ભારતીય રાજકારણી From Wikipedia, the free encyclopedia
અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને રાજકારણી છે[1] અને રાધનપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.[2] તેમણે ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેના અને OSS એકતા મંચની સ્થાપના કરેલ છે.
અલ્પેશ ઠાકોર | |
---|---|
બેઠક | રાધનપુર |
ધારાસભ્ય, રાધનપુર | |
પદ પર ડિસેમ્બર ૨૦૧૭ – ૫ જુલાઇ ૨૦૧૯ | |
ધારાસભ્ય, ગાંધીનગર દક્ષિણ | |
પદ પર ડિસેમ્બર ૨૦૨૨ – હાલમાં | |
અંગત વિગતો | |
જન્મ | એંદલા | 7 November 1975
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
તેમને કુટુંબમાં પત્ની કિરણ ઠાકોર [3]અને બે પુત્રો ઉત્સવ[4] અને અભય[સંદર્ભ આપો] છે.
કોંગ્રેસ પક્ષથી તેમણે પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું હતું. શંકરસિંહ વાઘેલા રચિત શક્તિ દળમાં યુવા આગેવાન રહ્યા. ૨૦૦૮માં કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ અને નિષ્ક્રિય થઈ ઠાકોર ચળવળમાં ભાગીદાર થયા. ૨૦૧૩માં ઠાકોરસેનાની સ્થાપના કરી. ૨૦૧૬માં પાટીદાર આંદોલનના પગલે oss એકતા મંચની સ્થાપના કરી. ૨૦૧૭ માં કોંગ્રેસમાં જોડાયા. ૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું[5][6] અને બનાસકાંઠામાં ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો. તેમણે કોંગ્રેસમાંથી આપેલ રાજીનામાંની જાણ પક્ષે વિધાનસભા સચિવને કરી અને જુલાઈના રોજ ભાજપમાં જોડાયા.[7] ઓક્ટોબર ૨૦૧૯ની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી તેમનો ૩૫૦૦ મતોથી પરાજય થયો હતો.[8][9][10] તેમણે ડિસેમ્બર ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પર વિજય મેળવ્યો હતો.
પરપ્રાંતીયો પર થયેલી હિંસામાં ક્ષત્રિય ઠાકોર સેનાના સદસ્યો પર ભડકાઉ નિવેદન કરવાના આરોપ લાગ્યા હતા.[11]
Seamless Wikipedia browsing. On steroids.