બીજા વિશ્વયુદ્ધના અંત સમયે પરમાણું હથિયારોનો ઉપયોગ From Wikipedia, the free encyclopedia
1945માં બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કા દરમ્યાન, યુનાઈટેડ સ્ટેટ્સે જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર બે અણુબૉમ્બ ઝીંકયા હતા. જાપાનનાં 67 શહેરો પર સતત છ મહિનાઓ સુધી સઘન વ્યૂહાત્મક અગન-ગોળાઓના વરસાદ પછી પણ, જાપાન સરકાર પોટ્સડેમ ઘોષણાપત્ર દ્વારા આપવામાં આવેલા આખરી ચેતવણીઅવગણી રહી હતી. રાષ્ટ્રપ્રમુખ હૅરી એસ. ટ્રુમૅનના વહીવટી આદેશથી, ઑગસ્ટ 6, 1945ના, સોમવારના યુનાઈટેડ સ્ટેટ્સે હિરોશિમા શહેર પર "લિટલ બૉય" નામનું અણુશસ્ત્ર ઝીંકયું [1][2] અને તેના પછી ઑગસ્ટ 9ના નાગાસાકી પર "ફૅટ મૅન" નામના અણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો. યુદ્ધમાં અણુશસ્ત્રો સક્રિયપણે વપરાયાનું એક માત્ર ઉદાહરણ આ બે ઘટનાઓ જ છે.[3] જાપાનનું દ્વિતીય લશ્કરી વડુમથક તેમ જ પ્રત્યાયનનું કેન્દ્ર અને સંગ્રહમથક ધરાવતા હિરોશિમા શહેરને તેના સારા એવા લશ્કરી મહત્ત્વને જોઈને પસંદ કરવામાં આવ્યું હતું.[4] અણુબૉમ્બ ફેંકાયાના પ્રથમ બેથી ચાર મહિનાઓ દરમ્યાન, તેની સીધી અસરથી હિરોશિમામાં 90,000–166,000 લોકો અને નાગાસાકીમાં 60,000–80,000 લોકો મૃત્યુ પામ્યા,[5] જે અણુબૉમ્બ વિસ્ફોટના પ્રથમ દિવસે દરેક શહેરમાં થયેલાં મૃત્યુ કરતાં ભાગ્યે અડધાં જેટલાં હતાં. હિરોશિમાના આરોગ્યના મુદ્દતી વિભાગના અનુમાન અનુસાર, વિસ્ફોટ થયો તે દિવસે માર્યા ગયેલા લોકોમાંથી, 60% લોકો આગના ભડકા અથવા જયોતથી દાઝવાથી, 30% લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી અને 10% લોકો અન્ય કારણોથી મર્યા હતા. એ પછીના મહિનાઓમાં, દાઝવાની અસરથી, [કિરણોત્સર્ગથી પ્રેરિત માંદગી]રેડીયેશન કેન્સર અને અન્ય ઈજાઓ સાથે બીમારી સંકળાવાના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. વધુ વાજબી અનુમાન મુજબ તત્કાળ અને ટૂંકા ગાળામાં નીપજેલાં કુલ મૃત્યુમાંથી, 15–20% કિરણોત્સર્ગથી પ્રેરિત માંદગીના કારણે, 20–30% આગના ભડાકાઓનો ભોગ બનાવાને કારણે અને 50–60% અન્ય ઈજાઓ સાથે માંદગીના લપેટામાં આવ્યા હોવાને કારણે મૃત્યુ પામ્યા હતા.[6] બંને શહેરોમાં, મૃતકોમાંથી મોટા ભાગના સામાન્ય નાગરિકો હતા.[7][8][9]
નાગાસાકી પર થયેલા વિસ્ફોટના છ દિવસ પછી, ઑગસ્ટ 15ના, જાપાને મિત્ર રાષ્ટ્રો સામે નમતું જોખીને પોતાની શરણાગત થવાની જાહેરાત કરી, અને સપ્ટેમ્બર 2ના શરણાગતિના સ્વીકૃતિપત્ર પર હસ્તાક્ષર કરીને, પૅસિફિક યુદ્ધ અને તેથી કરીને બીજા વિશ્વયુદ્ધ પર અધિકૃત રીતે પૂર્ણવિરામ મૂકયું. મે 7ના જર્મનીએ તેના શરણાગતિના સ્વીકૃતિપત્ર પર હસ્તાક્ષર કર્યા અને એ રીતે યુરોપમાં યુદ્ધ પર પૂર્ણવિરામ મુકાયું. કંઈક અંશે વિસ્ફોટોના કારણે, યુદ્ધ-પછી જાપાને અણુશસ્ત્ર-સરંજામને પ્રતિબંધિત કરતાં ત્રણ બિન-આણ્વિક સિદ્ધાન્તો અપનાવ્યા.[10] જાપાનની શરણાગતિ પાછળ અણુબૉમ્બમારાની ભૂમિકા અને તે માટે યુ.એસ.નું નૈતિક સ્પષ્ટીકરણ, તેમ જ તેમનું વ્યૂહાત્મક મહત્ત્વ જેવી બાબતો હજી પણ વિવાદિત છે.[11][12]
મેનહટન પ્રોજેકટ કહેવામાં આવતા પ્રોજેકટ અંતર્ગત, યુનાઈટેડ સ્ટેટ્સે, યુનાઈટેડ કિંગડમ અને કૅનેડાની ભાગીદારીમાં, તેમના અનુક્રમે ટ્યુબ ઍલોઈઝ અને ચાક રિવર લેબોરેટરીઝ નામના ગુપ્ત પ્રોજેકટો સાથે મળીને,[13][14] પ્રથમ આણ્વિક બૉમ્બ ડિઝાઈન કર્યા અને બનાવ્યા. અમેરિકન ભૌતિકવિજ્ઞાની જે. રોબર્ટ ઓપેનહેઈમર આ વૈજ્ઞાનિક સંશોધનને નિર્દેશિત કરી રહ્યા હતા અને આ સમગ્ર પ્રોજેકટ યુ.એસ. આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના જનરલ લેસ્લી ગ્રુવ્સની સત્તા હેઠળ હતો. હિરોશિમા પર નંખાયેલો બૉમ્બ, "લિટલ બૉય" એક તોપમાંથી નાખી શકાય તેવા પ્રકારનો બૉમ્બ હતો, જેને યુરેનિયમના દુર્લભ રાસાયણિક મૂળતત્ત્વને ખેંચવાથી મળતાં યુરેનિયમ-235નો ઉપયોગ કરીને ઓક રિજ, તેનિસીના વિશાળકાય કારખાનાઓમાં બનાવવામાં આવ્યો હતો. 16 જુલાઈ 1945ના, આલમોગોર્ડો, ન્યૂ મૅકિસકો નજીક, ટ્રિનિટી સાઈટ પર આ અણુબૉમ્બનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષણ માટેનું શસ્ત્ર, "ધ ગેજેટ," અને નાગાસાકી પર નાખવામાં આવેલો, "ફૅટ મૅન" બૉમ્બ, એ બંને અંદરની તરફ સ્ફોટ થાય તે પ્રકારનાં શસ્ત્રો હતાં, જેમને મુખ્યત્વે હૅનફોર્ડ, વૉશિંગ્ટન ખાતે ન્યુકિલઅર રિએકટરમાં બનાવેલા એક કૃત્રિમ ઘટક, પ્લુટોનિયમ-239નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં હતાં.[15]
મે 10–11, 1945ના, લોસ અલામોસ ખાતે જે. રોબર્ટ ઓપેનહેઈમરની આગેવાનીમાં ટાર્ગેટ કમિટીએ કયોટો, હિરોશિમા, યોકોહામા, અને કોકુરા ખાતેના શસ્ત્રાગારની સંભવિત લક્ષ્યો તરીકે ભલામણ કરી. લક્ષ્યની પસંદગી નીચેના માપદંડો પર આધારિત હતીઃ
