From Wikipedia, the free encyclopedia
સોમ્ગો સરોવર સિક્કિમના મુખ્ય મથક ગંગટોકથી ૪૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ એક જળાશય છે. આ સ્થળ ત્સોમગો લેક, ચંગુ ઝીલ, છાંગુ લેક જેવાં નામથી પણ ઓળખાય છે.[1][2]
સોમ્ગો સરોવર ચામ્ગુ લેક | |
---|---|
સ્થાન | પૂર્વ સિક્કિમ |
અક્ષાંશ-રેખાંશ | 27°22′31″N 88°45′50″E |
બેસિન દેશો | ભારત |
મહત્તમ લંબાઈ | 836 metres (2,743 ft) |
મહત્તમ પહોળાઈ | 427 metres (1,401 ft) |
સપાટી વિસ્તાર | 24.47 hectares (60.5 acres) |
સરેરાશ ઊંડાઇ | 4.58 metres (15.0 ft) (average) |
મહત્તમ ઊંડાઇ | 15 metres (49 ft) |
સપાટી ઊંચાઇ | 3,753 metres (12,313 ft) |
થીજેલું | શિયાળાની ઋતુમાં |
ચારે તરફ બરફના પહાડો વડે ઘેરાયેલ આ જળાશય ૧ કિલોમીટર લાંબું અને ૫૦ ફૂટ ઊંડું છે. શિયાળામાં સંપૂર્ણ રીતે બરફમાં પરિવર્તિત થઈ જતા આ જળાશય નજીક સરહદી સુરક્ષાના કારણસર એક કલાકથી વધુ સમય ઘૂમી શકાતું નથી. અહિંયાં ઘણાં પ્રવાસી પક્ષીઓ દર વર્ષે ચોક્કસ સમયગાળામાં જોવા મળે છે.
ગંગટોકથી નાથુ લા ઘાટ જતા માર્ગમાં આવેલા આ દુર્ગમ સ્થળ સામાન્ય લોકો માટે પ્રતિબંધિત છે, પરંતુ ભારતીય થલ સેનાની પરવાનગી લઈ આ સ્થળની મુલાકાત લઈ શકાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.