From Wikipedia, the free encyclopedia
ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ ભારત દેશના ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં યોજાઈ ગઈ: ૧૩ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨. મતોની ગણતરી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ થઈ હતી.
| |||||||||||||||||||
ગુજરાત વિધાનસભામાં ૧૮૨ બેઠકો ૯૨ બેઠકો જીતવા માટે જરુરી | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||
આ ચૂંટણીમાં ગુજરાતના લોકોએ ગુજરાત વિધાનસભાના ૧૮૨ સભ્યો ચૂંટયા.[૧]
આ ચૂંટણીમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા.[૨][૩] વિપક્ષ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હતા.
પહેલા તબક્કાની ચૂંટણી ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ યોજવામા આવી હતી. જેમાં ભૂતકાળ કરતાં સૌંથી વધુ ૭૦.૭૫% મતદાન કરવામાં આવ્યું હતું. સવારના ત્રણ ક્લાક સુધીમાં ૧૮% જેટલુ અને બપોરના ૧ વાગ્યાં સુધીમા ૩૮% જેટલુ મતદાન થઈ ગયું હતું. બપોરના ૩ વાગ્યે ટકાવારી ૫૩% સુધી પહોચી ગઇ હતી અને તે અંતે ૭૦.૭૫% એ પહોચી હતી.[૪][૫]
વિષય | આંકડાકીય માહિતી |
---|---|
મતદાનની ટકાવારી | ૭૦.૭૫% |
મતવિસ્તારો | ૮૭ |
જિલ્લાવાર | સૌરાષ્ટ્ર : ૭ જિલ્લા : ૪૮ બેઠકો દક્ષિણ ગુજરાત : ૭ જિલ્લા : ૩૫ બેઠકો |
કુલ મતદારો | ૧,૮૧,૮૬,૦૪૫ |
ઉમેદવારો | ૪૭ મહિલાઓ સહીત ૮૪૬ ઉમેદવારો |
મતદાન મથકની સંખ્યા | ૨૧,૨૬૮ |
આઇડી કાર્ડનું વહેચણી | ૯૯.૬૫% મતદારો |
ફોટોવાળી મતદાન પાવતીની વહેચણી | ૯૯.૫૩% મતદારો |
ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીનની સંખ્યા | ૨૫,૦૦૦ |
ઈવીએમમાં ભૂલની ટકાવારી | ૦.૦૧% |
નોંધ | શાંતિપૂર્ણ મતદાન. જૂનાગઢ અને સુરેન્દ્રનગરના બે ગામ દ્વારા મતદાનનો બહિષ્કાર |
જિલ્લો | ટકાવારી |
---|---|
પોરબંદર | ૬૬.૩૯% |
અમરેલી | ૬૭.૨૧% |
જામનગર | ૬૮.૪૮% |
ભાવનગર | ૬૯.૧૧% |
જુનાગઢ | ૬૯.૭૧ |
સુરેન્દ્રનગર | ૬૯.૭૯% |
રાજકોટ | ૭૧.૦૧% |
જિલ્લો | ટકાવારી |
---|---|
અમદાવાદ ગ્રામ્ય સાણંદ વિરમગામ ધોળકા ધંધુકા | ૬૮.૪૧% |
જિલ્લો | ટકાવારી |
---|---|
ડાંગ | ૬૮.૭૬% |
સુરત | ૬૯.૫૮% |
વલસાડ | ૭૩.૫૯% |
ભરૂચ | ૭૫.૧૧% |
નવસારી | ૭૫.૫૯% |
તાપી | ૮૦.૪૩% |
નર્મદા | ૮૨.૨૧% |
ભારતીય ચૂંટણી પંચના આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લી ચાર ચૂંટણીથી(૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭) સરેરાશ મતદાન ૬૪.૩૯%(૧૯૯૫ માં) થી નીચે આવીને ૫૯.૭૭%(૨૦૦૭ માં) રહ્યું હતું .[૬] [૭]
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨નો બીજો તબક્કામાં પણ મોટા પ્રમાણમાં મતદાનનું વલણ ચાલુ રહ્યું અને મતદાન ૭૧.૮૫% જેટલું થયું. પ્રથમ તબક્કાના ૭૦.૭૫%ના વિક્રમિ મતદાન બાદ, ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ યોજાયેલ બીજા તબક્કામાં અનેક મહત્ત્વનાં વલણો દેખાયાં, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને કેટલાક ખરાબ સ્વાસ્થ્ય ધરાવતા મતદારોએ પણ ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક મતદાન કર્યું.
પ્રથમ તબક્કામાં મતદાન દિવસના અંતિમ કલાકોમાં મોટા પ્રમાણમાં મતદારો મતદાન કરવા આવ્યા હતા આ ચલણ બીજા તબક્કામાં થોડું બદલાયું હતું અને બપોરે એક વાગ્યા સુધીમાં જ મોટા પ્રમાણમાં મતદાન નોંધાયું હતું.
જિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
અમદાવાદ | ૭૦.૧૦% |
જિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
કચ્છ | ૬૭.૭૭% |
જિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
આણંદ | ૭૪.૮૯% |
ખેડા | ૭૨.૧૭% |
વડોદરા | ૭૨.૨૭% |
પંચમહાલ | ૭૧.૪૮% |
દાહોદ | ૬૮.૪૮% |
જિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
ગાંધીનગર | ૭૪.૪૫% |
બનાસકાંઠા | ૭૪.૮૯% |
સાબરકાંઠા | ૭૫.૫૬% |
મહેસાણા | ૭૩.૬૪% |
પાટણ | ૭૦.૯૨% |
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૧૨માં બીજા તબક્કાના ૭૧.૮૫%ના મતદાન અને પ્રથમ તબક્કાના ૭૦.૭૫%ના મતદાન સાથે કુલ આખરી મતદાન ૭૧.૩૨% થયું હતું.[૮]
વર્ષ | ૧૯૮૦ | ૧૯૯૦ | ૧૯૯૫ | ૧૯૯૮ | ૨૦૦૨ | ૨૦૦૭ | ૨૦૧૨ |
---|---|---|---|---|---|---|---|
મતાધિકાર ધરાવનારા | ૧૬,૫૦૧,૩૨૮ | ૨૪,૮૨૦,૩૭૯ | ૨૯,૦૩૧,૧૮૪ | ૨૮,૭૭૪,૪૪૩ | ૩૩,૨૩૮,૧૯૬ | ૩૬,૫૯૩,૦૯૦ | ૩૮,૦૭૭,૪૫૪ |
મતદાતાઓ | ૭,૯૮૧,૯૯૫ | ૧૨,૯૫૫,૨૨૧ | ૧૮,૬૮૬,૭૫૭ | ૧૭,૦૬૩,૧૬૦ | ૨૦,૪૫૫,૧૬૬ | ૨૧,૮૭૩,૩૭૭ | ૨૭,૧૫૮,૬૨૬ |
ટકાવારી | ૪૮.૩૭% | ૫૨.૨૦% | ૬૪.૩૯% | ૫૯.૩૦% | ૬૧.૫૪ | ૫૯.૭૭% | ૭૧.૩૨% |
તેથી, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨માં ૭૧.૩૨% મતદાન થયું અને ૧૯૮૦થી શરૂ કરીને પાછલી છ વિધાનસભાની ચૂંટણીની આંકડાકીય માહિતી જોતાં જણાય છે કે તેમાં મોટા પ્રમાણમાં ફેરફારો નોંધાયા. એકંદરે ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ એ ચૂંટણી પંચ અને જવાબદાર સરકારી એકમો, કર્મચારીઓ અને તંત્ર દ્વારા ખૂબ જ સફળ રીતે પૂર્ણ કરવામાં આવી.
ચૂંટણી પંચ દ્વારા ચલાવાયેલ મતદાન હક્ક અંગેના જાગૃતિ અભિયાન અને તેમના દ્વારા મતદારોને અપાયેલ ફોટો ઓળખ કાર્ડે વધુ પ્રમાણમાં મતદાન થવામાં સારી ભૂમિકા ભજવી. એ નોંધવાલાયક છે કે દેશની અન્ય ચૂંટણીઓ કે જેમાં ઉમેદવાર અથવા રાજકીય પક્ષો મતદારોને મતદાન કરવા સક્રિય રહેતા હોય છે જ્યારે ગુજરાત રાજ્યમાં મતદારો પોતાની જાતે જ મતદાન કરવા આવી રહ્યા હોવાનું વલણ કેટલીક ભૂતકાળની ચૂંટણીથી જોવા મળી રહ્યું છે.
મતગણતરી સમગ્ર ગુજરાતમાં એકસાથે દરેક જિલ્લાનાં ચોક્કસ સ્થળોએ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ સવારે આઠ વાગ્યે શરૂ થઈ અને સાંજ પહેલાં પૂર્ણ કરવામાં આવી. પરિણામો નીચે મુજબ છે.
રાજકીય દળ | જીતેલી બેઠકો |
---|---|
ભાજપ (ભારતીય જનતા પાર્ટી) | ૧૧૫ |
કોંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) | ૬૧ |
જીપીપી (ગુજરાત પરિવર્તન પાર્ટી) | ૨ |
એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) | ૨ |
જેડી (યુ) (જનતા દળ (યુનાઈટેડ)) | ૧ |
અપક્ષ | ૧ |
ભાજપ ૧૬ બેઠકો પર ૨% કરતાં ઓછા અંતરથી હારી.[૧૧] કોંગ્રેસ ૪૬% બેઠકો પર ૫% કરતાં ઓછા અંતરથી જીત્યું.[૧૨]
Seamless Wikipedia browsing. On steroids.