From Wikipedia, the free encyclopedia
કાતરા (અંગ્રેજી:Caterpillar) નામે ઓળખાતી ઈયળ લેપિડોપ્ટેરા વર્ગના સભ્યોનું ડિમ્ભકીય સ્વરૂપ છે. લેપિડોપ્ટેરા ગોત્ર એ પતંગિયા અને શલભનું બનેલું કીટક ગોત્ર છે. તેમની ખોરાક આદત મોટે ભાગે તૃણાહારી હોય છે જો કે કેટલીક જાતિ કીટાહારી છે. કેટરપિલર ખાઉધરા હોય છે અને તેમાંના ઘણાને કૃષિમાં જંતુ તરીકે માનવામાં આવે છે. ઘણી શલભ જાતિઓ ફળો અને અન્ય કૃષિ પેદાશોને વ્યાપક નુકસાન પહોંચાડે છે માટે તેઓ તેમની કેટરપિલર અવસ્થામાં સારી રીતે જાણીતી છે.
આ શબ્દની ઉત્પત્તિના મૂળ ૧૬મી સદીમાં મધ્ય અંગ્રેજી શબ્દ કેટિરપેલ (catirpel), કેટિરપેલર (catirpeller)માં રહેલા છે. તે કદાચ જૂના ઉત્તરીય ફ્રેન્ચ શબ્દ કેટિપિલોઝ (catepelose), કાટે (cate), (લેટિન કેટસ (cattus)માંથી) કેટ (cat) + (લેટિન પિલોસસ (pilōsus)માંથી) પેલોઝ (pelose), વાળવાળુંમાંથી બદલાયો હોઇ શકે છે.[1]
મોટાભાગના કેટરપિલર નળાકાર, ખંડીય દેહ રચના ધરાવે છે. તેઓ ત્રણ ઉરસીય ખંડો પર સાચા પગની ત્રણ જોડી, ઉદરના મધ્ય ખંડ પર ઉપપાદની ચાર સુધી જોડી અને ઘણીવાર છેલ્લા ઉદરીય ખંડ પર ઉપપાદની એક જોડી ધરાવે છે. તેમાં દસ ઉદરીય ખંડ આવેલા છે. લેપિડોપ્ટેરાના કૂળો ઉપપાદની સંખ્યા અને તેમના સ્થાનને આધારે અલગ પડે છે. કેટલાક કેટરપિલર ફઝી હોય છે એટલે કે તેઓ વાળ ધરાવે છે અને જો તેને અડવામાં આવે તો તમારા હાથ પર ખંજવાળ પેદા કરે તેવી મહત્તમ શક્યતા હોય છે.
કેટરપિલર નિર્મોચનની શ્રેણી દ્વારા વૃદ્ધિ પામે છે. પ્રત્યેક મધ્યવર્તી તબક્કાને ઇન્સ્ટાર કહેવાય છે. છેલ્લુ નિર્મોચન તેમને નિષ્ક્રિય કોશિત અથવા કોશેટોના તબક્કે લઇ જાય છે.
તમામ કીટકોની જેમ કેટરપિલર પણ તેની કશેરુક છાતી અને ઉદરની બાજુમાં શ્વસનછિદ્રો તરીકે ઓળખાતા નાના છિદ્રો મારફતે શ્વસન કરે છે. આ છિદ્રો શ્વાસનળીના નેટવર્કમાં દેહ ગુહામાં ખુલે છે. પાયરાલિડી કૂળના કેટલાક કેટરપિલર જલીય છે અને ચૂંઇ ધરાવે છે જે તેમને પાણીની અંદર શ્વાસ લેવા દે છે.[2]
કેટરપિલર લગભગ 4,000 સ્નાયુ ધરાવે છે (જેની તુલનાએ માનવમાં 629 સ્નાયુ હોય છે). તે પાછળના ખંડમાં સ્નાયુઓના સંકોચન દ્વારા રૂધિરને આગળના ખંડમાં આગળ ધકેલીને ટોર્સોનું પ્રલંબન કરીને હલન ચલન કરે છે. સરેરાશ કેટરપિલરમાં એકલા મસ્તક ખંડમાં 248 સ્નાયુ હોય છે.
