સૌરાષ્ટ્ર ભાષા
દક્ષિણ ભારતીય ભાષા / From Wikipedia, the free encyclopedia
સૌરાષ્ટ્ર ભાષા (ꢱꣃꢬꢵꢰ꣄ꢜ꣄ꢬ) એક ઇન્ડો-આર્યન ભાષા છે. આ ભાષા મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્રી લોકો દ્વારા બોલાય છે, જેઓ લગભગ એક હજાર વર્ષ પહેલાં વર્તમાન ગુજરાતના લાટ ક્ષેત્રમાંથી સ્થળાંતર કરી આવ્યા છે.
Quick Facts સૌરાષ્ટ્ર, મૂળ ભાષા ...
સૌરાષ્ટ્ર | |
---|---|
ꢱꣃꢬꢵꢰ꣄ꢜ꣄ꢬ ಸೌರಾಷ್ಟ್ರ ಭಾಷೆ સૌરાષ્ટ્ર ભાષા சௌராட்டிர மொழி సౌరాష్ట్ర భాష सौराष्ट्र भाषा | |
સૌરાષ્ટ્ર લિપિમાં "સૌરાષ્ટ્ર" શબ્દ | |
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક |
વંશ | સૌરાષ્ટ્ર |
સ્થાનિક વક્તાઓ | 247,702[1] |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપીયન
|
પ્રારંભિક સ્વરૂપ | સૌરસેની પ્રાકૃત
|
બોલીઓ |
|
લિપિ | સૌરાષ્ટ્ર લિપિ તમિલ લિપિ તેલુગુ લિપિ દેવનાગરી લિપિ લેટિન લિપિ |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | saz |
ગ્લોટ્ટોલોગ | saur1248 |
બંધ કરો
સૌરાષ્ટ્ર, સૌરસેની પ્રાકૃતની એક શાખા ભાષા છે,[2] જે કોઇ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં બોલાતી હતી, હવે આ ભાષા માત્ર તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં જ બોલવામાં આવે છે.
સૌરાષ્ટ્ર ભાષાને એ જ નામની પોતાની લિપિ છે, ઉપરાંત તે તમિલ, તેલુગુ અને દેવનાગરી લિપિઓમાં પણ લખાય છે. સૌરાષ્ટ્ર લિપિ, બ્રાહ્મી લિપિના મૂળની છે. દક્ષિણની દ્રવિડ ભાષાઓથી વિપરીત, સૌરાષ્ટ્ર એક ઇન્ડો-યુરોપીયન ભાષા છે.[3] ભારતની જનગણનામાં આ ભાષાને ગુજરાતી ભાષા હેઠળ મૂકવામાં આવે છે. ૨૦૧૧ની જનગણનાના સત્તાવાર આંકડાઓ આ ભાષાના વક્તાઓની સંખ્યા ૨,૪૭,૭૦૨ દર્શાવે છે.