From Wikipedia, the free encyclopedia
સરિતા જોશી (પહેલાં: ભોંસલે) (જન્મ: ૧૭ ઓક્ટોબર, ૧૯૪૧) એ ભારતીય નાટ્ય, ટેલિવીઝન અને ફિલ્મ કલાકાર છે. તેઓ ગુજરાતી નાટ્ય અને મરાઠી નાટ્ય તેમજ મરાઠી ચલચિત્ર કલાકાર પણ છે. તેઓ સ્ટાર પ્લસની ટેલિવીઝન ધારાવાહિક બા બહૂ ઔર બેબી માં ગોદાવરી ઠક્કરના પાત્ર માટે જાણીતાં છે. સરિતા જોશી આજે પણ રંગભૂમિ અને ટેલીવિઝન તથા બીજી ઈતર પ્રવૃત્તિમાં રત છે.
સરિતા જોશી | |
---|---|
જન્મ | ૧૭ ઓક્ટોબર ૧૯૪૧ પુના |
બાળકો | Purbi Joshi, કેતકી દવે |
પુરસ્કારો |
તેઓ નાટ્ય દિર્ગ્દર્શક પ્રવિણ જોશી સાથે પરણ્યા છે.[1] તેમની પુત્રી કેતકી દવે દક્ષાના પાત્ર માટે ક્યૂૂંકી સાસ ભી કભી બહુ થી માટે જાણીતા છે. તેમની પુત્રી પૂર્વી જોશી કોમેડી સરકસનાં રજૂકર્તા માટે જાણીતા છે. શરમન જોશી તેમનો ભત્રીજો થાય છે.[2][3]તેઓ જાણીતી અભિનેત્રી પદમા રાણીના બહેન થાય છે.
૧૯૮૮માં તેઓએ ભારતની સંગીત, નૃત્ય અને નાટકની રાષ્ટ્રિય અકાદમી એવી સંગીત નાટક અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી એવોર્ડ ગુજરાતી નાટકોમાં અભિનય માટે મેળવ્યો હતો.[1][4] તેમને ૨૦૨૨ના વર્ષનો ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર એનાયત થયો હતો.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.