પપૈયું (બહુવચન: પપૈયાં) કે પોપૈયું/પોપૈયાં એક ફળાઉ વૃક્ષ અને ફળ છે. તેનું વૈજ્ઞાનિક નામ 'કેરિકા પપાયા' છે. આ વૃક્ષ કેરિકા પ્રજાતિનું છે જે વનસ્પતિના કેરિકેસી કુળમાં આવે છે. આ વૃક્ષ મૂળે અમેરિકાના ઉષ્ણ કટિબંધ ક્ષેત્રનું છે. આની ખેતી સૌ પ્રથમ વખત મેક્સિકોમાં મેસોઅમેરિકી સંસ્કૃતિ સ્થપાયાં પહેલાં કરાઈ હતી.[1]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
પપૈયાં | |
---|---|
Papaya tree and fruit, from Koehler's Medicinal-Plants (1887) | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | સપુષ્પ વનસ્પતિ |
(unranked): | દ્વિદળી |
(unranked): | રોઝિડ્સ |
Order: | બ્રાસિકેલ્સ |
Family: | કેરિકેસી |
Genus: | કેરિકા (Carica) |
Species: | પપાયા (C. papaya) |
દ્વિનામી નામ | |
કેરિકા પપાયા લિનિયસ (L.) | |
પપૈયાં વૃક્ષ જેવો દેખાતો એક છોડ છે જેમાં શાખાઓ હોતી નથી. આની લંબાઈ કે ઊંચાઈ ૫ થી ૧૦ મીટર જેટલી હોય છે. આના પાંદડાં માત્ર ટોચ પર ચક્રાકારે ગોઠવાયેલા હોય છે. તેના થડનો નીચેનો ભાગ રાતા રંગનો હોય છે જ્યાં ફળો અને પાંદડાં ઉગે છે. આના પાંદડાં મોટાં હોય છે, તેમનો વ્યાસ ૫૦ થી ૭૦સેમી જેટલો હોય છે. આના વૃક્ષને મોટભાગે ડાળીઓ હોતી નથી. આના ફૂલો પ્લુમેરિયાના ફૂલો જેવાં હોય છે પન આકારમાં ખૂબ નાના હોય છે. અને મીણ જેવા લાગે છે. તેઓ પાંદડાની કાખમાં ઉગે છે. જેમાંથી ૧૫થી ૪૫ સેમી લાંબા અને ૧૦ થી ૩૦ સેમી વ્યાસ ધરાવતાં ફળો પાકે છે. આ ફળો નરમ થાય અને તેમની છાલ પીળા-કેસરીયા રંગની થાય ત્યારે પાકે છે.
કેરીક પપયા એ પ્રથમ ફળ ધરાવતું વૃક્ષ હતું કે જેનું વંશ સૂત્ર (genome) ઉકેલાયું હતું.[2]
વાવેતર
પપૈયું મૂળ રૂપે મધ્ય મએરિકા ના મેક્સિકોના દક્ષિણી ભાગ (ચિઆપાસ અને વેરાક્રૂઝ) અને દક્ષિણી અમેરિકાના ઉત્તરભાગનું વતની છે. આજે તે મોટા ભાગના દરેક ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં વવાય છે. આનું વૃક્ષ ત્રણ વર્ષોમાં ફળો આપતું થઈ જાય છે આ વૃક્ષ ઠાર પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે આથી આનું ઉત્પાદન માત્ર ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રોમાં મર્યાદિત છે.