કેટરપિલરની દ્રષ્ટિ સારી હોતી નથી. તેઓ તેમના મસ્તકના નીચેના ભાગમાં પ્રત્યેક બાજુએ છ ઝીણા નેત્ર છિદ્રો અથવા સ્ટેમાટાની શ્રેણી ધરાવે છે. તેઓ સારી રીતે કેન્દ્રિત થયેલું પરંતુ નબળી ગુણવત્તાવાળું ચિત્ર રચી શકે છે.[3] તેઓ તેમના માથાને અવારનવાર હલાવતા રાખે છે અને વસ્તુ, તેમાં પણ ખાસ કરીને છોડનું અંતર માપી શકે છે. તેઓ ખોરાક શોધવા માટે તેમના ટૂંકા સ્પર્શકો પર આધાર રાખે છે.
કેટલાક કેટરપિલરો ચોક્કસ આવૃત્તિએ કંપન શોધી શકે છે. કોમન હૂક-ટિપ શલભ, ડ્રેપના આર્ક્યુઆટા (ડ્રેપનોઇડી) તેમની પોતાની જાતિના સભ્યોથી જ પોતાના રેશમના માળાને બચાવવા ધ્વનિ પેદા કરે છે.[4] તેઓ છોડ દ્વારા કરાયેલા કંપનો શોધે છે હવાજન્ય ધ્વનિઓ શોધી શકતા નથી. ચેરીના પાંદડા પર રહેતા કેલોપ્ટિલિયા સેરોટિનેલ્લા પણ તેવી જ રીતે તેમના વીંટાને બચાવે છે.[5] ટેન્ટ કેટરપિલર તેમના પ્રાક્રૃતિક દુશ્મનના પાંખોના ફફડાટની આવૃત્તિના કંપનો ઓળખી શકે છે.[6]
ઇંચવોર્મ અથવા લૂપર્સ તરીકે ઓળખાતા જીયોમેટ્રિડ્સને તેઓ પૃથ્વીનું માપ લેતા હોય તેવા દેખાય છે માટે એવું નામ આપવામાં આવ્યું છે. (ગ્રીકમાં જીયોમેટ્રિડ નો અર્થ છે પૃથ્વી-માપક ). આવા અસામાન્ય પ્રચલન માટે અંતિમ ખંડ પરના ક્લાસ્પર સિવાયના લગભગ તમામ ઉપપાદ દૂર કરવાની પ્રક્રિયા જવાબદાર છે.
કેટરપિલરો મૃદુ દેહ ધરાવે છે જે નિર્મોચનો વચ્ચે ઝડપથી વૃદ્ધિ પામે છે. માત્ર મસ્તકનું આવરણ મજબૂત હોય છે. કેટરપિલરમાં અધોહનુ પાંદડા ચાવવા માટે દ્રઢ અને તીક્ષ્ણ હોય છે મોટા ભાગના પુખ્ત લેપિડોપ્ટેરામાં અધોહનુ ઘણા નાના અથવા નરમ હોય છે. કેટરપિલરના અધોહનુ પાછળ રેશમ કાંતવાનો અવયવ સ્પિનરેટ હોય છે.
હાયમનોપ્ટેરા (કીડી, માખી અને ભમરી) ગોત્રના કેટલાક ડિમ્ભક લેપિડોપ્ટેરાના કેટરપિલર જેવા દેખાઇ શકે છે. તે મોટે ભાગે સોફ્લાય કૂળમાં જોવા મળે છે અને ડિમ્ભક કેટરપિલરને મળતા આવે છે ત્યારે તેમને પ્રત્યેક ઉદરીય ખંડ પર ઉપપાદની હાજરી દ્વારા અલગ પાડી શકાય છે. લેપિડોપ્ટેરન કેટરપિલરનો વધુ એક તફાવત તે છે કે તેઓ ઉપપાદ પર ક્રોશેટ અથવા હૂક ધરાવે છે જ્યારે સોફ્લાય ડિમ્ભકમાં તેની ગેરહાજરી હોય છે. લેપિડોપ્ટેરન કેટરપિલરમાં પણ મસ્તકની આગળની બાજુએ વાય (y) આકારનું સીવન હોય છે.[3] મસ્તક આવરણ પર નોંધપાત્ર પ્રમાણમાં ઓસેલી ધરાવવાની બાબતમાં પણ સોફ્લાયના ડિમ્ભકથી અલગ પડે છે.
