From Wikipedia, the free encyclopedia
કોરી ખાડી એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાના કચ્છના રણમાં આવેલી ખાડી (ભરતી) છે.
આ ખાડી ૨૩.૩૫° N ૬૮.૨૨° E પર સ્થિત છે. આ ખાડી કચ્છના રણના કળણ વિસ્તારમાં આવેલી છે.
૧૯૯૯ના એટલાંટિક બનાવને કારણે પણ આ સ્થળ પ્રચલિત બન્યું છે. ૧૦ ઓગસ્ટ ૧૯૯૯ના દિવસે ભારતીય હવાઈ સૈન્યએ પાકિસ્તાન નૌકા સૈન્યની હવાઈ પાંખના બ્રેગેટ એટલાંટિક પેટ્રોલ વિમાનને પોતાની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરતા તોડી પાડ્યું હતું. આ વિમાનમાં ૧૬ પ્રવાસીઓ હતા. આના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો. આ વિમાનનો કાટમાળ પાકિસ્તાનની સીમામાં પણ પડ્યો હતો. આ ઘટના કારગીલ યુદ્ધના એક મહિના પછી બની હતી અને તેથી બંને દેશ વચ્ચેના સંબંધો વધુ તણાવ ગ્રસ્ત બન્યા હતા.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.