![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a2/Jack-o%2527-Lantern_2003-10-31.jpg/640px-Jack-o%2527-Lantern_2003-10-31.jpg&w=640&q=50)
હેલોવીન
તહેવાર / From Wikipedia, the free encyclopedia
હૅલોવીન (Halloween, અથવા Hallowe’en ) 31મી ઓક્ટોબરે ઉજવાતો તહેવાર છે. તેના મૂળ સેમહેઇનના સેલ્ટિક તહેવાર અને ઓલ સેન્ટ્સ ડેના ખ્રિસ્તી પવિત્ર દિવસમાં છે. તે મોટે ભાગે એક બિનસાંપ્રદાયિક ઉજવણી છે, પરંતુ કેટલાક ખ્રિસ્તીઓ અને મૂર્તિપૂજકોએ તેના ધાર્મિક અર્થો અંગે તીવ્ર લાગણીઓ વ્યક્ત કરી છે. [1][2][3] આઇરિસ વસાહતીઓ આયર્લેન્ડના 1846ના મહાન દુકાળ વખતે આ પરંપરાના પ્રકારો ઉત્તર અમેરિકા લઈ ગયા હતા. [4] આ દિવસ સામાન્યપણે નારંગી અને કાળા રંગ સાથે સંકળાયેલો છે અને જેક-ઓ-લેન્ટર્ન જેવા પ્રતીકો સાથે ગાઢપણે જોડાયેલો છે. હેલોવીન પ્રવૃત્તિઓમાં ટ્રિક-ઓર-ટ્રીટિંગ, ઘોસ્ટ ટુર્સ, બોનફાયર, વેશપરિધાન મિજબાનીઓ, ભૂતિયા આકર્ષણોની મુલાકાત લેવી, જેક-ઓ-લેન્ટર્ન કોતરવા, ડરામણી કથાઓ વાંચવી અને હોરર મુવી જોવાનો સમાવેશ થાય છે.
Quick Facts Halloween, બીજું નામ ...
બંધ કરો