ઘણા પ્રાણીઓ કેટરપિલર પર નભે છે કારણકે તેઓ પ્રોટીનથી સમૃદ્ધ હોય છે, માટે જ કેટરપિલરે પોતાના બચાવ માટે વિવિધ રીત વિકસાવી છે. કેટરપિલરનો દેખાવ ઘણીવાર શિકારીને દૂર ભગાડે છે. તેના શરીરના કેટલાક ચિહ્નો અને ચોક્કસ ભાગ તેને ઝેરી અને કદમાં મોટું હોય તેવું બનાવે છે આમ તે જોખમી અને અખાદ્ય લાગે છે. જો કે કેટરપિલરના કેટલાક પ્રકાર ચોકકસ ઝેરી છે અને તેઓ એસિડની પિચકારી મારવાની શક્તિ ધરાવે છે.[સંદર્ભ આપો]
કેટલાક કેટરપિલરોને તેમના શરીના અંતિમ ભાગમાં "ચાબૂક જેવા" અવયવો જોડાયેલા હોય છે. કેટરપિલર માખીઓને ડરાવવા આ અવયવોને વારંવાર હલાવે છે.[7]
કેટરપિલરોએ ઠંડી, ગરમી અથવા સૂકી વાતાવરણીય સ્થિતિઓ જેવી ભૌતિક સ્થિતિઓ સામે પણ બચાવ વિકસાવ્યો છે. ગાયનાફોરા ગ્રોએનલાન્ડિકા જેવી કેટલીક આર્કટિક જાતિ સુષુપ્તાવસ્થામાં રહેવા ભૌતિક અનુકૂલન ઉપરાંત વિશેષ બાસ્કિંગ અને એકત્રિત વર્તણૂક ધરાવે છે[8].[9]
કેટલાક કેટરપિલર રહસ્યમય રંગના હોય છે અને તેઓ જે છોડ પર નભે છે તેને મળતા આવે છે. તેઓ એવા ભાગ પણ ધરાવે છે જે કાંટા જેવા છોડના ભાગની નકલ કરે છે. તેમનું કદ 1 mm (મિમી)થી માંડીને 3 ઇંચ સુધીનું હોય છે. કેટલાક કેટરપિલર પર્યાવરણમાં પદાર્થો જેવા દેખાય છે જેમ કે બર્ડ ડ્રોપિંગ્સ. કેટલાક કેટરપિલર રેશમની અટારીઓ, વિંટેલા પાંદડા અથવા પાંદડાની સપાટીઓની વચ્ચે માઇનિંગ કરીને નભે છે. નેમોરિયા એરિજોનારીયા કેટરપિલર ઓક કેટકિન્સ પર સ્પ્રિન્ગ ફીટમાં વૃદ્દિ પામે છે અને તેઓ લીલા રંગના દેખાય છે. સમર બ્રૂડ ઓક ટ્વિગ્સ જેવા દેખાય છે. ભેદીય વિકાસ ખોરાકમાં ટેનિન ઘટક સાથે જોડાયેલો છે.[10]
કેટરપિલર દ્વારા ઘણા આક્રમક આત્મરક્ષણના પગલાં લેવાય છે. આવા કેટરપિલર કાંટાળી રૂંવાટી અથવા છૂટી પાડી શકાય તેવી અણીવાળા સેટા જેવા લાંબા વાળ ધરાવે છે જે ત્વચા અથવા શ્લેષ્મ પટલમાં ખંજવાળ પેદા કરે છે.[3] કોયલ જેવા કેટલાક પક્ષીઓ રૂંવાટીવાળા કેટરપિલરને પણ ગળી જાય છે. સૌથી આક્રમક બચાવ અર્ટિકેટિંગ હેર તરીકે ઓળખાતા વિષ ગ્રંથીઓ સાથેના તીક્ષ્ણ વાળ છે. પ્રાણીઓમાં સ્વબચાવ માટેનું સૌથી શક્તિશાળી રક્ષણાત્મક રસાયણ વિષએ દક્ષિણ આફ્રિકાના રેશમ સુલભ લોનોમિયા દ્વારા પેદા કરાય છે. તે એવું શક્તિશાળી એન્ટિકોએન્ગ્યુલન્ટ છે જે માનવમાં હેમરેજ કરીને મૃત્યુ નિપજાવી શકે છે. (જુઓ લોનોમિયાસિસ)[11] આ રસાયણોનું સંભવિત તબીબી ઉપયોગ માટે પરિક્ષણ થઇ રહ્યું છે. અર્ટિકેટિંગ વાળની અસર મંદ ખંજવાળથી લઇને ત્વચાકોપ સુધીની હોય છે.
