કૈલાશ સત્યાર્થી (હિંદી ભાષા:कैलाश सत्यार्थी; અંગ્રેજી: Kailash Satyarthi;) (જન્મ: ૧૧ જાન્યુઆરી ૧૯૫૪) બાળકોના હક્કોના આંદોલનકારી છે અને બાળ મજૂરી સામે ચાલતી વૈશ્વિક લડતમાં એક આગળ પડતું નામ છે [1][2]. તેમણે ૧૯૮૦માં 'બચપન બચાઓ આંદોલન' નામની સંસ્થાની સ્થાપના કરી અને ૧૪૪ દેશોના ૮૩,૦૦૦થી વધુ બાળકોના હક્કો બચાવવા માટે લડત આપી છે.[3][4] આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને (ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન-International Labour Organization) બાળ મજૂરીના સૌથી ખરાબ પ્રકાર પરના કન્વેન્શન નંબર ૧૮૨ને અપનાવ્યું તેની પાછળનું પ્રેરકબળ કૈલાશ સત્યાર્થીએ કરેલાં કામ અને ચલાવેલા આંદોલનને જ ગણવામાં આવે છે. આ કન્વેન્શન આજે વિશ્વભરની સરકારો માટે પાયારૂપ માર્ગદર્શિકા છે.[2]
કૈલાશ સત્યાર્થી | |
---|---|
જન્મ | ૧૧ જાન્યુઆરી ૧૯૫૪ વિદિશા |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | Children's rights activist, શિક્ષણશાસ્ત્રી, વિદ્યુત એન્જિનિયર |
પુરસ્કારો |
|
વેબસાઇટ | http://www.kailashsatyarthi.net/ |
તેમના કાર્યોની સરાહના અનેક રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબો અને પારિતોષિકોથી કરવામાં આવી છે, જેમાં વર્ષ ૨૦૧૪ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનો સમાવેશ થાય છે. આ પારિતોષિક તેમને અને મલાલા યુસફઝાઇને સંયુક્તપણે મળ્યો છે.[5]
વ્યક્તિગત જીવન
કૈલાશભાઈ નવી દિલ્હીમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર, પુત્રવધુ અને પુત્રીનો સમાવેશ થાય છે.[6] તેમના સામાજીક આંદોલન સિવાયના જીવનમાં તેઓ ઉમદા રસોઈ બનાવનાર તરીકે પણ ઓળખાવવામાં આવે છે.[7]
સન્માનો અને પારિતોષિકો
- 2014: Nobel Peace Prize[1]
- 2009: Defenders of Democracy Award (US)[8]
- 2008: Alfonso Comin International Award (Spain)[9]
- 2007: Gold medal of the Italian Senate (2007)[10]
- 2007: recognized in the list of "Heroes Acting to End Modern Day Slavery" by the US State Department[11]
- 2006: Freedom Award (US)[12]
- 2002: Wallenberg Medal, awarded by the University of Michigan[13]
- 1999: Friedrich Ebert Stiftung Award (Germany)[14]
- 1998: Golden Flag Award (Netherlands)[15]
- 1995: Robert F. Kennedy Human Rights Award (US)[16]
- 1995: The Trumpeter Award (US)[17]
- 1994: The Aachener International Peace Award (Germany)[18][19]
- 1993: Elected Ashoka Fellow (US)[20]
પુસ્તકો
- સત્યાર્થી, કૈલાશ; ઝુત્શી, બુપિન્દર (૨૦૦૬). ગ્લોબલાઇઝેશન, લેબર એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ (Globalisation, Development And Child Rights). નવી દિલ્હી: શીપ્રા પબ્લિકેશન્સ. ISBN 9788175412705.
સંદર્ભ
બાહ્ય કડીઓ
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.