બૉમ્બમારાના રાતના છાપાઓમાંથી આ શહેરોને મોટા ભાગે બાકાત રાખવામાં આવ્યાં હતાં અને શસ્ત્રનું ચોક્કસ મૂલ્યાંકન મેળવી શકાય તે માટે તેમને પોતાની લક્ષ્ય યાદીમાંથી પડતા મૂકવા માટે આર્મી ઍર ફોર્સ સહમત થયું હતું. હિરોશિમાનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું હતું- "એક મહત્ત્વનું લશ્કરી થાણું અને શહેરી ઔદ્યોગિક વિસ્તારની વચ્ચોવચ આવેલું વહાણો માટેના અગત્યનું બંદર. એ એક સારું રડાર લક્ષ્ય છે અને એ એવડા કદનું છે કે જેથી શહેરના મોટા ભાગને વ્યાપક નુકસાન પહોંચાડી શકાય. તેને અડીને ટેકરીઓ છે જે સંભવતઃ વધુ કેન્દ્રિત અસર નીપજાવશે, જેથી વિસ્ફોટથી પહોંચનારું નુકસાન ઘણા પ્રમાણમાં વધશે. નદીઓના કારણે તે સારી આગ ભડકાવે તેવું લક્ષ્ય નથી."[16] શસ્ત્રનો હેતુ જાપાનને પોટ્સડેમ ઘોષણાપત્રની શરતો માટે બિનશરતી શરણાગતિ સ્વીકારવા માટે સહમત કરવાનો હતો. લક્ષ્ય સમિતિએ કહ્યું હતું કે "લક્ષ્યની પસંદગીમાં માનસિક પરિબળો બહુ અગત્યના હતા એ સ્વીકારવામાં આવ્યું હતું. તેના બે પાસાં છે (૧) જાપાનને માનસિક રીતે પૂરેપૂરું ભાંગી નાખવું અને (૨) જયારે તેના વિશે જાહેર કરવામાં આવે ત્યારે શસ્ત્રના પ્રારંભિક ઉપયોગથી પૂરતો ખળભળાટ ઊભો થાય અને શસ્ત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. કયોટો લશ્કરી ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર હોવા બદલ, તેમ જ એક બૌદ્ધિક કેન્દ્ર હોવાથી શસ્ત્રના આશયને વધુ સારી રીતે પારખી શકે, એ રીતે જોતાં કયોટો પણ સારું લક્ષ્ય હતું. ટોકયોમાં સમ્રાટનો મહેલ બીજા કોઈ પણ લક્ષ્ય કરતાં વધુ પ્રસિદ્ધિ આપી શકે તેમ હતો, પણ વ્યૂહાત્મક રીતે તેનું મૂલ્ય સૌથી ઓછું હતું.[16]
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન, યુ.એસ. સૈન્યની ગુપ્તચર સેવામાં જાપાનના નિષ્ણાત તરીકે એડવિન ઓ. રિઈસચર હતા, અને એ ભૂમિકાએ તેમણે કયોટો પર બૉમ્બમારો કરવાને ખોટી રીતે અટકાવવાનું સૂચવ્યું હતું.[17] પોતાની આત્મકથામાં, રિઈસચરે આ દાવાની સત્યતાને ચોક્કસરૂપે રદિયો આપ્યો હતોઃ
જુલાઈ 26ના, ટ્રુમૅન અને અન્ય સંગઠિત આગેવાનોએ જાપાન માટે શરણાગતિની શરતોની રૂપરેખા આપતું પોટ્સડેમ ઘોષણાપત્ર બહાર પાડ્યું. તેને આખરી ચેતવણી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં લખ્યું હતું કે જો જાપાન શરણાગતિ નહીં સ્વીકારે તો, મિત્ર રાષ્ટ્રો જાપાન પર હુમલો કરશે, અને તેનું પરિણામ "જાપાનનાં લશ્કરી દળોના અનિવાર્ય અને સંપૂર્ણ વિનાશમાં આવશે અને તેથી જાપાની ભૂમિ અનિવાર્યપણે સદંતર ઉજ્જડ બનશે". આ સરકારી પત્રમાં અણુબૉમ્બનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જુલાઈ 28ના, જાપાની સમાચારપત્રોમાં જાપાન સરકારે આ ઘોષણાપત્ર નકારી દીધાના અહેવાલો છપાયા. એ દિવસે બપોરે, વડાપ્રધાન કાન્તારો સુઝુકીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેર કર્યું કે પોટ્સડેમ ઘોષણાપત્ર, કારિઓ ઘોષણાપત્રની પુનરુકિત (યાકિનાઓશી ) સિવાય કશું જ નથી અને સરકારે તેની ઉપેક્ષા કરવાનું ધારે છે (મોકુસાત્સુ અર્થાત્ "ચુપકીદી સેવીને મારવું").[19] જાપાની અને વિદેશી બંને વર્તમાનપત્રોએ આ વિધાનને ઘોષણાપત્રના સ્પષ્ટ અસ્વીકાર તરીકે દર્શાવ્યું. બંધનવિહીન જાપાની શાંતિ સૂચનાઓ અંગે સોવિયેતના પ્રત્યુત્તરની રાહ જોતા સમ્રાટ હિરોહિતોએ, સરકારનો આ નિર્ણય બદલવા માટે કોઈ પગલું ન ઉઠાવ્યું.[20] જુલાઈ 31ના, તેમણે પોતાના સલાહકાર કોઈચી કિડોને સ્પષ્ટ કર્યું કે જાપાન સામ્રાજયનાં રાજચિહ્નોનું કોઈ પણ ભોગે રક્ષણ થવું જોઈએ.[21]
જુલાઈના પ્રારંભમાં, પોતાની પોટ્સડેમની સફરના રસ્તામાં, ટ્રુમૅને બૉમ્બ વાપરવાના નિર્ણયનું ફેર-પરીક્ષણ કર્યું. અંતે, ટ્રુમૅને જાપાન પર અણુબૉમ્બ નાખવાનો નિર્ણય લીધો. તેમના કહ્યા અનુસાર બૉમ્બમારાના આદેશ પાછળ, વિનાશ વેરીને અને વધુ વિનાશનો પૂરતો બળવાન ભય પેદા કરીને, જાપાને શરણાગતિ સ્વીકારવી જ પડે એવી સ્થિતિ સર્જવાનો, અને એમ કરીને યુદ્ધનો ઝડપી ઉકેલ લાવવાનો હેતુ હતો.[22]
હિરોશિમા પર બૉમ્બમારો થયો તે વખતે, તે કંઈક અંશે ઔદ્યોગિક અને લશ્કરી મહત્ત્વ ધરાવતું શહેર હતું. તેની નજીક અનેક લશ્કરી છાવણીઓ હતી, જેમાં પાંચમા વિભાગનું વડુમથક અને સમગ્ર દક્ષિણ જાપાનના રક્ષણ માટેના આદેશો આપતા ફિલ્ડ માર્શલ શુનરોકુ હાતાનું દ્વિતીય જનરલ લશ્કરી વડુમથક પણ આવેલું હતું. જાપાની લશ્કર માટે હિરોશિમા ગૌણ પુરવઠો પૂરો પાડનાર અને સવલતોની ગોઠવણી કરનાર થાણું હતું. આ શહેર સંચાર કેન્દ્ર, સંગ્રહમથક અને પાયદળો માટેનો એકત્રિત થવાનો વિસ્તાર હતું. તે અમેરિકન બૉમ્બમારામાંથી જાણીજોઈને બાકાત રાખવામાં આવેલાં કેટલાંક જાપાની શહેરોમાંનું એક હતું, જેથી ત્યાં અણુબૉમ્બથી ફેલાતા નુકસાનને સ્પષ્ટપણે માપી શકાય.[23][24]
શહેરની મધ્યમાં કેટલીક પ્રબલિત કૉંક્રીટની ઈમારતો અને કેટલાંક હળવાં માળખાંઓ હતાં. મધ્યવિસ્તારની બહાર, જાપાની વસાહતોની વચ્ચે ઊભી કરવામાં આવેલી નાની નાની કાષ્ઠશાળાઓ વિસ્તારને ગીચ બનાવતી હતી. શહેરના છેવાડાની નજીક થોડાંક મોટાં ઔદ્યોગિક એકમો આવેલાં હતાં. ઘરો લાકડાંના બનેલાં અને નળિયાવાળાં છાપરાં ધરાવતાં હતાં, અને ઘણી ઔદ્યોગિક ઈમારતો પણ આ રીતે લાકડાના માળખાની આસપાસ બનાવેલી હતી. એકંદરે આખું શહેર, આગ માટે ભારે સંવેદનશીલ ગણાય એવું હતું. યુદ્ધ પહેલાંના સમયમાં હિરોશિમાની વસતિ 381,000 જેટલી ટોચે પહોંચી હતી, પણ યુદ્ધ વખતે જાપાની સરકારના શહેર ખાલી કરવાના પદ્ધતિસરના આદેશના કારણે અણુબૉમ્બમારા પહેલાં તેની વસતિમાં એકધારો ઘટાડો થયો હતો. હુમલો કરવામાં આવ્યો તે વખતે તેની વસતિ આશરે 340,000–350,000 જેટલી હતી.[5] અધિકૃત દસ્તાવેજો બળી ગયા હોવાથી, વસતિના ચોક્કસ આંકડા બાબતે અચોક્કસતા પ્રવર્તે છે.