કેટલાક છોડે તૃણાહારી પ્રાણીઓથી પોતાની જાતને બચાવવા ઝેર વિકસાવ્યા છે પરંતુ કેટલાક કેટરપિલરે આ ઝેરની અસર બેઅસર રહે તેવો પ્રતિકારક વિકાસ હાંસલ કર્યો છે અને તેઓ આ ઝેરી છોડના પાંદડા ખાય છે. ઝેરથી બેઅસર રહેવા ઉપરાંત તેઓ તેને તેમના શરીરમાં જૂદું કાઢે છે અને તેમને શિકારી માટે વધુ ઝેરી બનાવે છે. પુખ્ત તબક્કાઓમાં પણ આ રસાયણો આગળ ધપે છે. સિનાબર શલભ, ટાયરિયા જેકોબેઇ અને મોનાર્ક ડેનૌસ પ્લેક્સિપસ જેવી કેટરપિલરની ઝેરી જાત ચળકતા પટ્ટા અથા કાળો, લાલ અને પીળો એવા ભયાનક રંગો સાથે પોતાની હાજરી સૂચવે છે. (જુઓ એપોસમેટિઝમ) આક્રમક બચાવ પ્રણાલી ધરાવતા કેટરપિલરને ખાવાનો પ્રયાસ કરતો કોઇ પણ શિકારી જોરદાર પાઠ શીખે છે અને ભવિષ્યમાં આવો પ્રયત્ન ટાળે છે.
કેટલાક કેટરપિલર હુમલો કરનાર દુશ્મનમાં એસિડિક પાચન અંતઃસ્ત્રાવની ઉલટી કરાવી દે છે. કેટલાક પેપિલિયનિડ ડિમ્ભક ઓસ્મેટેરિયા તરીકે ઓળખાતી ગ્રંથીમાંથી દુર્ગંધ પેદા કરે છે.
કેટરપિલરો રેશમની રેખાનો ઉપયોગ કરીને અથવા વિક્ષેપિત થવા પર શાખા પરથી નીચે પડીને શિકારીના હુમલામાંથી બચી શકે છે.
કેટલાક કેટરપિલર કીડી સાથે પોતાની જાતને જોડીને રક્ષણ મેળવે છે. લિકેનિડ પતંગિયા આ માટે સારી રીતે જાણીતા છે. તેઓ તેમનો બચાવ કરનાક કીડી સાથે કંપન તેમજ રસાયણિક સાધનો દ્વારા સંચાર કરે છે અને તેમને બદલામાં ખોરાક પુરો પાડે છે.[12]
કેટલાક કેટરપિલર ગ્રેગારીયસ છે. મોટા એગ્રિગેશન પરાવલંબન અને શિકારનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે એમ માનવામાં આવે છે.[13] ક્લસ્ટર એપોસિમેટિક કલરેશનના સિગ્નલનું વર્ધન કરે છે અને વ્યક્તિગત સિગ્નલ ગ્રૂપ રિગર્ગિટેશન અથવા ડિસ્પ્લેમાં ભાગ લઇ શકે છે.
