હોમિયોપેથી
From Wikipedia, the free encyclopedia
હોમિયોપેથી અથવા સમચિકિત્સાવિજ્ઞાન એ એક ચિકિત્સાવિજ્ઞાન છે, કે જેને તેના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હૉનમાનના નામ પરથી 'હૉનમાનની ચિકિત્સાપદ્ધતિ' પણ કહેવામાં આવે છે. તે ઍલોપથી (allopathy) અને અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન છે. ગ્રીક શબ્દ 'homois' (એટલે like = સમ) અને 'pathos' (એટલે suffering = દર્દ) પરથી તેનું નામ હોમિયોપેથી આપવામાં આવ્યું છે.[1]