ઑગસ્ટ 6ના પહેલા અણુ બૉમ્બમારાના મિશનનું મુખ્ય નિશાન હિરોશિમા હતું, અને કોકુરા અને નાગાસાકીને વૈકલ્પિક નિશાન તરીકે રાખવામાં આવ્યા હતાં. વાદળાંના કારણે પહેલાં નિશાન અસ્પષ્ટ બન્યું હોવાથી ઑગસ્ટ 6ની તારીખ પસંદ કરવામાં આવી હતી. જાપાનથી આશરે છ કલાકના ઉડાન સમય જેટલા દૂરથી, પશ્ચિમ પેસિફિકમાં ટિનિયન પર આવેલા નોર્થ ફિલ્ડ ઍરબૅઝ પરથી, 393d બૉમ્બાર્ડમેન્ટ સ્કવોર્ડન B-29 ઈનોલા ગે , પાયલટ અને કપ્તાન તરીકે 509મા કમ્પોસાઈટ ગ્રૂપના કમાન્ડર કર્નલ પૉલ ટિબ્બેટ્સની આગેવાનીમાં ઊડ્યું. ઈનોલા ગે (જેને કર્નલ ટિબ્બેટનાં માતાની યાદમાં નામ આપવામાં આવ્યું હતું) સાથે બીજા બે B29 હતાં. એક હતું કપ્તાન તરીકે મેજર ચાર્લ્સ ડબ્લ્યુ. સ્વીનીની આગેવાનીમાં ધ ગ્રેટ આર્ટીસ્ટે , જેમાં સાધનસામગ્રી હતી; અને તેના પછી કૅપ્ટન જયોર્જ મારકવાર્ડટની આગેવાનીમાં બીજું નામવિહોણું ઍરક્રાફટ(તસવીર માટેનું ઍરક્રાફટ), જેને પાછળથી નેસેસરી ઈવિલ નામ આપવામાં આવ્યું હતું.[25]
ટિનિયન છોડ્યા પછી દરેક ઍરક્રાફટ અલગ થઈને આઈવો જિમા પહોંચ્યા જયાં તેઓ તેમના સંકેતસ્થાન 2,440 meters (8,010 ft) પર મળ્યા અને જાપાન માટે આગળ ધપ્યા. 9,855 meters (32,333 ft) સમયે એરક્રાફટ સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થતા નિશાન પર પહોંચ્યું. ટૅક ઓફ કરતી વખતે જોખમ લઘુત્તમ કરવા માટે જે બૉમ્બને વિફળ બનાવવામાં આવ્યો હતો તેને સફર દરમ્યાન, નૌકાદળના કૅપ્ટન વિલિયમ પાર્સન્સે શસ્ત્રસજ્જ કર્યો હતો. તેમના મદદનીશ, દ્વિતીય લેફટનન્ટ મોરિસ જેપ્પસને, નિશાનના વિસ્તાર પર પહોંચવાની 30 મિનિટ પહેલાં બૉમ્બનાં સલામતી સાધનોને દૂર કર્યાં હતાં.[26]
બૉમ્બમારાના એકાદ કલાક અગાઉ, જાપાનના વહેલી ચેતવણી આપનારા રડારે જાપાનના દક્ષિણ હિસ્સા તરફ આગળ વધતાં કેટલાંક અમેરિકન ઍરક્રાફટની સૂચના આપી. તરત સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી અને ઘણાં શહેરોમાં, જેમાંનું એક હિરોશિમા હતું, રેડિયો પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું. લગભગ 08:00 વાગ્યે, હિરોશિમાના રડાર સંચાલકે આવી રહેલાં વિમાનોની સંખ્યા બહુ ઓછી હોવાનું - સંભવતઃ ત્રણથી વધુ નહીં હોવાનું જણાવ્યું- અને તેના પછી હવાઈ હુમલાની ચેતવણી ઉઠાવી લેવામાં આવી. ઈંધણ અને ઍરક્રાફટ બચાવવાની ગણતરીએ, જાપાનીઓએ નાની લશ્કરી વ્યૂહરચનાને રસ્તામાં વચ્ચે જ તોડી પાડવાનું મુનાસિબ ન માન્યું. લોકોને રેડિયો પ્રસારણથી સામાન્ય ચેતવણી આપવામાં આવી કે જો B-29 ખરેખર જોવા મળે તો હવાઈ-હુમલાથી બચી શકાય તેવા આશ્રયસ્થાનોએ રહેવું હિતાવહ છે, પણ અમુક પ્રકારની લશ્કરી તપાસ ઉપરાંત કોઈ હુમલો અપેક્ષિત લાગતો નથી.[સંદર્ભ આપો]બરાબર 08:15 વાગ્યે (હિરોશિમા સમય) આયોજન મુજબ, [[ગુરુત્વાકર્ષણ આધારિત "લિટલ બૉય" તરીકે જાણીતો બૉમ્બ]], જે એક [[તોપગોળા-પ્રકારનું યુરેનિયમ-235નું 60 kilograms (130 lb) સહિતનું દ્વિભાજિત થતું શસ્ત્ર]] હતું, તે નાખવામાં આવ્યું, અને યુએસ ઊર્જા વિભાગની વેબસાઈટ અનુસાર, એ બૉમ્બને ઍરક્રાફટમાંથી શહેર પર 1,900 feet (580 m) જેટલી પૂર્વનિશ્ચિત ઊંચાઈએ વિસ્ફોટ થતાં 43 સેકન્ડ લાગી હતી.[28] સાઈટ એવી માહિતી પણ આપે છે કે વિસ્ફોટનાં આઘાત મોજાંઓ ઍરક્રાફટને અનુભવાયા તે પહેલાં ઍરક્રાફટ 11.5 માઈલ જેટલું દૂર જતું રહ્યું હતું.
ત્રાંસો પવન હોવાના કારણે, તે લક્ષિત સ્થાન, એઈઓઈ બ્રિજ(Aioi Bridge) લગભગ 800 feet (240 m) અંતરેથી ચૂકી ગયો અને સીધો જ શિમા સર્જિકલ કિલનિક પર ફાટ્યો.[29] તેનાથી લગભગ 13 kilotons of TNT (54 TJ) જેટલો સ્ફોટ થયો. (U-235 શસ્ત્રને અત્યંત બિનકાર્યક્ષમ માનવામાં આવે છે, કારણ કે તેની માત્ર 1.38% જેટલી સામગ્રી જ દ્વિભાજિત થાય છે.)[30] કુલ વિનાશનો વ્યાસ લગભગ એકાદ માઈલ જેટલો (1.6 કિ.મી.) હતો, જેના પરિણામે 4.4 square miles (11 km2) જેટલા વિસ્તારમાં આગ લાગી હતી.[31] અમેરિકા અનુમાન પ્રમાણે શહેરનો 4.7 square miles (12 km2) જેટલો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો. જાપાની અધિકારીઓએ નુકસાનની માત્રા નિશ્ચિત કરતાં જણાવ્યું હતું કે હિરોશિમાનાં 69% બિલ્ડીંગો ધરાશાયી થયાં હતાં અને બાકીના 6–7%ને નુકસાન પહોંચ્યું હતું.[6]
હિરોશિમાના 70,000–80,000 લોકો, અથવા લગભગ 30% વસતિ, તત્કાળ મરણ પામ્યાં હતાં, અને બીજા 70,000 લોકો ઘાયલ થયા હતા.[32] હિરોશિમામાં હાજર એવા 90%થી વધુ ડૉકટરો અને 93%થી વધુ નર્સો કાં તો માર્યાં ગયાં હતાં કે ઘાયલ થયાં હતાં - તેમાંના મોટા ભાગના શહેરના મુખ્ય વિસ્તારમાં હતા, જયાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું.[33] યુનાઈટેડ સ્ટેટ્સે સામાન્ય નાગરિકોને જાપાનનાં 35 શહેરો પર, જેમાં હિરોશિમા અને નાગાસાકી સામેલ હતાં, હવાઈ હુમલાની ચેતવણી આપતાં ફરફરિયાં વેર્યાં હોવા છતાં,[34] હિરોશિમાના રહેવાસીઓને અણુબૉમ્બની કોઈ સૂચના આપવામાં આવી નહોતી.[35][36][37]
જાપાની બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના ટોકયો કંટ્રોલ ઓપરેટરે નોંધ્યું કે હિરોશિમા સ્ટેશન સાથેનો હવાઈ સંપર્ક ખોરવાઈ ગયો છે. તેણે બીજી એક ટેલિફોનની લાઈન થકી પોતાનો કાર્યક્રમ ફરીથી સ્થાપવાની કોશિશ કરી, પણ તે પણ ખોરવાઈ ચૂકી હતી.[38] લગભગ 20 મિનિટ પછી, ટોકયોના રેલમાર્ગ ટેલિગ્રાફ કેન્દ્ર (તાર સેવા)ને ખબર પડી કે ટેલિગ્રાફની મુખ્ય લાઈન હિરોશિમાની બરાબર ઉત્તરેથી કામ કરતી અટકી ગઈ છે. શહેરથી 16 કિ.મી. (10 માઈલ)ની અંદર આવેલાં કેટલાંક નાનાં રેલવે થોભવાનાં સ્થાનો પરથી હિરોશિમામાં ભયંકર વિસ્ફોટ થયો હોવાના અનધિકૃત અને ગૂંચવાયેલા-ગભરાયેલા અહેવાલો મળ્યા. આ તમામ અહેવાલોને શાહી જાપાની સેનાના જનરલ સ્ટાફના વડામથક પર પહોંચાડવામાં આવ્યા. લશ્કરી છાવણીઓએ વારંવાર હિરોશિમાના આર્મી કંટ્રોલ સ્ટેશનનો સંપર્ક કરવાની કોશિશ કરી. શહેર તરફથી સંદતર ચૂપકીદીથી વડામથકોનાં માણસોને આશ્ચર્ય થતું હતું; તેમની જાણ પ્રમાણે શત્રુ તરફથી કોઈ મોટો હુમલો થયો નહોતો અને એ વખતે હિરોશિમામાં બહુ મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો પણ સંગ્રહિત નહોતો. જાપાની જનરલ સ્ટાફના એક યુવાન અધિકારીને તરત હવાઈ માર્ગે હિરોશિમા જવાની અને ત્યાં જઈને પહોંચેલા નુકસાનનું સર્વેક્ષણ કરીને, સ્ટાફ માટે પૂરતી વિશ્વસનીય માહિતી લઈને ટોકયો પરત ફરવાની સૂચના આપવામાં આવી. એકંદરે વડામથકમાં કંઈ ખાસ ગંભીર બન્યું નહીં હોય, અને વિસ્ફોટની તો ખાલી અફવા જ હશે એવી લાગણી પ્રવર્તતી હતી.