કેટલપિલરને "ખાઉધરું મશિન" કહેવાય છે અને ખાઉધરાની જેમ પાંદડા ખાય છે. મોટા ભાગની જાતિ જેમ તેમનું શરીર વિકાસ પામે છે તેમ ચારથી પાંચ વખત તેમની ચામડી ઉતારે છે અને તેઓ તબક્કાવાર પુખ્ત રૂપમાં કોશિતીય થાય છે.[14] કેટરપિલર ખૂબ જ ઝડપી વૃદ્ધિ પામે છે દાખલા તરીકે, ટોબેકો હોર્નવોર્મ વીસ દિવસથી પણ ઓછા સમયગાળામાં તેનું વજન દસ હજાર ગણુ વધારી દે છે. તેમને આટલું બધુ ખાવા માટે સક્ષમ બનાવતું અનુકૂલન એ વિશેષ મિડગટમાં એક તંત્રવ્યવસ્થા છે જે આયનોનું ઝડપથી અવકાશિકા (મિડગટ ગુહા)માં પરિવહન કરે છે અને રૂધિરની તુલનાએ મિડગટ ગુહામાં પોટેશિયમનું સ્તર ઊંચું રાખે છે.[15]
મોટા ભાગના કેટરપિલર તૃણાહારી છે. કેટલાક કેટરપિલર છોડની એક જાત પુરતા મર્યાદિત છે જ્યારે અન્ય બહુભક્ષક હોય છે. ક્લોથ્સ શલભ સહિતના કેટલાક કેટરપિલર ખડકના ટુકડા પર નભે છે. મોટા ભાગના શિકારી કેટરપિલર અન્ય જંતુઓ, એફિડ, સ્કેલ જંતુઓ અથવા કીડી ડિમ્ભકના ઇંડા પર નભે છે. કેટલાક માંસાહારી છે અને અન્ય કેટલાક અન્ય જાતિના કેટરપિલર (દા.ત. હવાઇયન યુપિથેસિયા )નો શિકાર કરે છે.
અન્ય કેટલાક સિકાડસ અથવા લીફ હોપર્સ પર પરાવલંબી છે.[16] કેટલાક હવાઇયન કેટરપિલર હાયપોસ્મોકોમા મોલસ્કીવોરા ગોકળગાયને પકડવા રેશમની જાળનો ઉપયોગ કરે છે.[17]
ઘણા કેટરપિલર નિશાચર હોય છે. ઉદાહરણ તરીકે, (નોક્ટુઇડે કૂળના) "કટવોર્મ" દિવસે છોડના પાયામાં સંતાઇ રહે છે અને માત્ર રાત્રે ખાય છે.[18] જિપ્સી શલભ લિમાન્ટ્રીયા ડિસ્પાર ડિમ્ભક જેવા અન્ય કેટરપિલર તેમની ઘનતા અને ડિમ્ભકીય તબક્કાને આધારે તેમની પ્રવૃત્તિ શૈલી બદલે છે, પ્રારંભિક ઇનસ્ટાર્સ અને ઊંચી ઘનતાએ વધુ દૈનિક આહાર હોય છે.[19]
કેટરપિલર ભારે નુકસાન કરે છે, મુખ્યત્વે પાંદડા ખાઇને. મોનોકલ્ચર ખેતી પદ્ધતિઓ દ્વારા નુકસાનની શક્યતા વધી જાય છે જેમાં ખાસ કરીને વાવેતર હેઠળના યજમાન છોડમાં કેટરપિલરને અપનાવવામાં આવે છે. કોટન બોલવોર્મ પુષ્કળ નુકસાન પહોંચાડે છે. અન્ય જાતિઓ ખાદ્ય પાકને ખાય છે. જંતુનાશક દવાઓ, જૈવિક અંકુશ અને કૃષિશાસ્ત્રના ઉપયોગ મારફતે જંતુ અંકુશમાં કેટરપિલર મુખ્ય નિશાન હોય છે. કેટલીક જાતિઓએ જંતુનાશક દવાઓ સામે પ્રતિરોધકતા કેળવી લીધી છે. બેસિલસ થુરિન્જીન્સીસ માંથી મળતા બેક્ટેરીયલ ઝેર જે લેપિડોપ્ટેરાના આંત્રને અસર કરવા વિકાસ પામ્યા છે તેમનો બેક્ટેરીયલ બીજકણ, ઝેરી નિષ્કર્ષણના ઝેરી છંટકાવમાં ઉપયોગ થાય છે અને યજમાન છોડમાં પેદા કરવા જનીનને દાખલ કરવામાં આવે છે. સમય જતા આ અભિગમો કિટકોમાં પ્રતિકારક તંત્રની ઉત્ક્રાંતિ સાથે પરાસ્ત થયા છે.[20]
