ગુજરાતનો જિલ્લો From Wikipedia, the free encyclopedia
પાટણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓ પૈકીનો ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક શહેર પાટણ ખાતે આવેલું છે.
પાટણ જિલ્લો | |
---|---|
ગુજરાતનો જિલ્લો | |
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 23°49′48″N 72°7′12″E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સ્થાપક | વનરાજ ચાવડા |
નામકરણ | અણહિલપુર પાટણ |
મુખ્યમથક | પાટણ |
વિસ્તાર | |
• કુલ | ૫,૭૯૨ km2 (૨૨૩૬ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૩,૪૩,૭૩૪ |
• ગીચતા | ૨૩૦/km2 (૬૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-24 |
વેબસાઇટ | gujaratindia |
પાટણ જિલ્લાની સ્થાપના ર ઓક્ટોબર ૨૦૦૦ ના કરવામાં આવી હતી. આ જિલ્લો મહેસાણા જિલ્લાના સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર અને પાટણ તાલુકાઓ અને બનાસકાંઠા જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓ જોડીને બનાવવામાં આવ્યો હતો.
સ્થાપના સમયે પાટણ જિલ્લામાં સાત તાલુકાઓ હતા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પાટણ જિલ્લામાં યોજાએલા વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા તાલુકાની જાહેરાત કરી હતી, જેમાં શંખેશ્વર, સરસ્વતી અને સુઇગામ તાલુકાનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના પાટણ અને સમી તાલુકાનું વિભાજન કરીને નવા બે તાલુકા (સરસ્વતી અને શંખેશ્વર) બનાવવામાં આવ્યા.[૨] આની સાથે જ અગાઉ કામચલાઉ ધોરણે પાટણ તાલુકામાંથી અમુક ગામો છૂટા પાડીને વાગડોદ તાલુકાની રચના કરવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી જેવી કચેરીઓ પણ ધમધમતી થઇ હતી. પરંતુ તાલુકા સંઘની રચના મુદ્દે મડાગાંઠ સર્જાતાં અને મામલો કોર્ટમાં જતાં પાછળથી અલગ તાલુકો રદ કરી દેવાયો હતો.[૩]
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે પાટણ જિલ્લાની વસ્તી ૧૩,૪૩,૭૩૪ વ્યક્તિઓની છે,[૪] જે સ્વાઝીલેન્ડ દેશ[૫] અથવા અમેરિકાના મેઇની રાજયની વસ્તી બરાબર છે.[૬] વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૩૫૯મો ક્રમ આવે છે.[૪] જિલ્લાની વસ્તી ગીચતા 234 inhabitants per square kilometre (610/sq mi) છે.[૪] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૧૩.૫૩% રહ્યો હતો.[૪] પાટણનો સાક્ષરતા દર ૭૩.૭૪% છે.[૪]
૨૦૦૧ના વર્ષમાં જિલ્લાના ૧૧,૮૨,૭૦૯ વ્યક્તિઓમાંથી ૨૦.૧૬% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.[૭]
પાટણ જિલ્લામાં લોકસભાની ૧ અને વિધાન સભાની ૪ બેઠકો - ચાણસ્મા, પાટણ, રાધનપુર અને સિદ્ધપુરનો સમાવેશ થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.