સિક્કિમના મુખ્યમંત્રીઓની સૂચિ
From Wikipedia, the free encyclopedia
પુર્વોત્તર ભારતના રાજ્ય સિક્કિમના મુખ્યમંત્રી રાજ્યના વાસ્તવિક વડા છે જ્યારે ભારતિય બંધારણ અનુસાર સિક્કિમના રાજ્યપાલ રાજ્યના કાયદેસર વડા છે. સિક્કિમ વિધાનસભા ચુંટણીમાં બહુમત પ્રાપ્ત કરનાર પક્ષ રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી કરે છે.
Quick Facts સિક્કિમના મુખ્ય મંત્રી, માનદ્ ...
સિક્કિમના મુખ્ય મંત્રી | |
---|---|
સિક્કિમનું રાજચિહ્ન | |
માનદ્ | માનનીય (સત્તાવાર) મુખ્ય મંત્રી (બિનસત્તાવાર) |
સ્થિતિ | સરકારના વડા |
ટૂંકાક્ષરો | સી.એમ. |
સભ્ય | સિક્કિમ વિધાનસભા |
Reports to | સિક્કિમના રાજ્યપાલ |
નિમણૂક | સિક્કિમના રાજ્યપાલ |
પદ અવધિ | At the confidence of the assembly ૫ વર્ષ (પદ ક્રમાંકની કોઇ મર્યાદા નહી).[1] |
પ્રારંભિક પદધારક | કાઝિ લ્હેન્દુપ દોરજી |
સ્થાપના | ૧૬ મે ૧૯૭૪ |
બંધ કરો
વર્ષ ૧૯૭૫ના ભારત સંઘ સાથેના જોડાણ બાદ અત્યાર સુધી સિક્કિમમાં પાંચ મુખ્યમંત્રીઓ રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાઝિ લ્હેન્દુપ દોરજી સિક્કિમના પ્રથમ મુખ્યમંત્રી હતા. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટના પવન કુમાર ચામલિંગ ભારતના સૌથી વધુ સમય માટે પદ પર રહેનારા મુખ્યમંત્રી હતા. ૧૯૯૪થી ૨૦૧૯ સુધી તેઓ સિક્કિમના મુખ્યમંત્રી રહ્યા હતા.