સ્ટાફનો અધિકારી વિમાનમથક પર ગયો અને નૈર્ઋત્ય દિશા (દક્ષિણ-પશ્ચિમ) માટે ઉપડ્યો. હવાઈ માર્ગે લગભગ ત્રણેક કલાકની સફર બાદ, હજી હિરોશિમાથી લગભગ 100 માઈલ (160 કિ.મી.) જેટલા દૂર હોવા છતાં, તેને અને તેના પાયલટને બૉમ્બથી ઊભું થયેલું ધુમાડાનું વિશાળ વાદળ દેખાયું. બપોરના ભર પ્રકાશમાં, હિરોશિમાના અવશેષો હજી બળી રહ્યા હતા. અવિશ્વાસથી શહેર આખા પર ચક્કર માર્યા પછી તેમનું વિમાન થોડાક જ સમયમાં શહેરમાં પહોંચ્યું. જમીનનો એક વિશાળ હિસ્સો હજી સળગી રહ્યો હતો અને તેના પર ધુમાડાનું વજનદાર વાદળું - માત્ર એટલું જ બચ્યું હતું. તેમણે શહેરના દક્ષિણ ભાગે ઊતરાણ કર્યું હતું, અને સ્ટાફ અધિકારીએ, ટોકયો પર અહેવાલ મોકલ્યા બાદ, તરત જ રાહત પગલાંઓનું આયોજન શરૂ કરી દીધું હતું. ઑગસ્ટ 8, 1945 સુધીમાં, યુ.એસ.ના વર્તમાનપત્રોએ ટોકયોના રેડિયો પ્રસારણોમાં આપવામાં આવતા હિરોશિમામાં વેરાયેલા વિનાશના ચિત્રણના અહેવાલો છાપવા માંડ્યા. "માણસ અને પ્રાણી, તમામ જીવંત જીવો પ્રત્યક્ષ રીતે, મૃત્યુ સુધી ઝળી ગયા હતા," જાપાનના રેડિયો ઉદ્ઘોષકે એક સમાચાર આપતી વખતે કહ્યું હતું, જે મિત્ર રાષ્ટ્રો મેળવી શકયા હતા.[39]
યુએસના ઊર્જા વિભાગ અનુસાર હિરોશિમામાં લગભગ 70,000 લોકો અને નાગાસાકીમાં 40,000 લોકો વિસ્ફોટની તત્કાળ અસરના કારણે મૃત્યુ પામ્યા હતા.[40] દાઝવા, કિરણોત્સર્ગ અને તેને સંબંધિત રોગોથી અને તબીબી સ્રોતોના અભાવના કારણે તેની અસરો વધુ વકરવાને કારણે, 1945ના અંત સુધીમાં મૃત્યુનો આંકડો 90,000થી 166,000 સુધી પહોંચ્યો હોવાનું અનુમાન હતું.[5][41] કેટલાંક અનુમાનો, કૅન્સર અને અન્ય લાંબા ગાળાની અસરોના કારણે, 1950 સુધીમાં 200,000 લોકો મૃત્યુ પામ્યા હોવાનું જણાવે છે.[1][7][42] અન્ય એક અભ્યાસ અનુસાર 1950થી 1990ના ગાળામાં, બૉમ્બમાંથી બચવા પામેલા લોકોમાંથી આશરે 9% જેટલા, બૉમ્બના કિરણોત્સર્ગના કારણે કૅન્સર અને લ્યુકેમિયાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા, આંકડાકીય દષ્ટિએ 89 લ્યુકેમિયા અને 339 નક્કર કૅન્સરોનું અનુમાન બાંધવામાં આવે છે.[43] કમ સે કમ અગિયાર જાણીતા યુદ્ધકેદીઓ બૉમ્બમારામાં માર્યા ગયા હતા.[44]
જાપાનમાં ધરતીકંપના જોખમના કારણે હિરોશિમામાં કેટલીક પ્રબલિત કૉંક્રીટ ઈમારતો ખૂબ મજબૂત રીતે બાંધવામાં આવી હતી, અને તે વિસ્ફોટના કેન્દ્રની સારી એવી નજીક હોવા છતાં, તેમનું માળખું પડી ભાંગ્યું નહોતું. Eizo Nomura (野村 英三 Nomura Eizō ) એ સૌથી નજીક હોવા છતાં બચેલી વ્યકિત છે, જે હુમલાના સમયે ગ્રાઉન્ડ-ઝીરોથી માત્ર 100 m (330 ft) જેટલા અંતરે, એક પ્રબલિત કૉંક્રીટ ઈમારત(જે યુદ્ધ પછી પણ "વિશ્રામ ઘર" તરીકે રહી છે)-ના ભોંયરામાં હતી.[45] Akiko Takakura (高蔵 信子 Takakura Akiko ) એ વિસ્ફોટના હાયપોસેન્ટરથી સૌથી નજીક હોવા છતાં બચેલાઓમાંથી એક હતી. હુમલો થયો તે વખતે તે ગ્રાઉન્ડ-ઝીરોથી માત્ર 300 meters (980 ft) જેટલી દૂર એવી એકદમ મજબૂત રીતે બાંધેલી બૅન્ક ઓફ હિરોશિમામાં હતી.[46] બૉમ્બ હવામાં જ ફાટ્યો હોવાથી, સ્ફોટનો વિનાશક સપાટો આજુબાજુમાં ફેલાવા કરતાં નીચેની તરફ વધુ નિર્દેશિત રહ્યો હતો. હવે જે સામાન્ય રીતે ગેનબાકુ , અથવા એ-બૉમ્બ (A-bomb) ડૉમ તરીકે ઓળખાય છે તે પ્રિફેકચરલ ઈન્ડસ્ટ્રીઅલ પ્રમોશનલ હૉલ બચી જવા પાછળ આ જ બાબત કારણભૂત રહી હશે. આ ઈમારત સીઝેક આર્કિટેકટ જાન લેત્ઝેલ દ્વારા ડિઝાઈન કરવામાં અને બાંધવામાં આવી હતી, અને તે ગ્રાઉન્ડ-ઝીરોથી (હાયપોસેન્ટરથી) માત્ર 150 m (490 ft) દૂર હતી. કાટમાળના અવશેષોને હિરોશિમા શાંતિ સ્મારક(હિરોશિમા પિસ મેમોરિયલ) નામ આપવામાં આવ્યું હતું અને યુ.એસ. અને ચીનના વાંધા-વિરોધ છતાં, 1996માં તેને યુનેસ્કો (UNESCO) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવી હતી.[47] અણુબૉમ્બના કારણે ખુવાર થયેલાઓની યાદગીરીમાં, હિરોશિમામાં સ્મારક ખડું કરવામાં આવ્યું હતું.[48][49][50]
હિરોશિમા બૉમ્બમારા પછી, રાષ્ટ્રપતિ ટ્રુમૅને આ નવા શસ્ત્રના ઉપયોગની જાહેરાત કરતું એક નિવેદન બહાર પાડ્યું, જેમાં નીચે પ્રમાણે આશાસ્પદતા વ્યક્ત કરવામાં આવી હતીઃ
જો હવે એ લોકો આપણી શરતો નહીં સ્વીકારે તો, તેઓ આકાશમાંથી વિનાશ વરસવાની, આ પૃથ્વી પર કદી જોવા ન મળ્યો હોય તેવો વિનાશ વરસવાની, અપેક્ષા રાખી શકે. આ હવાઈ હુમલાઓની પાછળ પાછળ નૌકા અને પાયદળો પણ તેમણે કદી જોયા ન હોય એટલી સંખ્યા અને શકિતમાં ઊતરશે, જેમના યુદ્ધ કૌશલ્યને તેઓ સારી રીતે પિછાણે છે.[51]
જાપાની સરકારે હજી પણ પોટ્સડૅમ ઘોષણાપત્રને કોઈ પ્રતિક્રિયા આપી નથી. શરણાગતિ માટે, સમ્રાટ હિરોહિતો, સરકાર અને યુદ્ધ સમિતિએ ચાર શરતો પર વિચાર કરી રહી હતીઃ કોકુટાઈ (શાહી સંસ્થા અને રાષ્ટ્રીય રાજયવ્યવસ્થા તંત્ર)નું સંરક્ષણ, શાહી મુખ્યમથક દ્વારા નિઃશસ્ત્રીકરણ અને લશ્કરી વિસર્જન, જાપાની ગૃહ દ્વીપો, કોરિયા, અથવા ફોરમોસા પર કોઈ પ્રકારનો કબજો નહીં, અને યુદ્ધ અપરાધીઓને સજા આપવા અંગેની સંપૂર્ણ સોંપણી જાપાન સરકારને કરવી.[52] એપ્રિલ 5ના, સોવિયેત વિદેશ મંત્રી વ્યેચેસ્લાવ મોલોતોવે સોવિયેત-જાપાની તટસ્થતા સમજૂતી અંગે સોવિયેત યુનિયનના એકતરફી ભંગ વિશે ટોકયોને જાણ કરી હતી. ટોકયો સમય મુજબ, ઑગસ્ટ 9ના મધ્યરાત્રિ પછી બે મિનિટે, સોવિયત પાયદળે, લશ્કર અને હવાઈ દળોએ મંચુરિયન સ્ટ્રેટેજિક ઓફેન્સિવ ઑપરેશન આરંભી દીધું હતું. ચાર કલાક પછી, ટોકયોને માહિતી મળી કે સોવિયેત યુનિયને જાપાન સામે યુદ્ધ ઘોષિત કરી દીધું છે. શાંતિ માટેના પ્રયાસો કરનાર કોઈને પણ અટકાવી શકાય તે માટે, જાપાની લશ્કરના વરિષ્ઠ આગેવાનોએ, યુદ્ધ મંત્રી કોરેચિકા અનામીના ટેકાથી, રાષ્ટ્રમાં લશ્કરી કાયદો લાદવાની તૈયારીઓ આરંભી દીધી.
