![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1b/Citi.svg/langgu-640px-Citi.svg.png&w=640&q=50)
સિટીગ્રુપ
From Wikipedia, the free encyclopedia
સિટીગ્રુપ ઈન્ક. (Citigroup Inc.) (બ્રાન્ડેડ સિટી) અમેરિકાના ન્યૂયોર્ક શહેર સ્થિત નાણાંકિય સેવાઓ પૂરી પાડતી એક મુખ્ય કંપની છે. સિટીગ્રુપના વિલીનીકરણને ઇતિહાસના સૌથી મોટા વિલીનીકરણોમાંથી એક ગણવામાં આવે છે. બેંકિંગ ક્ષેત્રની મહાકાય કંપની સિટીકોર્પ અને નાણાંકિય જૂથ ટ્રાવેલર્સ ગ્રુપનું 7 એપ્રિલ, 1998ના રોજ વિલીનીકરણ થયા બાદ સિટીગ્રુપ અસ્તિત્વમાં આવ્યું હતું.[2]
![]() | |
Public ઢાંચો:NYSE ઢાંચો:Tyo | |
ઉદ્યોગ | Banking Financial services |
---|---|
સ્થાપના | New York City, New York (1812) |
મુખ્ય કાર્યાલય | New York City, New York, U.S. |
સેવા અપવામાં અવતા વિસ્તારો | Worldwide |
મુખ્ય લોકો | Richard D. Parsons (Chairman) Vikram Pandit (CEO) John Gerspach (CFO) |
ઉત્પાદનો | Consumer banking Corporate banking Investment banking Global wealth management Financial analysis Private equity |
આવક | ![]() |
સંચાલન આવક | ![]() |
નફો | ![]() |
કુલ સંપતિ | ![]() |
કુલ ઇક્વિટી | ![]() |
કર્મચારીઓ | 258,000 (3Q 2010)[1] |
વેબસાઇટ | Citigroup.com |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8c/399park.jpg/220px-399park.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c2/CitigroupCenter2.jpg/640px-CitigroupCenter2.jpg)
સિટીગ્રુપ ઈન્ક. (Inc.) નાણાંકિય સેવાઓનું વિશ્વનું સૌથી વિશાળ માળખું ધરાવે છે, જે 16,000 જેટલી ઓફિસો સાથે 140 દેશોમાં ફેલાયેલું છે. આ કંપની વિશ્વભરમાં આશરે 2,60,000 કર્મચારીઓ તેમજ 140 થી વધુ દેશોમાં 200 મિલિયન ગ્રાહક ખાતા ધરાવે છે. યુએસ (US) ટ્રેઝરી સિક્યોરિટીઝના વેપારમાં તે પ્રાથમિક વિક્રેતા છે.[3]
2008ની વૈશ્વિક નાણાંકિય કટોકટીમાં સિટીગ્રુપને ખૂબ મોટાપાયે નુકસાન થયું હતું અને યુ.એસ. (U.S.) સરકારે નવેમ્બર 2008માં મોટી જામીનગીરી આપીને તેને બચાવ્યું હતું.[4] તેના સૌથી મોટા હિસ્સેદારોમાં મધ્યપૂર્વ અને સિંગાપોરમાંથી આવતાં ફંડોનો સમાવેશ થાય છે.[5] 27 ફેબ્રુઆરી, 2009ના રોજ સિટીગ્રુપે જાહેર કર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર $25 બિલિયન સંકટકાલીન મદદને સામાન્ય શેરોમાં પરિવર્તિત કરીને તેમની કંપનીનો 36 % ઇક્વિટીહિસ્સો લેશે; જોકે સિટીગ્રુપે $21 બિલિયનના સામાન્ય શેરો અને ઇક્વિટીને યુએસ (US) ઇતિહાસના એકમાત્ર વિશાળ શેર વેચાણના ભાગરૂપે વેચતા આ હિસ્સો 27 % રહી ગયો હતો. આટલું મોટું વેચાણ કરીને સિટીગ્રુપે એક મહિના પહેલા જ બેંક ઓફ અમેરિકાના $19 બિલિયન શેરોના વેચાણને પાછળ છોડી દીધું હતું.
બેંક ઓફ અમેરિકા, જેપી (JP) મોર્ગન ચેઝ અને વેલ્સ ફેર્ગો સાથે સિટીગ્રુપ યુનાઇટેડ સ્ટેટ્સની ચાર વિશાળ બેંકો માંથી એક છે.[6][7][8][9][10][11][12]