From Wikipedia, the free encyclopedia
ગુપ્ત સામ્રાજ્ય (સંસ્કૃત:गुप्त साम्राज्य, Gupta Sāmrājya) પ્રાચીન ભારતનું સામ્રાજ્ય હતું, જેની સ્થાપના મહારાજા શ્રી ગુપ્તે કરી હતી. મોટાભાગનાં ભારતીય ઉપખંડમાં ફેલાયેલા આ સામ્રાજ્યનો સમયગાળો આશરે ઈ.સ.૩૨૦ થી ૫૫૦ ગણાય છે.[૩]ગુપ્ત શાસનકાળની શાંતિ અને સમૃદ્ધિને કારણે વિજ્ઞાન અને કલાના ક્ષેત્ર ખુબ ફાલ્યાફૂલ્યા હતા.[૪] આ સમયગાળાને ભારતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે[૫] અને આ સમયગાળામાં વિજ્ઞાન અને તકનિકી, ઈજનેરી, કલા, ભાષા-બોલીઓ, સાહિત્ય, તર્કશાસ્ત્ર, ગણિત, ખગોળવિદ્યા, ધર્મ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં વ્યાપક શોધ સંશોધનો થયાનું નોંધાયું છે જેણે સામાન્યપણે હિંદુ સંસ્કૃતિનાં તત્વોને પાસેદાર બનાવી ઉજાળ્યા છે.[૬] ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો એ ગુપ્ત વંશના ખુબ જ નોંધપાત્ર શાસકો હતા.[૭] ઈસાની ચોથી સદીના સંસ્કૃત કવિ કાલિદાસ ગુપ્તવંશીઓને એકવીશ સામ્રાજ્યોના વિજેતા ગણાવે છે જેમાં ભારતની અંદર અને બહારના એમ બંન્ને જેવાકે, પરસિકાના સામ્રાજ્યો, હુણ, કંબોજ, ઓક્ષસ ખીણની પશ્ચિમ અને પૂર્વે વસતી જનજાતિઓ, કિન્નર, કિરાત વગેરેનો સમાવેશ થાય છે.[૮]
ગુપ્ત સામ્રાજ્ય | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગુપ્ત સામ્રાજ્યનો મહત્તમ વિસ્તાર ઇ.સ. ૩૭૫ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગુપ્ત સામ્રાજ્યનો મહત્તમ વિસ્તાર ઇ.સ. ૪૫૦ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
રાજધાની | પાટલીપુત્ર | |||||||||||||||||||||||||||||||||||||||||||||
ભાષાઓ | સંસ્કૃત (સાહિત્યિક અને શિક્ષણ); પ્રાકૃત (લોક) | |||||||||||||||||||||||||||||||||||||||||||||
ધર્મ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
સત્તા | રાજાશાહી | |||||||||||||||||||||||||||||||||||||||||||||
પ્રમુખ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
• | આશરે ત્રીજી સદીનો ઉત્તરાર્ધ | ગુપ્ત (પ્રથમ) | ||||||||||||||||||||||||||||||||||||||||||||
• | આશરે ઇ.સ. ૫૪૦-૫૫૦ | વિષ્ણુગુપ્ત | ||||||||||||||||||||||||||||||||||||||||||||
ઐતિહાસિક યુગ | પ્રાચીન ભારત | |||||||||||||||||||||||||||||||||||||||||||||
• | સ્થાપના | ઇ.સ. ૪થી સદી | ||||||||||||||||||||||||||||||||||||||||||||
• | અંત | ઇ.સ. ૬ઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
વિસ્તાર | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
• | અંદાજીત ૪૦૦ [૧] | 3,500,000 km2 (1,400,000 sq mi) | ||||||||||||||||||||||||||||||||||||||||||||
• | અંદાજીત ૪૪૦ [૨] | 1,700,000 km2 (660,000 sq mi) | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||
સાંપ્રત ભાગ | ભારત
પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન | |||||||||||||||||||||||||||||||||||||||||||||
ચેતવણી: Value not specified for "continent" |
આ સાંસ્કૃતિક સર્જનાત્મકતાનું શિરોબિંદુ ભવ્ય સ્થાપત્યો, શિલ્પો અને ચિત્રો છે.[૯] ગુપ્તકાળે કાલિદાસ, આર્યભટ્ટ, વરાહમિહિર, વિષ્ણુ શર્મા અને વાત્સ્યાયન જેવા વિદ્વાનો આપ્યા છે જેમણે વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં મહાન પ્રગતિ કરી.[૧૦][૧૧] ગુપ્ત કાળમાં વિજ્ઞાન અને રાજકીય વહીવટ નવી ઊંચાઈઓ પર પહોંચ્યા હતા.[૧૨] મજબૂત વ્યવસાઈક સંબંધોએ પ્રદેશને અગત્યનું સાંસ્કૃતિક મથક બનાવ્યો અને આ પ્રદેશનો પ્રભાવ નજીકનાં સામ્રાજ્યો તથા બર્મા, શ્રીલંકા અને દક્ષિણપૂર્વ એશિયાનાં પ્રદેશો પર પણ પડ્યો.[૧૩] એવું મનાય છે કે હાલ ઉપલબ્ધ જુનામાં જુના પુરાણો પણ આ સમયગાળામાં જ રચાયા હતા.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.