ગાંધીજીના પુત્ર્ From Wikipedia, the free encyclopedia
દેવદાસ મોહનદાસ ગાંધી (૨૨ મે, ૧૯૦૦ – ૩ ઓગસ્ટ ૧૯૫૭) ગાંધીજીના ચોથા અને સૌથી નાના પુત્ર હતા. તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમના માતાપિતા સાથે ભારત પાછા ફર્યા બાદ તેઓ પિતાની ચળવળમાં સક્રિય થઈ ગયા હતા જેલમાં ઘણો સમય વિતાવ્યો હતો. તેઓ હિન્દુસ્તાન ટાઇમ્સના સંપાદક તરીકે સેવા આપતા અગ્રણી પત્રકાર પણ બન્યા હતા. તેઓ ૧૯૧૮માં તમિલનાડુમાં મોહનદાસ ગાંધી દ્વારા સ્થાપિત 'દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા'ના પ્રથમ પ્રચારક રહ્યા હતા. આ સભાનો હેતુ દક્ષિણ ભારતમાં હિન્દીનો પ્રચાર કરવાનો હતો.[૩]
દેવદાસ ગાંધી | |
---|---|
દેવદાસ ગાંધી (૧૯૨૦) | |
જન્મની વિગત | દેવદાસ મોહનદાસ ગાંધી 22 May 1900 |
મૃત્યુ | 3 August 1957 57) બોમ્બે, મુંબઈ સ્ટેટ, ભારત | (ઉંમર
જીવનસાથી | લક્ષ્મી ગાંધી[૧][૨] |
સંતાનો |
|
માતા-પિતા |
|
સંબંધીઓ |
|
દેવદાસને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમના પિતાના સહયોગી સી. રાજગોપાલાચારીની પુત્રી લક્ષ્મી સાથે પ્રેમ થયો હતો. તે સમયે લક્ષ્મીની ઉંમર માત્ર ૧૫ વર્ષની હતી અને દેવદાસ ૨૮ વર્ષના હતા. લક્ષ્મીની ઓછી ઉંમરના પગલે દેવદાસના પિતા અને રાજાજી બંનેએ દંપતીને એકબીજાને મળ્યા વિના પાંચ વર્ષ રાહ જોવા જણાવ્યું હતું. પાંચ વર્ષ વીતી ગયા પછી, ૧૯૩૩ માં તેમના પિતાની પરવાનગી સાથે તેમના લગ્ન થયા હતા.[૪]
દેવદાસ અને લક્ષ્મીને ચાર બાળકો હતા: રાજમોહન ગાંધી, ગોપાલકૃષ્ણ ગાંધી, રામચંદ્ર ગાંધી[૫] અને તારા ગાંધી ભટ્ટાચાર્ય (જન્મ ૨૪ એપ્રિલ ૧૯૩૪, નવી દિલ્હી)
મહાત્મા ગાંધીએ જામિયા મિલિયા ઇસ્લામિયાની સ્થાપના માટે મદદ લેવાનું શરૂ કર્યું ત્યારે દેવદાસ પણ ગાંધીજીના આહ્વાન પર આગળ આવ્યા હતા. તેમણે ત્યાં હિન્દી શીખવવાનું અને કપાસ કાંતવાનું શરૂ કર્યું હતું.[૬]
Seamless Wikipedia browsing. On steroids.