયમાં તો આ વાનગી મિલ મઝદૂરનો ખોરાક બની રહી. સમય જતા આ વાનગી રેસ્ટોરંટમાં વેચાવા લાગી અને ઉડીપી ઉપહારગૃહો અને અન્ય સ્થળો મારફતે તે મધ્ય મુંબઈ અને ઉપનગરમાં ફેલાઈ. આ વાનગી એટલી લોકપ્રિય બની કે ભારતીય ખાણું પીરસતી સિંગાપુર, હોંગકોંગ, અમેરિકા, યુ.કે., સ્વીટ્ઝરલેંડ અને અન્ય સ્થળોની હોટેલોના મેનુ માં પણ સ્થાન મેળવ્યું છે.
બટેટા, કાંદા (ડુંગળી), ટમેટાં, વટાણા, ફ્લાવર, વેંગણ, લસણ, લીલાં મરચાં, તેલ, પાવભાજી મસાલો, હળદર, મીઠું, પાવ, ઘી.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.