છોડ કેટરપિલર દ્વારા ખાવાની સામે પ્રતિકારક તંત્ર વિકસાવે છે જેમાં રાસાયણિક ઝેર અને વાળ જેવા ભૈતિક અવરોધોની ઉત્ક્રાંતિનો સમાવેશ થાય છે. છોડ ઉછેર દ્વારા હોસ્ટ પ્લાન્ટ રેઝિસ્ટન્સ (એચપીઆર (HPR)) દાખલ કરવું એ પાકના છોડ પર કેટરપિલરની અસર ઘટાડવા માટેનો વધુ એક અભિગમ છે.[21]
કેટલાક કેટરપિલરનો ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. રેશમ ઉદ્યોગ સિલ્કવોર્મ કેટરપિલર આધારિત છે.
કેટરપિલરના વાળ માનવ સ્વાસ્થ્યની સમસ્યાના કારણ માટે જાણીતા છે. કેટરપિલરના વાળ ઘણીવાર તેની અંદર ઝેર ધરાવતા હોય છે અને શુલભ અથવા પતંગિયાના લગભગ 12 કૂળ માનવને ગંભીર ઇજા પહોંચાડી શકે છે જે શિળસ ત્વચાકોપ અને એટોપિક દમથી લઇને ઓસ્ટિઓકોન્ડ્રિટિસ, વપરાશ કોએન્ગ્યુલોપેથી, મૂત્રપિંડ નિષ્ક્રિયતા, અનેઇન્ટ્રાસેરિબ્રલ હેમરેજનો સમાવેશ થાય છે.[22] ત્વચા વિસ્ફોટ બહુ સામાન્ય છે પરંતુ તેમાં ઘાતકતા પણ છે.[23] લોનોમિયા બ્રાઝિલમાં મૃત્યુનું અવારનવાર કારણ બને છે અને 1989 અને 2005ની વચ્ચે તેના 354 કેસ નોંધાયા હતા. તેની ઘાતકતા 20 ટકા સુધી છે જ્યારે ઇન્ટ્રાક્રાનિયલ હેમરેજને કારણે મોટે ભાગને મૃત્યુ થાય છે.[24]
કેરાટો કન્જક્ટિવાઇટિસ માટે પણ કેટરપિલરના વાળ જવાબદાર છે. કેટરપિલરના વાળના છેડે આવેલા તીક્ષ્ણ આંકડા નરમ પેશીઓમાં અને આંખની જેમ મ્યુકસ પટલમાં ફસાઇ શકે છે. આવી પેશીઓમાં ફસાયા બાદ તેને બહાર કાઢવું મુશ્કેલ હોય છે ઘણીવાર તે સમસ્યા વધારી દે છે કારણકે તે સમગ્ર પટલમાં ફેલાય છે.[25]
અંતર્દ્વાર રચનામાં તે મુખ્ય સમસ્યા છે. વાળ વેન્ટિલેશન સિસ્ટમ દ્વારા ઇમારતમાં સરળતાથી પ્રવેશી શકે છે અને અંતર્દ્વાર પર્યાવરણમાં ભેગા થઇ શકે છે કારણકે તેમનું નાનું કદ તેમને બહાર કાઢવું મુશ્કેલ બનાવે છે. આ સંચય અંતર્દ્વાર પર્યાવરણમાં માનવ સંપર્કનું જોખમ વધારે છે.[26]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.