જાંબુઘોડા રજવાડું
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
જાંબુઘોડા રજવાડું એ બ્રિટિશ રાજ સમયનું ભારતનું એક બિન-સલામી રજવાડું હતું, જે જૂના સમયકાળમાં નારુકોટ તેમ જ ટોકલપુર તરીકે પણ ઓળખાતું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સીની બરોડા એજન્સી હેઠળ હતું, ત્યારબાદ સંકલિત બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં આ રજવાડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેના છેલ્લા શાસક દ્વારા ૧૯૪૮ના દસમી જૂનના દિવસે ભારત સરકાર સાથે જોડાવા માટે સંમતિ આપવામાં આવી હતી[1].
જાંબુઘોડા સ્ટેટ જાંબુઘોડા રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૪મી સદી પૂર્વે–૧૯૪૮ | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૦૧ | 370 km2 (140 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૦૧ | 11385 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૪મી સદી પૂર્વે | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
જાંબુઘોડા રાજ્ય ૩૭૦ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલ હતું અને ૧૯૩૩ની વસ્તીગણતરી મુજબ તેમાં ૧૧,૩૮૫ની વસ્તી હતી. તેની ઉત્તર દિશામાં બારીયા રાજ્ય, દક્ષિણ દિશામાં બરોડા રાજ્ય અને પૂર્વ દિશામાં છોટાઉદેપુર રાજ્ય આવેલ હતાં. તેની મુખ્ય વસ્તી તરીકે નાયકડા અને કોળી લોકો હતા. આ રજવાડું આદિવાસી પ્રભુત્વ વિસ્તારમાં આવેલ હતું. તેનું પાટનગર હાલના જાંબુઘોડા ખાતે હતું, જે હાલ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.