કીટક અને રોગો
પપાયા રીંગ સ્પોટ વિષાણુનો ભોગ બનતાં પપૈયાના પાંદડાઓ ખરી પડવા કે ખોડ વાળા પાન જેવા લક્ષણો દેખાય છે. [3] ૧૯૯૦માં આ રોગ દ્વારા હવાઈના સમગ્ર પપયા ઉધ્યોગને સામે જોખમ તોળાયું હતું. Genetically altered plants that have some of the virus's DNA incorporated into the DNA of the plant are resistant to the virus.[3] અમુક વાવેતરો કે જેમાં પપૈયાનાં વંશ સૂત્ર બદલવામાં આવ્યાં હતાં તેઓ આવા વિષાણુ સંક્રમણ સામે ટકી રહ્યાં હતાં.[4] ફીલીપાઈન ના સંશોધકોએ પારંપારિક રીતે વંશ સૂત્રમાં બદલાવ લાવ્યાં વગર એક નવી જાત વિકસાવી છે કે જે પપાયા રીંગ વિષાણુ સામે રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે. [5] ૨૦૦૪માં શોધાયું કે સમગ્ર હવાઈ માં વંશસૂત્ર સુધારીત સંકરિત બીયાં ફેલાઈ ગયાં હતાં અને બીજનો ઘણો મોટો જથ્થો સંક્રમિત થઈ ગયો હતો. [6] ૨૦૧૦ની સાલ સુધી નો હવાઈના ૮૦% પપૈયા સુધારેલા વંશસૂત્રના હતાં [સંદર્ભ આપો]
પપૈયાના કાચા ફળમાં ફળ માખી ઈંડા મૂકે છે. પપૈયાએ આ જોખમનો પણ સામનો કરવો પડે છે.
વાવેતરો
મુખ્યત્વે બે પ્રકરના પપૈયાં ઉગાડવામાં આવે છે. એક જાતિના પૈયા કેસરી રતાશ પદતો ગર ધરાવે છે. જ્યારે બીજો પ્રકાર પીળો ગર ધરાવે છે. પીળો ગર ધરાવતાં પપૈયાંને ભારતમાં દેશી પપૈયાં તરીકે ઓળખાય છે. મુંબઈ ક્ષેત્રમાં રાતા ગર ધરાવતાં પપૈયાને લોકો "ડીસ્કો પપૈયા" તરીકે ઓળખે છે. ઓસ્ટ્રેલિયામાં આને લાલ પપૈયાં કે પીળામ્ પપૈયાં તરીકે ઓળખાય છે.[7] આમાંના કોઈ પણ પપૈયાંને કાચા કાપી લેવાતા તેમને લીલા પપૈયાં કહે છે.
અમિરીકાની બજારોમાં વેચાતાં મેરાડોલ, સનરાઈઝ કે કેરેબિયન રેડ પ્રજાતિના મોટા કદના પપૈયાં મેક્સિકો અને બેલીઝમાં ઉગાડવામાં આવે છે.[8]
હવાઈમાં વિકસીત કરેલા વંશસૂત્ર સુધારેલ સન અપ અને રેન્બો જાતિના પપૈયાં પપિયા રેંગસ્પ્ટ વિષાણુ પ્રતિરોધી હોય છે.[3][9]
વપરાશ
પપૈયાંનો ઉપયોગ ફળ, શાક અને રસોઈની એક સામગ્રી તરીકે અને પારંપરિક ઉપચાર પદ્ધતિમાં થાય છે. તેની ડાળીઓ અને છાલ દોરડાં બનાવવામાં વપરાય છે. [10]
પોષકતત્વો, ફાયટોરસાયણો અને રાંધણ ઉપયોગ
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz) | |
---|---|
શક્તિ | 163 kJ (39 kcal) |
કાર્બોદિત પદાર્થો | 9.81 g |
શર્કરા | 5.90 g |
પોષક રેષા | 1.8 g |
0.14 g | |
નત્રલ (પ્રોટીન) | 0.61 g |
વિટામિનો | |
વિટામિન એ | (41%) 328 μg |
થાયામીન (બી૧) | (3%) 0.04 mg |
રીબોફ્લેવીન (બી૨) | (4%) 0.05 mg |
નાયેસીન (બી૩) | (2%) 0.338 mg |
વિટામિન બી૬ | (8%) 0.1 mg |
ફૉલેટ (બી૯) | (10%) 38 μg |
વિટામિન સી | (74%) 61.8 mg |
મિનરલ | |
કેલ્શિયમ | (2%) 24 mg |
લોહતત્વ | (1%) 0.10 mg |
મેગ્નેશિયમ | (3%) 10 mg |
ફોસ્ફરસ | (1%) 5 mg |
પોટેશિયમ | (5%) 257 mg |
સોડિયમ | (0%) 3 mg |
| |
ટકાવારી અમેરિકા (USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે. |
પપૈયાં એ પ્રોવિટામિન A કેરોટીનોઈડ્સ, વિટામિન C, B વિટામિનો, પાચક ક્ષાર અને પાચક રેશામાં સમૃદ્ધ હોય છે. પપૈયાંની છાલ ગર અને બીયાં માં વિવિધ પોલીફિનોલ સહીત અન્ય ફાયટોકેમીકલ ધરાવે છે.
