હરણાવ નદી
ગુજરાત, ભારતમાં આવેલી નદી / From Wikipedia, the free encyclopedia
હરણાવ નદી ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલી નદી છે. આ નદી પર હરણાવ બંધ બાંધવામાં આવેલો છે.[1]
Quick Facts હરણાવ નદી, સ્થાન ...
બંધ કરો
હિરણાક્ષી, ભિમાક્ષી અને કોસાંબી નામની નાની ત્રણ નદીઓનો સંગમ થઇને હરણાવ નદી બને છે, જે સાબરમતી નદીમાં ભળી જાય છે. આ નદી ખેડબ્રહ્માને બે ભાગમાં વહેંચે છે.[2] હરણાવ નદી પહેલાં હિરણ્યાક્ષ અથવા હરણી નદી તરીકે ઓળખાતી હતી.[3]
આ નદી તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતી છે.[4]