સુડોકુ
તર્ક આધારિત કોયડાની રમત / From Wikipedia, the free encyclopedia
સુડોકુએ તર્ક આધારીત ગાણિતીક કોયડાની રમત છે જે આજે વિશ્વભરમાં લોકપ્રિય છે. આ કોયડામાં ૯ X ૯ નાં ચોકઠામાં ૩ X ૩ નાં સમચોરસ હોય છે. કોયડાનાં ઉકેલ માટે દરેક ઉભી હરોળ અને આડી હરોળમાં ૧ થી ૯ નાં આંક ગોઠવવાના હોય છે. આ ઉપરાંત જે તે સમચોરસમાં પણ ૧ થી ૯ નાં આંક હોવા જોઇયે અને એક પણ આંકનું પુનરાવર્તન થવુ ન જોઇયે. કોયડાની શરુઆતમાં થોડા આંકો પહેલેથી મુકેલા હોય છે જેથી ઉકેલ મેળવવો સરળ થઈ પડે. જાપાનમાંથી આવેલી આ રમત જાપાનના હાલની લોકપ્રિય સંસ્ક્રુતિનો બહુ મોટો ભાગ છે.