પાકા પપૈયાંને પ્રાયઃ ફળ તરીકે તેના છાલ અને બીયાં કાઢીને સીધાં ખવાય છે.
કાચાં પપૈયાંનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. પ્રાયઃ શાક, કચુંબર અને સ્ટ્યુની બનાવટમાં વપરાય છે. દક્ષીણ પૂર્વ એશિયામાં કાચાં પપૈયાં કાચાં અને પાકા એમ બન્ને રીતે ખવાય છે. [11] થાઈ પાક શાસ્ત્રમાં, કાચાં પપૈયાંનો ઉપયોગ સોમ ટેમ નામની વાનગી બનાવવામાં થાય છે. ઈંડોનેશીયન પાકશાસ્ત્રમાં, કાચા પપૈયાં અને તેના પાંડડાઓને ઉકાળીને તેનો ઉપયોગ લલાબ નામના કચુંબરને બનાવવા માટે થાય છે. તેની કળીઓને સોટ કરી મરચાં અને કાચાં સાથે તળી મીનાહાસન વાનગી બનાવવા થાય છે. પપૈયામાં પેક્ટિનનું પ્રમાણ સરખામણીએ વધુ હોય છે અને તેથી તેનો ઉપયોગ જેલી બનાવવા માટે થાય છે. પાકેલાં પપૈયાંની સુગંધ ઘણાં લોકોને અપ્રિય હોય છે.
પપિયાના કાળાં બીયાં ખાઈ શકાય છે અને તેમનો સ્વાદ તીવ્ર અને તીખો હોય છે. ઘણી વખત તેને પીસીને કાળા મરીને બદલે વપરાય છે.
એશિયાના અમુક ભાગમાં પપૈયાંના પાંદડાને પાલખની જેમ વરાળમાં બાફીને ખવાય છે.
વિશ્વના અમુક ભાગમાં પપૈયાંના પાંદડામાંથી ચા બનાવીને તેનો ઉપયોગ મલેરિયાના ઈલાજમાં થાય છે. [12] પપૈયાંના પાનમાંથી બનતી બનાવટોમાં પ્રતિ-પ્લાસમોડિયલ અને પ્રતિ-મલેરિયા ક્ષમતા દેખાઈ છે. ,[12] પણ તે કેમ અસર પ્રણાલી સમજાઈ નથી અને તેનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી અપાયો. [12]
માંસને નરમ કરવામાં
કાચાં પપૈયાં અને તેના વૃક્ષની ચીક પેપાઈનમાં સમૃદ્ધ હોય છે. જે એજ પ્રોટીઝ છે. આનો ઉપયોગ માંસ અને અન્ય પ્રોટીનને નરમ કરવા માટે થાય છે. માંસના તાંતણાને ભેદવાની તેની ક્ષમતાને કારણે હજારો વર્ષોથી અમેરિકાન મૂળ વતની ઓ દ્વારા તેનો ઉપયોગ થતો આવ્યો છે. હાલમાં પાઉડર સ્વરૂપે ઉપલબ્ધ એવા માંસ ટેન્ડેરાઈઝરમાં તેનો આમો ઉપયોગ થાય છે.
પારંપારિક ઔષધ - ડોશીમાંનું વૈદું
પાચન તંત્રની બિમારીઓના ઈલાજ માટે પપૈયાંનીએ ગોળીઓ બજારમાં મળે છે.
