ગુજરાત, ભારતની નદી From Wikipedia, the free encyclopedia
સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ ગુજરાતમાંથી વહે છે અને ખંભાતના અખાત થકી અરબી સમુદ્રમાં ભળી જાય છે. નદીની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે જ્યારે વાંકળ, હરણાવ, હાથમતી, ખારી અને વાત્રક તેના ડાબા કાંઠાની શાખાઓ છે.[3]
સાબરમતી નદી | |
---|---|
સાબરમતી નદી, અમદાવાદ | |
સાબરમતી નદીના ક્ષેત્રનો નકશો | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત, રાજસ્થાન |
શહેરો | અમદાવાદ, ગાંધીનગર |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | અરવલ્લી, ઉદયપુર જિલ્લો, રાજસ્થાન |
⁃ ઊંચાઇ | 782 m (2,566 ft) |
નદીનું મુખ | |
• સ્થાન | ખંભાતનો અખાત, ગુજરાત |
લંબાઇ | 371 km (231 mi)[1] |
વિસ્તાર | 30,680 km2 (11,850 sq mi)[1] |
સ્રાવ | |
⁃ સરેરાશ | 120 m3/s (4,200 cu ft/s) |
સ્રાવ | |
⁃ સ્થાન | અમદાવાદ[2] |
⁃ સરેરાશ | 33 m3/s (1,200 cu ft/s) |
⁃ ન્યૂનતમ | 0 m3/s (0 cu ft/s) |
⁃ મહત્તમ | 484 m3/s (17,100 cu ft/s) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | વાંકળ નદી, હરણાવ નદી, હાથમતી નદી, વાત્રક નદી[1] |
• જમણે | સેઇ નદી[1] |
અમદાવાદ અને ગાંધીનગર અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧માં ગુજરાતના સુલતાન અહમદશાહને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઈ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી હતી.
ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધીએ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.
ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને હાથમતી, મેશ્વો, માઝુમ, ખારી, શેઢી, વાત્રક એમ કુલ સાત નદીઓનો સંગમ થાય છે. ત્યાં દર વર્ષે કારતકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને પ્રસિધ્ધ વૌઠાનો મેળો ભરાય છે, જે ગધેડાઓની લે-વેચ માટે પણ પ્રસિદ્ધ છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
સાબરમતી નદી પર નીચેના મુખ્ય બંધો આવેલા છે:
સાબરમતી નદી પર તેના ઉદ્ગમ સ્થાનથી ૮૦ કિ.મી.નાં અંતરે અને અમદાવાદથી ૧૬૫ કિમી દૂર મહેસાણા જિલ્લામાં ધરોઇ ગામમાં ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધનો સ્ત્રાવક્ષેત્ર ૫,૪૭૫ ચો.કિ.મી. છે અને તેનાથી ૨૦૨ કિ.મી.નાં અંતરે વાસણા બેરેજ છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૧૦,૬૧૯ ચો.કિ.મી. છે.[3] આ બંધનું બાંધકામ ૧૯૭૮માં કરવામાં આવ્યું હતું. બંધનો સ્ત્રાવક્ષેત્રમાંથી ૨,૬૪૦ ચો.કિમી ગુજરાત રાજ્યને ભાગે આવે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.