બીજા બૉમ્બમારા માટેનો સમય નિશ્ચિત કરવાની જવાબદારી, ટિનિયન પરના 509મા સંયુકત જૂથના કમાન્ડર તરીકે કર્નલ ટિબ્બેટને સોંપવામાં આવી હતી. પહેલાં કોકુરા પર હુમલો કરવા ઑગસ્ટ 11ની તારીખ નિશ્ચિત કરવામાં આવી હતી, પણ ઑગસ્ટ 10થી શરૂ થનારા ખરાબ હવામાનની પાંચ દિવસની આગાહીના કારણે, હુમલાની તારીખ બે દિવસ વહેલી ખસેડવામાં આવી.[53] ત્રણ બૉમ્બને સંયોજન-પૂર્વે, બહારની બાજુએ F-31, F-32, અને F-33 લેબલ લગાડીને ટિનિયન પર મોકલવામાં આવ્યા હતા. ઑગસ્ટ 8ના, મેજર ચાર્લ્સ સ્વીનીએ બોકસ્કાર નામના ઍરપ્લેનનો બૉમ્બ નાખવા માટે ઉપયોગ કરીને રિહર્સલ કર્યું હતું. સંગઠિત F-33 પરીક્ષણમાં વપરાઈ ગયો હતો અને F-31ને ઑગસ્ટ 9ના મિશન માટે રાખવામાં આવ્યો હતો.[54]
નાગાસાકી શહેર દક્ષિણ જાપાનના સૌથી વિશાળ દરિયાઈ બંદરોમાંનું એક હતું અને તોપો, વહાણો, લશ્કરી સરંજામ, અને અન્ય યુદ્ધ સામગ્રીઓના ઉત્પાદન જેવી પોતાની વ્યાપક ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે યુદ્ધકાળમાં તે અત્યંત અગત્યનું હતું. હિરોશિમાના અનેક આધુનિક પાસાંઓથી વિપરીત, નાગાસાકીનાં લગભગ તમામ બિલ્ડીંગો જુનવાણી પ્રકારનું જાપાની બાંધકામ ધરાવતાં હતાં, જે લાકડા અથવા લાકડાની દીવાલોવાળી (પ્લાસ્ટર સાથેની કે વિનાની) ફ્રેમ અને નળિયાંથી બનેલાં હતાં. અનેક નાનાં ઔદ્યોગિક એકમો અને વેપારીગૃહો પણ લાકડાંની ઈમારતોમાં સ્થિત હતાં અથવા જે વિસ્ફોટોને સહી ન શકે તેવી સામગ્રીનાં બનેલાં હતાં. નાગાસાકીને અનેક વર્ષો સુધી કોઈ પણ પ્રકારના નિશ્ચિત ક્ષેત્ર આધારિત શહેરી આયોજન સિવાય વિકસવા દેવામાં આવ્યું હતું; ફેકટરી બિલ્ડીંગોની અડોઅડ આવાસો આવેલા હતા અને સમગ્ર ખીણમાં તે એકબીજાની જેટલાં નજીક હોઈ શકે તેટલાં હતાં.
નાગાસાકી પર અણુ શસ્ત્રનો વિસ્ફોટ કરવામાં આવ્યો તે પૂર્વે, તેની પર કયારેય વિશાળ પાયે બૉમ્બમારો થયો નહોતો. અલબત્ત, ઑગસ્ટ 1, 1945ના શહેર પર સારા એવા આણ્વિકેતર ઊંચી કક્ષાના વિસ્ફોટક બૉમ્બ નાખવામાં આવ્યા હતા. તેમાંના કેટલાક શહેરના નૈર્ઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ભાગમાં ગોદી અને ડક્કા પર પડ્યા, બીજા થોડાક મિત્સુબિશી સ્ટીલ એન્ડ આર્મ્સ વર્ક્સ પર અને છ બૉમ્બ નાગાસાકી મેડિકલ સ્કૂલ અને હૉસ્પિટલ પર પડ્યા, જેમાંના ત્રણ તો સીધા બિલ્ડીંગો પર જ પડ્યા. આ બૉમ્બમારાથી થયેલું નુકસાન પ્રમાણમાં ઓછું હતું, છતાં તેના કારણે નાગાસાકીમાં ખાસ્સો એવો ખળભળાટ ઊભો થયો અને ઘણા લોકોને, મુખ્યત્વે શાળાનાં બાળકોને સલામતી માટે ગ્રામ્ય વિસ્તારોમાં ખસેડવામાં આવ્યાં, આમ, અણુ હુમલા વખતે શહેરની વસતિ પ્રમાણમાં ઓછી હતી. નાગાસાકીની ઉત્તરે, યુદ્ધકેદીઓ ધરાવતો બ્રિટિશ કોમનવેલ્થ કૅમ્પ આવેલો હતો. આ કેદીઓમાંથી કેટલાક કોલસાની ખાણોમાં કામ કરતાં હતા, તેઓ જયારે ઉપર આવ્યા ત્યારે જ તેમને બૉમ્બમારા વિશે ખબર પડી હતી.
ઑગસ્ટ 9, 1945ની સવારે, "ફૅટ મૅન"નું સંકેત નામ ધરાવનાર અણુ બૉમ્બ લઈને 393ના સ્કવાર્ડન કમાન્ડર મેજર ચાર્લ્સ ડબ્લ્યૂ. સ્વીનીનું ક્રૂ યુ.એસ.નું B-29 મહાલશ્કરી વિમાન બૉકસ્કાર લઈને ઊડ્યું હતું, તેનું મુખ્ય નિશાન કોકુરા અને ગૌણ નિશાન નાગાસાકી હતું. આ બીજા હુમલા માટેના મિશનની યોજના લગભગ હિરોશિમા મિશન જેવી જ હતી- હવામાન ખબરી તરીકે બે B-29 એક કલાક આગળ ઊડી રહ્યા હતા અને બીજા બે B-29 મિશનને અન્ય સહાય અને તસવીર વગેરેની સહાય પૂરી પાડવા માટે સ્વીનીના ઍરક્રાફટની સાથોસાથ ઊડી રહ્યા હતા. સ્વિની પહેલેથી શસ્ત્ર સજ્જ કરીને નીકળ્યા હતા, અને માત્ર ઈલેકિટ્રક સલામતી પૂરતું તેના પ્લગ હજી કાઢવામાં આવ્યા નહોતા.[55] હવામાનની ચકાસણી કરવા આગળ ગયેલાં બે વિમાનોએ બંને નિશાન સ્પષ્ટ હોવાના અહેવાલ આપ્યા. જયારે સ્વીનીનું વિમાન જાપાનના દરિયાતટે ઊડાન ભરતાં પહેલાં એકત્રિત થવાના સ્થળે પહોંચ્યું ત્યારે જૂથના ઓપરેશન્સ ઓફિસર, લેફટન્ટ કર્નલ જેમ્સ આઈ. હોપકિન્સ, જુનિ.ની આગેવાનીમાં નીકળેલું તેમનું ત્રીજું વિમાન, ''બિગ સ્ટિંક'' , એ સંકેતસ્થળે પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. બૉકસ્કાર અને અન્ય સહાયક વિમાન આકાશમાં 40 મિનિટ સુધી ચક્કર મારતાં રહ્યાં પણ હોપકિન્સ દેખાયા નહીં. નિયત સમય કરતાં 30 મિનિટ મોડું થઈ ચૂકયું હોવાથી, સ્વીનીએ હોપકિન્સ સિવાય આગળ વધવાનું નક્કી કર્યું.[55]
અડધા કલાક પછી જયારે તેઓ કોકુરા પહોંચ્યા ત્યારે, વાદળાંઓએ નીચેના 70% શહેરને અસ્પષ્ટ બનાવી દીધું હતું, જેના કારણે આદેશ મુજબ દશ્ય હુમલાઓ કરવા શકય નહોતા. શહેર પર ત્રણ ચક્કર માર્યા બાદ, અને ઈંધણ ઓછું થતું જતું હોવાથી- ઈંધણની સંચિત ટાંકી ટેક-ઓફ પહેલાં જ ખામીયુકત બની હતી, એટલે મુખ્ય ટાંકીમાં ઈંધણ મોકલી શકાય તેમ ન નહોતું - તેમણે તેમના ગૌણ નિશાન, નાગાસાકી તરફ પ્રયાણ કર્યું.[55] રસ્તામાં ઈંધણ વપરાશની ગણતરીઓએ દર્શાવ્યું કે બૉકસ્કાર પાસે આઈવો જિમા સુધી પહોંચવા પૂરતું ઈંધણ નહોતું અને તેને ઓકિનાવા તરફ ફરવા ફરજ પડી. શરૂઆતમાં તેમણે એમ નક્કી કર્યું હતું કે જો તેઓ પહોંચે ત્યારે નાગાસાકી પણ ધૂધળું હોય, તો ક્રૂ બૉમ્બ ઓકિનાવા લઈ જશે અને જરૂર પડ્યે તેને મહાસાગરમાં વિસર્જિત કરી દેશે, જો નિશાન અસ્પષ્ટ હોય તો શસ્ત્રનિષ્ણાત નૌકા કમાન્ડર ફ્રેડેરિક ઍશવોર્થે રડારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.[56] જાપાનના સમય પ્રમાણે, લગભગ 07:50 વાગ્યે, નાગાસાકીમાં હવાઈ હુમલા માટેની ચેતવણી સંભળાઈ, પણ 08:30 વાગ્યે "બધું બરાબર છે"નો સંકેત આપવામાં આવ્યો. જયારે 10:53 વાગ્યે માત્ર બે B-29 યુદ્ધવિમાનો આકાશમાં દેખાયા, ત્યારે જાપાનીઓએ માન્યું કે આ વિમાનો માત્ર લશ્કરી તપાસ કરી રહ્યા હશે અને તેથી કોઈ બીજી ચેતવણી આપવામાં આવી નહીં.
