હોર્નબિલ ઉત્સવ દર વર્ષે ૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન, ઇશાન ભારતના નાગાલેન્ડમાં ઉજવાય છે. [1] તેને 'તહેવારોનો તહેવાર' કહેવામાં આવે છે.

Quick Facts હોર્નબિલ ઉત્સવ, અધિકૃત નામ ...
હોર્નબિલ ઉત્સવ
Thumb
હોર્નબિલ ઉત્સવ દરમિયાન ભારતના નાગાલેન્ડના નાગાઓ તેમના પરંપરાગત નૃત્યનો મહાવરો કરી રહ્યા છે
અધિકૃત નામહોર્નબિલ ફેસ્ટિવલ
ઉજવવામાં આવે છેનાગા આદિવાસી
પ્રકારસાંસ્કૃતિક
મહત્વનાગા વારસા અને પરંપરાઓની સમૃદ્ધિને પુનર્જીવિત કરવા, તેનું રક્ષણ કરવા, ટકાવી રાખવા અને પ્રોત્સાહન આપવા માટે
તારીખ૧ થી ૧૦ ડિસેમ્બર
આવૃત્તિવાર્ષિક
બંધ કરો

પૃષ્ઠભૂમિ

Thumb
ગ્રેટર ઇન્ડિયન હોર્નબિલ
Thumb
હોર્નબિલ ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન કચારી મહિલાઓ

નાગાલેન્ડ રાજ્ય અનેક જનજાતિઓનું ઘર છે, જેને પોતપોતાના અલગ અલગ ઉત્સવ છે. નાગાલેન્ડની ૬૦% થી વધુ વસ્તી કૃષિ પર આધારીત છે અને તેથી તેમના મોટાભાગના તહેવારો કૃષિની આસપાસ ગુંથાયેલા છે. નાગાલોકો તેમના તહેવારોને પવિત્ર માને છે, તેથી આ તહેવારોની ઉજવણી જરૂરી સમજે છે.[2]

આંતર આદિજાતિ ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહિત કરવા અને નાગાલેન્ડના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે, નાગાલેન્ડ સરકાર દર વર્ષે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં હોર્નબિલ ઉત્સવનું આયોજન કરે છે. પ્રથમ ઉત્સવ ૨૦૦૦માં યોજાયો હતો.[3]

આ તહેવારનું નામ મોટાકદના રંગીન વનપક્ષી ભારતીય હોર્નબિલ પરથી રાખવામાં આવ્યું છે, જેનો રાજ્યની મોટાભાગની જનજાતિઓની લોકવાયકામાં ઉલ્લેખ કરવામાં આવેલો છે.

ઉજવણીઓ

Thumb
નાગાલેન્ડના હોર્નબિલ ઉત્સવ દરમિયાન કિસામા ખાતે નાગા આદિવાસીઓ.

રાજ્યના પર્યટન વિભાગ તથા કલા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત, હોર્નબિલ ઉત્સવ એક જ મંચ પર સાંસ્કૃતિક પ્રદર્શનો દર્શાવે છે. આ તહેવાર સામાન્ય રીતે દર વર્ષે ૧ થી ૧૦ ડિસેમ્બરની વચ્ચે કોહિમા ખાતે ઉજવવામાં આવે છે. [3]

હોર્નબિલ ઉત્સવ કોહિમાથી લગભગ ૧૨ કિ.મી.ના અંતરે આવેલા નાગા હેરિટેજ વિલેજ, કિસામા ખાતે યોજવામાં આવે છે. નાગાલેન્ડની તમામ જનજાતિઓ આ ઉત્સવમાં ભાગ લે છે. ઉત્સવનો ઉદ્દેશ નાગાલેન્ડની સમૃદ્ધ સંસ્કૃતિને પુનર્જીવિત અને સુરક્ષિત કરવા અને તેની ઉડાઉ અને પરંપરાઓ પ્રદર્શિત કરવાનો છે.[1]

હોર્નબિલ ઉત્સવ મુલાકાતીઓ માટે નાગાલેન્ડના લોકો અને સંસ્કૃતિને નજીકથી જાણવાની તથા નાગાલેન્ડના ખોરાક, ગીતો, નૃત્યો અને રિવાજોનો અનુભવ કરવાની તક છે.[4]

૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કિસામાના નાગા હેરિટેજ વિલેજ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૮મા હોર્નબિલ ઉત્સવ અને નાગાલેન્ડ રાજ્યના રચના દિવસની ઉજવણીનું ઉદઘાટન કર્યું હતું.[5]

ઉત્સવની પ્રવૃત્તિઓ

અઠવાડિયા સુધી ચાલતા આ ઉત્સવમાં લોકો હસ્તકલા, રમતગમત, ફૂડ મેળાઓનો આનંદ માણે છે. પરંપરાગત કલાઓ જેવી કે ચિત્રકામ, કાષ્ઠકલા (લાકડાની કોતરણી) અને શિલ્પકૃતિઓના પ્રદર્શનો યોજાય છે.[6]


હોર્નબિલ ઉત્સવ નૃત્ય, પ્રદર્શન, હસ્તકલા, પરેડ, રમતો, ફૂડ મેળા અને ધાર્મિક સમારોહનું રંગીન મિશ્રણ પૂરું પાડે છે. આ તહેવાર આદિજાતિ લોકોની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરે છે અને ભારતના સંઘીય માળખામાં નાગાલેન્ડની ઓળખને અનન્ય રાજ્ય તરીકે મજબૂત કરે છે.[7]

આર્થિક સંભાવના

હોર્નબિલ ઉત્સવ રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વધારવામાં નોંધપાત્ર ફાળો આપી રહ્યો છે.[7] આ ઉત્સવ નાગાલેન્ડ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, તેના સાધનસંપન્ન સ્થાપત્ય અને નાગા આદિવાસીઓના જાતિગત વ્યંજનોની સમજને પ્રોત્સાહન આપે છે.[8]

ઉત્સવનું મેદાન

Thumb
હોર્નબિલ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ પર પરંપરાગત નૃત્ય કરી રહેલા નાગા જનજાતિ

કેમ્પિંગ સુવિધા

સ્થાનિક ટૂર ઓપરેટર કેમ્પ ઝિંગારોઝ દ્વારા હોર્નબિલ ઉત્સવની આસપાસના વિસ્તાર નજીક કેમ્પિંગ સુવિધા ઉપલબ્ધ છે.[9]

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.