1918-1920 H1N1 ઈન્ફલ્યુએન્ઝા A વાયરસનો રોગચાળો From Wikipedia, the free encyclopedia
સ્પેનિશ ફ્લૂ કે ૧૯૧૮નો ફ્લૂ રોગચાળો (જાન્યુઆરી ૧૯૧૮ ― ડિસેમ્બર ૧૯૨૦) એ ઈન્ફલ્યુએન્ઝાનો રોગચાળો હતો જે H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસના રોગચાળાઓમાંનો પહેલો હતો.[1] પ્રશાંત ટાપુઓ અને આર્કટિકના દૂરના ઇલાકાઓ સમેત દુનિયાભરમાં ૫૦ કરોડ લોકો આ બીમારીથી પીડિત હતા અને તેમને વચ્ચે ૫ થી ૧૦ કરોડ લોકોના મોત થયા એટલે કે દુનિયાની કુલ વસ્તી ની ત્રણ થી પાંચ ટકાવારી.[2] તેથી આ માનવ ઇતિહાસની સૌથી પ્રાણઘાતક કુદરતી આફતોમાંની એક હતી.[3][4][5][6]
યુદ્ધ દરમ્યાન લશ્કરમાં ચારિત્ર્યબળ રાખવા માટે સેન્સરોએ રોગ અને મોતોના વધતા રહ્યા આંકડાઓનો જર્મની, બ્રિટેન, ફ્રાંસ અને અમેરિકામાં ઘટાડો કરીને જાહેર કર્યા;[7][8] જ્યારે સ્પેનમાં વર્તમાનપત્રોએ રોગચાળાના સાચા આંકડાઓને જાહેર કર્યા. આ કારણે આ ખોટી માન્યતા પ્રચલિત થઈ હતી કે રોગચાળો સ્પેનમાં વધુ ગંભીર હતો અને પરિણામે આ રોગચાળો સ્પેનિશ ફ્લૂ કહેવામાં આવ્યો.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.