થોડીક મિનિટો પછી, 11:00 વાગ્યે, કૅપ્ટન ફ્રેડેરિક સી. બૉક દ્વારા સંચાલિત સહાયક B-29, ધ ગ્રેટ આર્ટીસ્ટે , ત્રણ પેરાશૂટ સાથે બંધાયેલાં ઉપકરણો વિમાનમાંથી પડતા મૂકયા. આ ઉપકરણોમાં ટોકયો યુનિવર્સિટી ખાતેના આણ્વિક ભૌતિકશાસ્ત્રી, પ્રોફેસર યોકિચી સાગાનને સંબોધીને લખાયેલો એક હસ્તાક્ષરવિહીન પત્ર પણ હતો, તેઓ સાથે કૅલિફોર્નિયા યુનિવર્સિટી, બેર્કિલીમાં આ અણુબૉમ્બના નિર્માણ માટે જવાબદાર એવા ત્રણ વિજ્ઞાનીઓ સાથે ભણ્યા હતા, પત્રમાં તેમને જનતાને આ સમૂહસંહારનાં શસ્ત્રો કેટલાં જોખમી છે તે જણાવવા માટે અરજ કરવામાં આવી હતી. લશ્કરી અધિકારીઓને આ સંદેશાઓ મળી આવ્યા હતા પણ એક મહિના સુઘી તેને સાગાનને આપવામાં આવ્યા ન હતા.[57] 1949માં આ પત્ર લખનારામાંથી એક, લુઈસ અલ્વારેઝ, સાગાનને મળ્યા હતા અને ત્યારે તેમણે એ પત્રમાં સહી કરી હતી.[58]
11:01 મિનિટે, છેલ્લી ક્ષણે નાગાસાકી પરનાં વાદળાં સહેજ હટ્યાં, અને બૉકસ્કારના બૉમ્બાર્ડિયર, કૅપ્ટન કેર્મિત બીહાનને આદેશ પ્રમાણે નિશાન બરાબર સ્પષ્ટ દેખાયું. ગર્ભમાં ~6.4 કિ.ગ્રા. (14.1 lbs.)નું પ્લુટોનિયમ-239 ધરાવતા "ફૅટ મૅન" શસ્ત્રને, શહેરની ઔદ્યોગિક ખીણ પર ઝીંકવામાં આવ્યું. 43 સેકન્ડ પછી, તે જમીનથી 469 મીટર (1,540 ફૂટ) ઊંચાઈએ વિસ્ફોટ પામ્યો, વિસ્ફોટ દક્ષિણમાં મિત્સુબિશી સ્ટીલ અને આર્મ્સ વકર્સ તથા ઉત્તરમાં મિત્સુબિશી-યુરાકામી ઓર્ડિનાન્સ વકર્સ(ટોર્પેડો વકર્સ)ની બરાબર અધવચ્ચે થયો હતો. યોજના મુજબના હાયપોસેન્ટર કરતાં આ વિસ્ફોટ લગભગ 3 કિ.મી. (2 માઈલ) જેટલો વાયવ્ય દિશામાં (ઉત્તર-પશ્ચિમે) થયો હતો; વિસ્ફોટ યુરાકામી ખીણ પૂરતો મર્યાદિત રહ્યો અને શહેરનો મુખ્ય ભાગ વચ્ચે આવતી ટેકરીઓને કારણે સંરક્ષિત રહ્યો હતો.[59] પરિણામી વિસ્ફોટથી 21 kilotons of TNT (88 TJ) જેટલો ધડાકો થયો.[60] 'આ વિસ્ફોટથી અંદાજિત 3,900 ડિગ્રી સેલ્સિયસ (4,200 K, 7,000° ફેરનહીટ) જેટલી ગરમી પેદા થઈ અને 1005 કિ.મી./કલાક (624 mph) જેટલા અંદાજિત પવન પેદા થયો.
અનુમાનિત જાનહાનિ પ્રમાણે 40,000થી 75,000 જેટલા લોકો તત્કાળ મૃત્યુ પામ્યા હતા.[61][62][63] 1945ના અંત સુધીમાં કુલ મૃત્યુઆંક 80,000 પહોંચ્યો હોઈ શકે.[5] બૉમ્બમારાથી કમસે કમ આઠ યુદ્ધકેદીઓ(POWs) તો મૃત્યુ પામ્યા જ હતા અને વધુમાં વધુ 13 યુદ્ધકેદીઓ(POWs) મૃત્યુ પામ્યા હોઈ શકે છેઃ
વિનાશ ક્ષેત્રનો કુલ વ્યાસ આશરે એક માઈલ (1–2 કિ.મી.) જેટલો હતો, તેના પછી શહેરના ઉત્તર ભાગમાં બે માઈલ (3 કિ.મી.) સુધી, બૉમ્બના દક્ષિણ સુધી આગ ફેલાઈ હતી.[72][73] બૉમ્બમારા વખતે, જૉ કિયૂમિયા નામનો એક અમેરિકન યુદ્ધકેદી નાગાસાકીમાં હતો પણ તે બચી ગયો હતો, તેના કેદખાનાની કૉંક્રીટની દીવાલોએ તેને બૉમ્બની અસરથી રક્ષણ આપ્યું હોવાનું કહેવાય છે.[74] હિરોશિમામાંથી જીવિત બચેલા અસંખ્ય લોકોએ (સંખ્યા અનિશ્ચિત) નાગાસાકી પ્રયાણ કર્યું હતું, અને ત્યાં તેમણે ફરીથી બૉમ્બનો ભોગ બનવું પડ્યું હતું.[75][76] પર્લ હાર્બરમાં જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ટાઈપ 91ના ટોર્પેડો બનાવનારું કારખાનું, મિત્સુબિશી-યુરાકામી ઓર્ડનાન્સ વકર્સને પાછળથી વિસ્ફોટમાં ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.[77] કોકુરામાં નાગાસાકીનું શાંતિ સ્મારક અને ઘંટ બનાવવામાં આવ્યા છે.[78]
યુનાઈટેડ સ્ટેટ્સે ઑગસ્ટના ત્રીજા અઠવાડિયામાં વધુ અણુ બૉમ્બ વપરાશ માટે તૈયાર રાખ્યા હોવાનું ધારવામાં આવે છે, બીજા ત્રણ સપ્ટેમ્બરમાં અને તે પછી વળી બીજા ત્રણ ઑકટોબરમાં.[79] ઑગસ્ટ 10ના, મેનહટન પ્રોજેકટના લશ્કરી નિર્દેશક, મેજર જનરલ લેસ્લી ગ્રુવ્સે, આર્મી ચીફ ઓફ સ્ટાફ, આર્મી જનરલ જયોર્જ માર્શલને એક અનૌપચારિક ચિઠ્ઠી મોકલાવી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે "બીજો બૉમ્બ... ઑગસ્ટ 17 કે 18 પછી અનુકૂળ હવામાન હોય ત્યારે નાખવા માટે તૈયાર રાખવો." એ જ દિવસે, તેમણે મેમો પર શેરો મારીને ઉમેર્યું, "રાષ્ટ્રપ્રમુખની અધિકૃત સત્તા વિના તેને જાપાન પર નાખવો નહીં."[79] યુદ્ધ વિભાગમાં જાપાનનો કબજો મેળવવા માટેનું ઓપરેશન ડાઉનફોલ શરૂ ન થઈ જાય ત્યાં સુધી બૉમ્બના ઉત્પાદનને સાચવી રાખવાની ચર્ચા થઈ ચૂકી હતી. "અત્યારે (ઑગસ્ટ 13) પ્રશ્ન એ હતો કે, જો જાપાન શરતો અનુસાર શરણે આવતું નથી એમ ધારી લઈએ તો, જેવો એક તૈયાર થાય એમ દરેક વખતે તેને ત્યાં જહાજથી મોકલવો અને ત્યાં વિસ્ફોટ કરવો કે પછી તેમને થોડા સમય સુધી સાચવી રાખવા...અને પછી પ્રમાણમાં ટૂંકા ગણાય એવા ગાળામાં તેમની પર એક સાથે ઝીંકવા. એક જ દિવસમાં બધા નહીં, પણ ટૂંકા ગાળામાં. અને એમ કરવાથી આપણે જેની પાછળ છીએ તે નિશાનને પણ ધ્યાનમાં રાખી શકાશે. બીજા શબ્દોમાં, ઉદ્યોગ, ધૈર્યબળ, માનસશાસ્ત્ર અને તેના જેવી બાબતો કરતાં આપણને અતિક્રમણમાં સૌથી વધુ સહાયક થાય તેવાં નિશાનો પર જ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ? અન્ય ઉપયોગ કરતાં વ્યૂહાત્મક ઉપયોગની વધુમાં વધુ નજીક."[79]
ઑગસ્ટ 9 સુધી, યુદ્ધ સમિતિ તેની શરણાગતિ માટેની ચાર શરતોનો આગ્રહ રાખી રહી હતી. એ દિવસે, હિરોહિતોએ કિડોને આદેશ આપ્યો, "પરિસ્થિતિ પર ઝડપથી નિયંત્રણ મેળવો...કારણ કે સોવિયેત યુનિયને આપણી વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું છે." તે પછી તેમણે શાહી કૉન્ફરન્સ ગોઠવી જે દરમ્યાન તેમણે મંત્રી ટોગો(Tōgō)ને સંગઠિત રાજયોને જાપાનનો સંદેશો જણાવવા માટે અધિકૃત અધિકારી ઠેરવ્યા અને જાપાનનો સંદેશો હતો કે તે સંગઠિત રાજયોની શરતોને માત્ર એક શરતે સ્વીકારશે, કે એ ઘોષણાપત્રમાં "નામદાર રાજાના એક સાર્વભૌમ શાસક તરીકેના વિશેષાધિકારોને ઈજા પહોંચે તેવી કોઈ માંગ સામેલ હોય નહીં."[80] ઑગસ્ટ 10ના, જાપાન સરકારે, સ્વિત્ઝરલૅન્ડની સરકારના માધ્યમથી યુનાઈટેડ સ્ટેટ્સ સરકારને અણુ બૉમ્બમારા અંગે એક વિરોધપત્ર રજૂ કર્યો.[81] ઑગસ્ટ 12ના, સમ્રાટે પોતાનો શરણાગતિનો નિર્ણય શાહી પરિવારને જણાવ્યો. તેમના કાકાઓમાંથી એક, પ્રિન્સ અસાકાએ ત્યારે તેમને પૂછ્યું કે જો કોકુટાઈ નું સન્માન ન જળવાય તો શું યુદ્ધ ચાલુ રહેશે. હિરોહિતોએ સાદા શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યો "હાસ્તો."[82] મિત્ર રાષ્ટ્રોની શરતો રાજાશાહીના સંરક્ષણના સિદ્ધાન્તને અકબંધ રાખતી લાગતી હોવાથી, હિરોહિતોએ ઑગસ્ટ 14ના પોતાની શરતી શરણાગતિની જાહેરાત રૅકોર્ડ કરી, જેને બીજા દિવસે, કેટલાક શરણાગતિનો વિરોધ કરતાં લશ્કરવાદીઓના ટૂંકા વિદ્રોહ છતાં, જાપાન રાષ્ટ્રમાં પ્રસારિત કરવામાં આવી.
