હસ્તમૈથુન
From Wikipedia, the free encyclopedia
હસ્તમૈથુન એટલે વ્યક્તિના યૌન અંગોને કામાવેશની ચરમસીમા સુધી ઉત્તેજીત કરવાની ક્રિયા. ઉત્તેજીના જાગૃત કરવાની આ ક્રિયા હાથ વડે, કામ ક્રીડા સમાન અનુભવ આપતા કોઈ અન્ય સાધનો કે વસ્તુઓ દ્વારા અથવા તો આ બંનેના સહીયારા ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. [1] કસ્ત મૈથુન કે વધુ ચોકસાઈ પૂર્વક કહીયે તો સ્વહસ્તમૈથુન એ સ્વલૈંગિકૌત્તેજના નો સર્વસામાન્ય પ્રકાર છે. જોડીદાર સાથે મળી કરાતું પારસ્પારીક હસ્તમૈથુન પણ સામાન્ય છે.
પુરુષોની અને સ્ત્રીઓની હસ્ત મૈથુન કરવાની મૂળ વિધી તેમના યૌન અંગ અનુસાર એક જ સમાન હોય છે, જો કે તે ઉત્તેજના કેવી રીતે અથવા કયા માધ્યમ દ્વારા મેળવવી તે વિષે દરેક ની વૈયત્તિક પસંદ ના અલગ હોઈ શકે પસંદ હોય છે. હાથે ધરાયેલ અભ્યાસ પરથી જણાયું છે માનવ જાતિના બંને લિંગોમાં અને આયુઓમાં હસ્ત મૈથુન અવારનવાર પ્રયોગમા લેવાતી પ્રવૃત્તિ છે, જોકે તેમાં આવર્તન સંબંધી વિવિધતા હોઈ શકે છે. સામાન્ય રીતે કામ ક્રીડા અને ખાસકરીને હસ્ત મૈથુનને ઘણાં વૈદીક અને માનસિક ફાયદાઓનું શ્રેય અપાયું છે,અને હસ્તમૈથુનનો કોઈ શારીરિક કે માનસિક વ્યાધિ નો સંબંધ હોય તેવું કોઈ સમીકરણ આજ સુધી સાબિત કરી શકાયું નથી. સમગ્ર વિશ્વના કલા જગતમાં હસ્તમૈથુન પ્રાગૈતિહાસિક કાળથી સક્રીય વિષય રહ્યો છે. જોકે ઇતિહાસમાં એક સમય એવો પણ હતો કે જ્યારે( ૧૮મી સદીના અંતથી ૨૦મી સદીની શરૂઆત સુધી) હસ્તમૈથુનને વેદકીય દ્રષ્ટિએ અને રૂઢિચુસ્ત સામાજના તરફથી ઠપકો મળતો. જોકે આજે આને સામાન્ય અને તંદુરસ્ત જીવનનો એક ભાગ મનાય છે. આજ કાલ તો માસ્ટરબેથોન નામે હસ્તમૈથુન તરફ જાગૃતિ લાવવા એક સમુહ દોડ (મેરેથોન) નું આયોજન થાય છે અને "એક દૈનિક કામોત્તેજના રાખે ડોક્ટરને દૂર." જેવા સૂત્રો પણ પ્રચલિત કરાયા છે. આજકાલના સંગીતમાં , ટેલિવિઝન પર અને ફીલ્મોમાં તેનો ઉલ્લેખ કરાય છે.
જંગલમાં કે બંધિયાર વાતાવરણમાં રહેતા પ્રાણીઓમાં આ પ્રકારની પ્રાણીજ હસ્તમૈથુન વૃત્તિ હોવાનું નોંધાયં છે.