સયાજી સરોવર અથવા આજવા સરોવર જે આજવા નીમેટા તરીકે પણ પ્રખ્યાત છે, ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી આશરે ૨૫ કિલોમીટર દુર આવેલું એક પર્યટન સ્થળ, સરોવર અને બંધ છે.

Quick Facts આજવા બંધ, દેશ ...
આજવા બંધ
સયાજી સરોવર is located in ગુજરાત
સયાજી સરોવર
ગુજરાતમાં સ્થાન
દેશભારત
સ્થળવિશ્વામિત્રી નદી, વડોદરા જિલ્લો, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ22°22′30.4″N 73°23′6.4″E
બંધ અને સ્પિલવે
લંબાઈ5,000 m (16,000 ft)
સરોવર
નામસયાજી સરોવર
સ્ત્રાવ વિસ્તાર195 km2 (75 sq mi)
બંધ કરો

આજવા સરોવરના બાંધકામનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને જાય છે, જેમણે શહેરની પાણીની જરુરિયાતને ધ્યાનમાં રાખી આજવા સરોવરનું નિર્માણ કરાવડાવ્યું હતું. હાલના સમયમાં પણ મહારાજાની દુરંદેશીને પ્રતાપે વડોદરા શહેરની વસ્તી પહેલાં કરતાં આશરે ત્રણથી ચાર ગણી થવા છતાં વડોદરાના આખા પુર્વીય વિસ્તારને જીવન જરુરી એવું પાણી આજવા સરોવરમાંથી જ મળે છે.

આજવા સરોવરને કિનારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વૃંદાવન બાગનું પણ આયોજન કરાયેલ છે. આ બાગ મૈસૂરના વૃંદાવન બાગની છાયા સમાન છે. વૃંદાવન બાગનું ખાસ આકર્ષણ તેના રંગબેરંગી પ્રકાશવાળા ફુવારા છે તેમ જ અહીં દર શનિ, રવિ અને સોમવારે યોજવામાં આવતા સંગીતમય ફુવારા (મ્યુઝિકલ ફાઉન્ટેન)નો કાર્યક્રમ છે. આજવા સરોવરનું પાણી શુદ્ધ કરવા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજવાથી વડોદરા તરફ આવતા રસ્તામાં નિમેટા ગામ પાસે પાણી શુદ્ધીકરણનો પ્લાન્ટ નાખેલ છે. આ પ્લાન્ટની આસપાસ પણ એક સુંદર બગીચો બનાવવામાં આવેલો છે. આજવા સરોવર અઠવાડીક રજા માણવા માટેનું એક ખુબ જ પ્રખ્યાત તેમજ આહલાદક સ્થળ છે. વડોદરાથી આજવા પહોંચવા માટે ખાનગી વાહન વ્યવસ્થા સહેલાઇથી ઉપલબ્ધ છે. હાલમાં વડોદરાથી આજવા વચ્ચે બીજા ઘણાં આનંદ પ્રમાદના પર્યટન સ્થળ વિકસી ગયાં છે, જેમકે ગુજરાત ફન વર્લ્ડ ઍન્ડ રીસોર્ટ, આજવા ફન વર્લ્ડ વગેરે.

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.