પ્રાદેશિક આંતરસરકારી અને ભૌગોલિક રાજકીય સંગઠન From Wikipedia, the free encyclopedia
દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષેસ) અથવા સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીયોનલ કોઓપરેશન (સાર્ક) (અંગ્રેજી: The South Asian Association for Regional Cooperation (SAARC)) એ દક્ષિણ એશિયા સ્થિત ૮ સભ્ય રાષ્ટ્રોનું બનેલું એક સંગઠન છે જે આર્થિક અને ભૂરાજકિય સહકારના ઉદ્દેશથી રચવામાં આવ્યું છે.[10] તેનુ વડુમથક નેપાળનાં કાઠમંડુમાં આવેલું છે.[11]
દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (SAARC)
| |
---|---|
Member states Observer states | |
મુખ્યાલય | કાઠમંડુ, નેપાળ |
અધિકૃત ભાષાઓ | અંગ્રેજી |
સભ્ય પદ | |
નેતાઓ | |
• મહામંત્રી | અર્જુન બહાદુર થાપા[1] |
• નિયામક | અફઘાનિસ્તાન મોહમદ ઇબ્રાહિમ ઘફુરી[2] Bangladesh તારિક મુહમ્મદ[3] ભૂતાન સિંગ્યે દોર્જી [4] ભારત અમૃત લુગુન[5] માલદીવ્સ ઇબ્રાહિમ ઝુહુરી[6] Nepal ધન ઓલી[7] પાકિસ્તાન અહ્મર ઇસ્માઇલ[8] શ્રીલંકા પ્રસન્ના ગામાગે[9] |
માલદીવ્સ | |
સ્થાપના | ૮ ડિસેમ્બર, ૧૯૮૫ |
વેબસાઇટ www | |
|
દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજકીય અને આર્થિક સહયોગનો વિચાર સૌપ્રથમ ૧૯૮૦ની સાલમાં ઉદ્ભવ્યો હતો અને તેની સૌથી પહેલી શિખર પરિષદ ઢાકામાં ૮ ડિસેમ્બર ૧૯૮૫ના દિવસે મળી હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલ્દીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની સરકારોએ તેની અધિકૃત સ્થાપના કરી[12][13]. તે પછીના વર્ષોમાં નવા સભ્ય રાષ્ટ્રો ઉમેરાતાં તેનું કદ વધ્યું[12]. ૨૦૦૭માં અફઘાનિસ્તાનના જોડાવાથી સાર્કનો વિસ્તાર થયો[14].
સાર્કની નીતિઓનું ધ્યેય છે કે દક્ષિણ એશિયાઈ દેશોમાં કલ્યાણકારી અર્થતંત્રને અને તેમની વચ્ચે સ્વાશ્રયબઢાવો આપવો, તથા ક્ષેત્રમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસને ઝડપી બનાવવો[15]. સાર્કે સમગ્ર વિશ્વના દેશો સાથે બાહ્ય સંબંધો બાંધવાની દિશામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. યુરોપિય સંઘ (યુરોપિયન યુનિયન), સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અન્ય બહુકોણીય એકમો સાથે સાર્કે સ્થાયી રાજદ્વારી સંબંધો સ્થાપ્યા છે[15]. સભ્ય રાષ્ટ્રોના વડાઓની એક બેઠક દર વર્ષે નિયમિત રીતે મળે છે અને દરેક દેશના વિદેશ મંત્રીઓની બેઠક વર્ષમાં બે વાર[15]. નવેમ્બર ૨૦૧૪માં સાર્કની ૧૮મી શિખર પરિષદ નેપાળનાં કાઠમંડુમાં યોજાશે[16].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.