સુદાસણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાનાં સતલાસણા તાલુકામાં આવેલું મોટું ગામ છે.

Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
સુદાસણા
  ગામ  
સુદાસણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°01′35″N 72°47′40″E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો સતલાસણા
વસ્તી ૪,૮૧૯[1] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી
બંધ કરો

ઇતિહાસ

Thumb
સુદાસણા રાજ્યની કોર્ટ ફી ટિકિટ

મુળ દાંતા રજવાડા (ભવાનગઢ) થી વર્ષો પહેલાં છુટું પડેલું સુદાસણા સ્ટેટ ૨૪ ગામનું સ્ટેટ હતું. જેમાંનાં નવા સુદાસણા, ડાવોલ, જસપુર, નજોપુર, તાલેગઢ, મહમદપુર, તખ્ખતપુર, રાણપુર વિગેરે ઠાકોરસાહેબે પોતાના હસ્તક રાખી ૫ ગામ નજીકના ભાયાતોને વહીવટ અર્થે આપેલાં હતાં, જેમાં પિરોજપુરા, ખિલોડ, રીછડા, ઈશાકપુરા અને ચિકણા ગામોનો સમાવેશ થાય છે. આઝાદી પહેલાંના સમયમાં આ ગામ મહી કાંઠા એજન્સીમાં આવતું હતું.

સુદાસણા વસ્તીની દૃષ્ટિએ સતલાસણા તાલુકામાં બીજા ક્રમે આવે છે.[2]

મોટે ભાગે પહાડીઓથી ઘેરાયેલું આ ગામ એક સમયે "નાની મારવાડ" તરીકે પ્રચલિત હતું. કારણ કે, મહદ્ અંશે રાજપૂતોની વસ્તી ધરાવતું આ ગામ રાજસ્થાન સાથેના સામાજીક સંબંધો ધરાવે છે. જેથી આજે પણ અહીં રાજસ્થાની રીત-રીવાજ જોવા મળે છે.[સંદર્ભ આપો] બાજુમાં કેદારેશ્વર નામે ઐતિહાસિક મંદિર આવેલું છેે.

સંદર્ભો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.