પપૈયાં ઉગવતાં દેશોમાં ચીરા પડવા, નાના મોટાં, ડંખ, છાલા, કાંટો વાગવો જેવી નાની ઉપાધિઓમાં પેપાઈન વપરાય છે. પપાઈન મલમને પપૈઆના ગરને આથો આપીને બનાવવામાં આવે છે અને આને જેલ જેવી પેસ્ટ સ્વરૂપે વપરાય છે. ઈંડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પ્સલ ઓફ ડૂમ ફીલ્મના ફેલ્માંકન સમયે હેરિસન ફોર્ડની ફાટેલ મણાકાનો ઈલાજ પેપાઈન ના ઈઞેક્શન દ્વારા કરવામાં આવ્યો હતો. [13]
ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મહિલાઓ સદીઓથી કાચા પપૈયાંનો દેશી ઔષધ તરીકેનો ઉપયોગ ગર્ભ રોધક અને ગર્ભપાત માટે કરતી આવી છે. વેસ્ટ ઈંડિઝમાં ગુલામ મહિલાઓ પોતાના બાળકને ગુલામ સ્વરૂપે ન જન્મે તે માટે ગર્ભધારણ રોકવા પપૈયાંનું સેવન કરતી.[14]
પ્રાથમિક સંશોધન
પ્રાણીઓ પર થયેલાં પરીક્ષણો પરથી પપૈયાંની ગર્ભરોધન અને ગર્ભપાતી ક્ષમતા જણાઈ છે. એ પણ જણાયું છે કે પપૈયાંના બીયાં નર લંગુરમાં ગર્ભરોધન ઉત્પન્ન કરે છે અને શક્ય છે કે તે વયસ્ક માનવ નરમાં પણ ગર્ભરોધન ઉત્પન્ન કરે છે. [15] કાચા પપૈયાંનું મોટાં પ્રમાણમાં સેવન અસરકારક હોય છે. નાના પ્રમાણમાં પાકા પપૈયાં કોઈ ગર્ભ અવરોધક અસરો ધરાવતાં નથી. પપૈયાંમાં રહેલા ફાયટોકેમિકલ્સ પ્રોજેસ્ટોરોનની અસરને દબાવી દે છે.[16]
અન્ય પ્રાથમિક સંશોધનો જણાવે છે કે પપૈયાંની અન્ય અસરોનો અભ્યાસ થવાનો બાકી છે. જીવંત કેન્સર કોષ પર કે પ્રતિરોધન ક્ષમતા પર પપૈયાંના રસની તેમનામાં રહેલા લાયકોપીનને કારાણે ઇન વિટ્રો એન્ટીપ્રોલીફરેટીવ અસર જોવા મળે છે. [18].[19] અમુક વિષાણુ વિરુદ્ધ પપૈયાંનાં બીજ જીવાણુનાશક ગુણધર્મો ધરાવે છે.[20] પપૈયાના બીજનો અર્ક કિડનીને નુકશાન કરતી ઝેરી અસર ધરાવે છે. [21]
સંવેદન શીલતા અને આડાસરો
પપૈયાનો ઉપયોગ મોટેભાગે વાળને રશમી અને ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે, પણ તેને અલ્પ પ્રમાણમાં વાપરવું હિતાવહ છે. અપાકટ અવસ્થામાં પપૈયાં દૂધ ઝારે છે, આ દ્રવ્ય અમુક વ્યક્તિઓમાં સંવેદના કે એલર્જી ઉત્પન્ન કરી શકે છે. પપૈયાંના ફળ, ફૂલ, બીજ, દૂધ અને પાંદડાઓ કાર્પાઈન એન્થેલ્મીન્ટીક આલ્કલોઈડ (એવું રસાયણકે જે શરીરમાંથી પરોપજીવી કૃમી કાઢે) ધરાવે છે. આ દ્રવ્ય મોટા પ્રમાણમાં લેતાં તે ઘાતક ઠરે છે.
એવું માનવામાં આવે છે કે કાચા પપૈયાંનાં દૂધની સાંદ્રતા ગર્ભનલિકામાં સંકુચન લાવે છે અને પરિણામે ગર્ભપાત થવાની સંભાવના રહે છે. વાંદરા અને ઉંદર પર થયેલા પરીક્ષણોમાં પપૈયાંના બીજના અર્કને કારણે ગર્ભપાતી અસર જોવા મળી છે. પણ અલ્પ માત્રામાં નવજાત પર તેની અસર થતી નથી. પપૈયાંનું વધુ પડતું સેવન કરવાથી કઠેળી અને પાનીઓ પીળી પડી જવાનો રોગ કેરોટિનેમિયા થાય છે જો કે આથી કોઈ અન્ય નુકશાન નથી થતું. જો કે આવું થવા માટે અત્યંત વધારે પપૈયાં ખાવાની જરૂર પડે છે કેમકે પપૈયાં ગાજરમાં મળતા બીટા કેરોટીનના ૬% જેટલું જ તત્વ ધરાવે છે જે કેરોટિનેમિયાનું કારણ હોય છે.[22]
સંદર્ભો
બાહ્ય કડીઓ
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.