પોતાના ઘોષણાપત્રમાં, હિરોહિતોએ અણુ બૉમ્બોનો ઉલ્લેખ કર્યો હતોઃ
Moreover, the enemy now possesses a new and terrible weapon with the power to destroy many innocent lives and do incalculable damage. Should we continue to fight, not only would it result in an ultimate collapse and obliteration of the Japanese nation, but also it would lead to the total extinction of human civilization. Such being the case, how are We to save the millions of Our subjects, or to atone Ourselves before the hallowed spirits of Our Imperial Ancestors? This is the reason why We have ordered the acceptance of the provisions of the Joint Declaration of the Powers.
ઑગસ્ટ 17ના તેમના "સૈનિકો અને નૌકાસૈનિકો માટેના હુકમનામા"માં તેમણે બૉમ્બમારાનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યા વિના, સોવિયેતના આક્રમણ પર વધુ ભાર મૂકયો હતો અને પોતાનો શરણાગતિનો નિર્ણય જણાવ્યો હતો. બૉમ્બમારા પછીના વર્ષ દરમ્યાન, લગભગ 40,000 યુ.એસ. સૈનિકોએ હિરોશિમા પર, જયારે 27,000 સૈનિકોએ નાગાસાકી પર કબજો મેળવી લીધો હતો.
યુદ્ધ દરમ્યાન, અમેરિકન સમાજનાં તમામ સ્તરોમાં "ઉન્મૂલનવાદી અને સંહારવાદી અત્યુકિત"ને સાંખી લેવામાં આવી હતી; વૉશિંગ્ટનની યુકે એલચી કચેરી અનુસાર અમેરિકનો જાપાનીઓને "નામવિનાના શિકાર માટેના પ્રાણીઓ" તરીકે જોતા હતા.[83] જાપાનીઓને માણસ કરતાં ઊતરતા, ઉ.દા. વાંદરાઓ, દર્શાવતાં ઠઠ્ઠાચિત્રોનું પ્રદર્શન ઠેર ઠેર જોવા મળતું હતું.[83] લોકમત કળવા માટેના 1944ના એક સર્વેક્ષણ નમૂનામાં પૂછવામાં આવ્યું હતું કે જાપાનીઓ સાથે શું કરવું જોઈએ, તેના જવાબમાં યુ.એસ.ના 13% જેટલા લોકો તમામ જાપાનીઓ, સ્ત્રી-પુરુષો અને બાળકોનો સંહાર કરવાની તરફેણમાં મત આપ્યો હતો.[84][85]
યુ.એસ.માં અણુ બૉમ્બમારાના સમાચારને ઉત્સાહપૂર્વક વધાવવામાં આવ્યા હતા; 1945ના ઉત્તરાર્ધમાં લેવાયેલા ''ફોર્ચ્યુન'' સામયિકના એક સર્વેક્ષણ અનુસાર, અમેરિકાની નોંધપાત્ર લઘુમતી એ વખતે જાપાન પર વધુ અણુ બૉમ્બો ઝીંકયા હોત તો સારું થાત એવું માનતી હતી.[86] પ્રજા સમક્ષ જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેના કારણે શરૂઆતમાં લોકોનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો, લોકો સમક્ષ રજૂ કરવામાં આવેલા ચિત્રમાં (મુખ્યત્વે મોટામસ શકિતશાળી વાદળાની તસવીરો હતી અને) લોકો પર થયેલી અસરોના પુરાવાઓની ગેરહાજરી હતી - લાશો અને બચેલા અપંગો, ઘાયલોની તસવીરોને દબાવી દેવામાં આવી હતી અને અહેવાલોમાંથી તેનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો હતો.[86] ઉદાહરણ તરીકે, યુ.એસ. સ્ટ્રેટેજિક બૉમ્બિંગ સર્વેના સદસ્ય, લેફટનન્ટ ડેનિયલ મૅકગવર્ને પરિણામોના દસ્તાવેજીકરણ માટે એક ફિલ્મ ક્રૂનો ઉપયોગ કર્યો. આ ફિલ્મ ક્રૂના કામનું પરિણામ ત્રણ કલાકની ધ ઈફેકટ્સ ઓફ ધ એટોમિક બૉમ્બ્સ અગેઈનસ્ટ હિરોશિમા એન્ડ નાગાસાકી શીર્ષક ધરાવતી દસ્તાવેજી ફિલ્મમાં આવ્યું. આ દસ્તાવેજી ફિલ્મમાં બૉમ્બની માનવીય અસરો દર્શાવતી હૉસ્પિટલની તસવીરો/દશ્યો સમાવવામાં આવ્યા હતા; તેમાં બળીને ખાખ થયેલી ઈમારતો અને કારો તથા જમીન પરની ખોપરીઓ અને હાડકાંઓની હાર દર્શાવવામાં આવી હતી. જયારે તેને યુ.એસ. મોકલવામાં આવી, ત્યારે યુ.એસ. પ્રસાર-માધ્યમોમાં તેનો જોરદાર ઉલ્લેખ કરવામાં આવ્યો, અને પછી તેને શાંતિથી દબાવી દેવામાં આવી અને કયારેય પ્રસારિત કરવામાં આવી નહીં. આવતાં 22 વર્ષો સુધી તેને "ટોચના રહસ્ય" તરીકે વર્ગીકૃત કરી દેવામાં આવી.[87]
જાપાન પર કબજો મેળવવામાં આવ્યો તે દરમ્યાન જાપાનમાં પણ અણુ બૉમ્બમારાના દશ્ય-ચિત્રણને દબાવી દેવામાં આવ્યું હતું,[88] અલબત્ત મિત્ર રાષ્ટ્રોના સૈન્યે અંકુશ મેળવ્યો તે પહેલાં કેટલાંક જાપાની સામયિકો બૉમ્બમારાની તસવીરો પ્રકાશિત કરવામાં સફળ રહ્યાં હતાં. મિત્ર રાષ્ટ્રોનાં કબજો મેળવનારા દળોએ કોઈ પણ બાબત, "કે જેનાથી પ્રજાની સ્થિરતામાં સીધી કે અનુમાનિત રીતે ભંગ પડી શકે", તેવી તમામ બાબતોને નિયંત્રણ(સેન્સરશિપ) હેઠળ રાખી હતી, અને જમીન પરના લોકો પર થયેલી અસરોની તસવીરોને ઉશ્કેરણીજનક ગણવામાં આવી હતી. બળેલા પીડિતો અને અંતિમસંસ્કારની ચિતાઓની તસવીરો પરના પ્રતિબંધ માટેનું સંભવિત કારણ તે મુકત કરાયેલા નાઝી કૉન્સેન્ટ્રેશન કૅમ્પોમાંથી લેવાયેલી અને વ્યાપક રીતે પ્રસારિત તસવીરો સાથે સામ્યતાનો ભાવ ઊભો કરતી હોવાનું હોઈ શકે.[89]
નેશનલ એકેડમી ઓફ સાયન્સિઝ-નેશનલ રિસર્ચ કાઉન્સિલને હિરોશિમા અને નાગાસાકીમાં બચેલા લોકોમાં કિરણોત્સર્ગની મોડી અસરો અંગેની તપાસ હાથ ધરવા માટે હૅરી એસ. ટ્રુમૅન તરફથી રાષ્ટ્રપ્રમુખ આદેશ આપવામાં આવ્યો, તેના સંદર્ભે 1948ના વસંતમાં, એટોમિક બૉમ્બ કૅઝુઅલ્ટિ કમિશન(ABCC)ની સ્થાપના કરવામાં આવી હતી. પીડિતોમાં મિત્ર રાષ્ટ્રોના યુદ્ધકેદીઓ, કોરિયન અને ચાઈનીઝ શ્રમિકો, શિષ્યવૃત્તિ લઈને આવેલા મલયના વિદ્યાર્થીઓ, અને આશરે 3,200 જાપાની અમેરિકન નાગરિકો હોવાનું જાણવા મળ્યું, જેમના પર હુમલો કરવાનો કોઈ ઈરાદો હતો નહીં.[90] એબીસીસી(ABCC)એ આદરેલા શરૂઆતના અભ્યાસોમાંથી એક, હિરોશિમા અને નાગાસાકી, તથા હિરોશિમાથી દક્ષિણે 18 miles (29 km) પર સ્થિત એક નિયંત્રિત શહેર, કુરેમાં સગર્ભાવસ્થાનાં પરિણામ પર હતો, જેથી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી પેદા થતી પરિસ્થિતિઓ અને પરિણામો પારખી શકાય. વધુ સારા સંશોધન પરિણામો મેળવવા માટે, એબીસીસી(ABCC)એ બચેલા પીડિતોને તબીબી સારવાર પૂરી પાડવાનો ઇનકાર કર્યો હોવાનો એક લેખકે દાવો કર્યો હતો.[91] 1975માં, એબીસીસી(ABCC)ની જવાબદારીઓ સંભાળવા માટે રેડિયેશન ઈફેકટ્સ રિસર્ચ ફાઉન્ડેશન રચવામાં આવ્યું.[92]
અણુ બૉમ્બમારાનો શિકાર, જીવિત બચેલા પીડિતોને hibakusha (被爆者 ) કહેવામાં આવે છે, તે એક જાપાની શબ્દ છે, જે શબ્દશઃ અર્થ "વિસ્ફોટ આહત લોકો" થાય છે. બૉમ્બમારાના કારણે જાપાને જે સહેવું પડ્યું તે જાપાનને વિશ્વ આખામાંથી આણ્વિક શસ્ત્રોની નાબૂદી માગવા તરફ દોરી ગયું, ત્યારથી જાપાન વિશ્વની સૌથી દઢ બિન-આણ્વિક નીતિઓ ધરાવનારાઓમાંનું એક છે. જાપાન સરકારે As of March 31, 2009[update], 235,569 હિબાકુશાને માન્યતા આપી હતા, જેમાંથી મોટા ભાગના જાપાનમાં રહે છે.[93] જાપાન સરકાર મુજબ, એમાંના 1% કિરણોત્સર્ગની અસરથી થયેલી માંદગીથી પીડાય છે.[94] હિરોશિમા અને નાગાસાકીમાંનાં સ્મારકો, ત્યારથી લઈને અત્યાર સુધી બૉમ્બમારાના કારણે મૃત્યુ પામ્યા હોવાનું ગણાતા હિબાકુશાનાં નામોની યાદીઓ ધરાવે છે. બૉમ્બમારાની વાર્ષિક તિથિએ આ યાદીઓને વાર્ષિક ધોરણે અદ્યતન કરવામાં આવે છે, ઑગસ્ટ 2009 મુજબ સ્મારકો પર 410,000થી વધુ હિબાકુશાનાં નામની નોંધણી થયેલી છે - 263,945[95] હિરોશિમામાં અને 149,226[96] નાગાસાકીમાં.
