હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ
From Wikipedia, the free encyclopedia
ઢાંચો:HPBooks બ્રિટીશ (British)લેખિકા જે કે રોઉલિંગ (J. K. Rowling) દ્વારા લખવામાં આવેલી હેરી પોટર (Harry Potter) નવલકથાની સાતમી અને અંતિમ નવલકથા હેરી પોટર અને ધ ડેથ હેલોવ છે. 21 જુલાઈન 2007ના રોજ આ પુસ્તક રીલીઝ થયું જે 1997માં શરૃ થયેલી હારમાળાનો અંત હતો. પહેલું પુસ્તક હતું હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન (Harry Potter and the Philosopher's Stone)આ બુકમાં હેરી પોટર અને હાફ બ્લ્ડ પ્રિન્સ (Harry Potter and the Half-Blood Prince)ની 2005ની વાર્તાને આગળ વધારવામાં આવી છે અને અંતે લોર્ડ વોલ્ડેમોર્ટ (Lord Voldemort) અને હેરી પોટર (Harry Potter) વચ્ચે સંધર્ષ થાય છે.
બ્લુમ્સબરી પબ્લિશિંગ (Bloomsbury Publishing) દ્વારા ડેથલી હેલોવ યુનાઈટેડ કિંગ્ડમમાં પ્રગટ કરવામાં આવી રહી છે જ્યારે અમેરિકામાં સ્કોલાસ્ટીક (Scholastic)દ્વારા, કેનેડામાં રેઈનકોસ્ટ બુક્સ (Raincoast Books) દ્વારા અને ઓસ્ટ્રેલિયા તેમજ ન્યુઝીલેન્ડમાં એલેન અને અનવીન (Allen & Unwin) દ્વારા રીલીઝ કરવામાં આવી રહી છે. 93 દેશોમાં પ્રકાશિત કરવામાં આવેલી ડેથલી હેલોવે ઝડપથી વેચાતા પુસ્તકનો રેકોર્ડ તોડી દીધો છે. બુક રીલીઝ થયાના 24 કલાકની અંદર જ તેની 11 મિલિયન(એક કરોડ 10 લાખ) કોપીઓ વેંચાઈ ગઈ હતી. આ પહેલાનો રેકોર્ડ હાફ બ્લ્ડ પ્રિન્સના નામે હતો. આ બુકની પહેલા દિવસે નવ મિલિયન નકલો ખપી ગઈ હતી. [1]આ ઉપરાંત ધ ડેથલી હેલોવનો વિશ્વની અલગ અલગ ભાષાઓમાં અનુવાદ થયો છે. જેમાં યુક્રેનિયન (Ukrainian),[2]સ્વિડીશ (Swedish), [3]પૉલીસ (Polish) [4]અને હિન્દી ભાષા (Hindi)નો સમાવેસ થાય છે. [5]