From Wikipedia, the free encyclopedia
ઝારી એ પાણી સિંચવા માટેનું એક ઉપકરણ છે, જે ઉંચકી શકાય તેટલા કદના સંગ્રહ સાથે સામાન્ય રીતે હોય છે અને એક નળી પાણી સીચવાના ઉપયોગ માટે હોય છે. આનો ઉપયોગ છોડને માણસ પોતાની જાતે સિંચાઈ કરવા માટે કરે છે. તેનો ઉપયોગ ઓછામાં ઓછા ૧૭મી સદી કરવામાં આવ્યો અને ત્યારથી તેમાં ઘણા સુધારા-વધારાઓ કરવામાં આવ્યા છે. સિંચાઈ સિવાય તેનો વિવિધ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે ખૂબ જ ઉપયોગી સાધન છે.
આની જળ-સંગ્રહ ક્ષમતા જુદી જુદી એટલે કે ૦.૫ લીટર (ઘરની અંદરના છોડ માટે) થી ૧૦ લીટર (સામાન્ય બગીચાના ઉપયોગ માટે) હોય છે. તે સામાન્ય રીતે ધાતુ, સિરામિક અથવા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. ઝારીમાં પાણી છાંટવા માટે એક નળી હોય છે, જેને અંતે એક ટોપી જેવું ઉપકરણ હોય છે, જેમાં નાના છિદ્રો હોય છે, જેને કારણે નાજુક છોડ પર પડતું પાણી ફુવારા જેવા નાના પ્રવાહમાં વહેંચાઈ જાય છે, આથી પાણીના પ્રવાહને કારણે છોડના મૂળ પરથી માટીનું ધોવાણ થતું નથી તેમ જ છોડ વાંકો વળી જતો નથી..
ઝારીનો અંગ્રેજી શબ્દ "વોટરીંગ કેન" સૌ પ્રથમ ૧૬૯૦ના વર્ષમાં દેખાયાના અહેવાલ છે.[1] અગાઉ તેનો ઉપયોગ પખાલ (વોટરીંગ પોટ) નામના સાધન વડે કરવામાં આવતો હતો.
૧૮૮૬ના વર્ષમાં "હોવઝ વોટરીંગ કેન" નામના સાધનની જ્હોન હાવ્ઝ દ્વારા પેટન્ટ કરવામાં આવી હતી. આ પેટન્ટ વાંચો: "This new invention forms a watering pot that is much easier to carry and tip, and at the same time being much cleaner, and more adapted for use than any other put before the public."[2]
માળીઓ ઉપરાંત ઝારીનો ઉપયોગ આસ્ફાલ્ટના સડક-નિર્માણ વેળા કામદારો દ્વારા કરવામાં આવે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.