યુદ્ધ દરમ્યાન, હિરોશિમા અને નાગાસાકી, બંનેમાં જાપાન અનેક કોરિયનોને વેઠ માટે ફરજિયાતપણે લઈ આવ્યું હતું. તાજેતરના અંદાજો અનુસાર, હિરોશિમામાં લગભગ 20,000 અને નાગાસાકીમાં લગભગ 2,000 કોરિયનો માર્યા ગયા હતા. એવો અંદાજ છે કે હિરોશિમાના દર સાત પીડિતમાંથી એક કોરિયન મૂળ ધરાવનાર હતો.[8] ઘણાં વર્ષો સુધી, કોરિયનોને અણુ બૉમ્બના પીડિતો તરીકે માન્યતા મેળવવા માટે લડવું પડ્યું હતું અને તેમને સ્વાસ્થ્ય-સેવાના લાભોનો ઇનકાર સહેવો પડ્યો હતો. જો કે, છેલ્લાં થોડાંક વર્ષોમાં, મુકદ્દમા/દાવાઓના માધ્યમથી તેમના મોટા ભાગના પ્રશ્નો હલ થઈ શકયા હતા.[97]
માર્ચ 24, 2009ના, જાપાન સરકારે ત્સુટોમુ યામાગુચી(1916–2010)ને એક બેવડા હિબાકુશા તરીકે સરકારી માન્યતા આપી હતી. જયારે બૉમ્બનો સ્ફોટ થયો ત્યારે ત્સુટોમુ યામાગુચઈ એક વેપારી પ્રવાસે હિરોશિમામાં ગ્રાઉન્ડ ઝીરોથી 3 કિલોમીટરના અંતરે હતો તે બાબતને પુષ્ટિ મળી હતી. તે ડાબે પડખે ગંભીર રીતે બળી ગયો હતો અને તેણે તે રાત હિરોશિમામાં વીતાવી હતી. ઑગસ્ટ 8ના, નાગાસાકી પર અણુ બૉમ્બ નંખાયાના એક દિવસ પહેલાં, તે પોતાના વતન નાગાસાકી શહેરમાં પરત ફર્યો, અને પોતાના સંબંધીજનોને શોધતી વખતે તે કિરણોત્સર્ગના અવશેષો સાથે સંપર્કમાં આવ્યો. બંને બૉમ્બમારાનો ભોગ બન્યા છતાં બચ્યા હોય તેવા પીડિત તરીકે કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત કરનાર તે પહેલો પીડિત હતો.[98] ત્સુટોમુ યામાગુચી પેટના કૅન્સર સાથેની લાંબી લડત પછી, જાન્યુવારી 4, 2010ના સોમવારના મૃત્યુ પામ્યો. તે 93 વર્ષનો હતો.[99] ધ લાસ્ટ ટ્રેન ફ્રોમ હિરોશિમા નામના પુસ્તકમાં, ચાર્લ્સ પેલેગ્રિનોએ તેના ત્સુટોમુ યામાગુચી સાથેના ઈન્ટર્વ્યૂ વિશે લખ્યું છે, જેમાં યામાગુચીએ અણુ બૉમ્બોના ઘાયલ જીવિતોની પછીની સ્થિતિનું વિવરણ આપ્યું હતું. યામાગુચીએ પીડિતોને "કીડીની જેમ ચાલતા મગર" કહ્યા હતા, જે "હવે આંખ વિનાના અને ચહેરા વિનાના હતા- જેમનાં માથાં બદનામ મગર જેવા કાળા થઈ ગયા હતાં, જેની પરના લાલ કાણાં તેમના મોંને સૂચવતાં હતા. [...] આ મગર માણસો ચીસો પાડતા નહોતા. તેઓ મોંમાંથી અવાજ કાઢી શકતા નહોતા. જે ઘોંઘાટ તેઓ કરતાં હતા તે ચીસો કરતાં પણ બદતર હતો. તેઓ સતત ગણગણાટ કર્યા કરતા હતા- ભર ઉનાળાની રાતે તીડના અવાજની જેમ. બળીને કોલસા થઈ ગયેલા પગના ઠૂંઠાઓ પરથી, લથડિયા ખાઈને જતો એક માણસ તેના હાથમાં એક મૃત બાળક લઈને ઊતરી રહ્યો હતો."[100] બંને બૉમ્બમારાનો ભોગ બન્યા હોય એવા અન્ય લોકો પણ હતા, જાપાનમાં તેમને નિજયુઉ હિબાકુશા કહેવામાં આવે છે. 2006માં બનેલા ટ્વાઈસ સર્વવાઈવ્ડઃ ધ ડબલી ઓટોમિક બૉમ્બ્ડ ઓફ હિરોશિમા એન્ડ નાગાસાકી નામના એક દસ્તાવેજી ચિત્રમાં 165 નિજયુઉ હિબાકુશાને દસ્તાવેજિત કરવામાં આવ્યા છે, તેને યુનાઈટેડ નેશન્સમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.[101]
ઢાંચો:Rquote
જાપાનની શરણાગતિમાં બૉમ્બમારાની ભૂમિકા અને તેના માટે યુ.એસ.નું નૈતિક સ્પષ્ટીકરણ દાયકાઓથી વિદ્વતાભરી અને લોકપ્રિય ડિબેટનો વિષય રહ્યો છે. એપ્રિલ 2005માં, આ મુદ્દે તાજેતરનાં ઐતિહાસિક લખાણોના અભ્યાસ-નિરીક્ષણ કરતાં જે. સેમ્યુઅલ વૉકરે લખ્યું હતું, "બૉમ્બના ઉપયોગ અંગેનો આ વાદવિવાદ ચાલુ જ રહેશે." વૉકરે નોંધ્યું હતું કે "આશરે ચાર દાયકાઓથી જે પાયાનો મુદ્દો અભ્યાસીઓને વિભાજિત રાખતો આવ્યો છે તે એ છે કે યુનાઈટેડ સ્ટેટ્સની શરતો અનુસાર પૅસિફિકમાંના યુદ્ધમાં સંતોષકારક વિજય હાંસલ કરવા માટે બૉમ્બનો ઉપયોગ અનિવાર્ય હતો કે કેમ."[11] બૉમ્બમારાને વાજબી લેખાવતા ટેકેદારો સામાન્ય રીતે ભારપૂર્વક કહેતા હોય છે કે તેના કારણે જ જાપાન શરણે આવ્યું, અને જાપાન પરની આયોજિત ચડાઈમાં બંને તરફ જે વ્યાપક જાનહાનિ થઈ હોત તે અટકી શકીઃ યોજના અનુસાર, ઑકટોબર 1945માં કયુશુ(Kyūshū) પર અતિક્રમણ કરવાનું હતું અને તેના પાંચ મહિના પછી હોંશુ(Honshū) પર. કેટલાક એવો અંદાજ બાંધે છે કે તેનાથી મિત્ર રાષ્ટ્રોએ 1 મિલિયનની જાનહાનિ ભોગવવી પડત, અને જાપાનની સૈનિકોની જાનહાનિ તો અનેક મિલિયનોમાં પહોંચી ગઈ હોત.[102] અન્યો, બૉમ્બમારાનો વિરોધ કરનારા દલીલ કરે છે કે અણુ બૉમ્બમારો એ ત્યારસુધીમાં પહેલેથી ઉગ્ર બની ચૂકેલા રૂઢિગત બૉમ્બમારાનું માત્ર વિસ્તરણ જ હતું[103] અને, તેથી, લશ્કરી રીતે અનાવશ્યક હતું,[12] મૂળમાંથી જ અનૈતિક, યુદ્વ અપરાધ અથવા રાષ્ટ્ર આતંકવાદનું એક રૂપ જ હતું.[104]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.