સભ્ય:Haritosh/સ્પિરિટેડ અવે
From Wikipedia, the free encyclopedia
સ્પિરિટેડ અવે (જાપાની: 千と千尋の神隠し ગુજરાતી: સેન તો ચિહિરો નો કામીકાક્શી, "સેન અને ચિહિરો નું અંતર્ધાન") એ વર્ષ ૨૦૦૧માં હાયાઓ મિયાઝાકી દ્વારા દિગ્દર્શિત, સ્ટુડિયો ઘીબ્લી દ્વારા તોકુમા શોતેન, નિપ્પોન ટેલિવિઝન નેટવર્ક, દેન્ત્સુ, બ્વેના વિસ્ટા હોમ એન્ટર્ટેન્મેન્ટ, તોહોકુશિંશા અને મિત્સુબિશી માટે નિર્મિત તેમજ તોહો કંપની દ્વારા વિતરિત જાપાની એનિમેટેડ કાલ્પનિક ફિલ્મ છે.[6] તેમાં રુમિ હીરાગી, મિયુ ઇરિનો, મારી નાત્સુકી, તાકેશી નાઇતો, યાસુકો સાવાગુચી, ત્સુનેહિકો કામિજો, તાકેહિકો ઓનો અને બુન્તા સુગાવારા જેવા કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મમાં ચિહિરો ઓગિનો(હીરાગી) નામની એક દસ વરસની રિસાયેલી છોકરીની વાર્તા દેખાડવામાં આવેલ છે, જે નવા શહેર તરફ જતી વખતે આત્માઓની દુનિયામાં પ્રવેશ કરે છે. ચિહિરોના મમ્મી-પપ્પા જ્યારે યુબાબા (નાત્સુકી) નામક ચૂડેલ દ્વારા ડુક્કરમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે, ત્યારે ચિહિરો યુબાબાના સ્નાનગૃહમાં નોકરી કરીને પોતાને તેમજ પોતાના મમ્મી-પપ્પાને આત્માઓની દુનિયામાંથી કાઢીને ફરીથી આપણી દુનિયામાં પાછા આવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કરે છે.
સ્પિરિટેડ અવે | |
---|---|
સેન તો ચિહિરો નો કામિકાક્શી | |
દિગ્દર્શક | હાયાઓ મિયાઝાકી |
લેખક | હાયાઓ મિયાઝાકી |
નિર્માતા | તોશિઓ સુઝુકી |
કલાકારો |
|
છબીકલા | આત્સુશી ઓકુઇ |
સંપાદન | તાકેશી સેયામા |
સંગીત | જો હિસાઇશી |
નિર્માણ નિર્માણ સંસ્થા | સ્ટુડિયો ઘીબ્લી |
વિતરણ | તોહો (જાપાન) |
રજૂઆત તારીખ | ૨૦ જુલાઈ ૨૦૦૧ (જાપાન) |
અવધિ | ૧૨૫ મિનિટ[1] |
દેશ | જાપાન |
ભાષા | જાપાની |
બજેટ | |
બોક્સ ઓફિસ |
મિયાઝાકીએ દર વર્ષના ઉનાળામાં પોતાના ઘરે મળવા આવતા મિત્ર, સહયોગી નિર્માતા સેજી ઓકુદાની દસ વરસની દિકરી પર આધારિત ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધા પછી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી.[7] આ સમયે, મિયાઝાકી બે વ્યક્તિગત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતાં, પરંતુ તેઓ નામંજૂર થઈ ગયા હતાં. ૧.૯ કરોડ ડોલરના બજેટ સાથે વર્ષ ૨૦૦૦માં સ્પિરિટેડ અવે ના નિર્માણની શરૂઆત થઈ. નિર્માણ પ્રક્રિયા દરમ્યાન મિયાઝાકીને લાગ્યું કે ફિલ્મ ત્રણ કલાકથી વધુ લાંબી જઈ રહી હતી, અને તેઓએ વાર્તાનાં ઘણાં ભાગ કાપી કાઢવાનો નિર્ણય લીધો. ત્યારપછી, વોલ્ટ ડિઝની કંપનીએ પિક્સારના ડિરેક્ટર અને મિયાઝાકીના ચાહક જ્હોન લેસેટરનો સંપર્ક કરી તેમની આગળ અમેરીકામાં સ્પિરિટેડ અવે ને અંગ્રેજી ભાષામાં રિલીઝ કરવાનો પ્રસ્તાવ મુક્યો. લેસેટર એ કર્ક વાઈઝ ને ડિરેક્ટર તરીકે અને ડોનાલ્ડ ડબ્લ્યુ. અર્ન્સ્ટ ને ફિલ્મના અંગ્રેજી રૂપાંતરણના નિર્માતા તરીકે પસંદ કર્યાં. કથાકારો સિન્ડી ડેવિસ હ્યુઇટ અને ડોનાલ્ડ એચ. હ્યુઇટ એ ફિલ્મનો સંવાદ અંગ્રેજીમાં લખ્યો, જેને તેઓએ મૂળ જાપાની ભાષામાં બોલાયેલા સંવાદ સાથે બરાબર મેળ આપ્યો .[8]
આખરે આ ફિલ્મ જાપાનનાં થિયેટરોમાં ૨૦ જુલાઈ ૨૦૦૧ ના તોહો નામની કંપની દ્વારા રિલીઝ કરાઈ. તેણે વિશ્વભરમાં ૨.૮૯ કરોડ ડોલરથી પણ વધારે કમાણી કરી, અને વિવેચકો તરફથી ભરપૂર પ્રશંસા થતાં જાપાનના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફિલ્મ બની. કુલ ૩૦.૪ અબજ યેનની કમાણી સાથે આ ફિલ્મ (તે સમયે વિશ્વભરમાં સૌથી વધુ કમાઈ ચુકેલી) ટાઇટેનિક કરતાં પણ આગળ નીકળી ગઈ. સ્પિરિટેડ અવે નું નામ આજના સમયમાં પણ વારંવાર સૌથી મહાન એનિમેટેડ ફિલ્મોની યાદીમાં આવે છે.[9][10][11] ૭૫માં એકેડેમી એવોર્ડ સમારંભમાં બેસ્ટ એનિમેટેડ ફીચર માટેનો એકેડેમી એવોર્ડ જીતીને સ્પિરિટેડ અવે જાપાનની એનિમેટેડ ફિલ્મોમાં તેમજ હાથે દોરેલા ચિત્રોથી બનેલી એનિમેટેડ ફિલ્મોમાંથી બેસ્ટ એનિમેટેડ ફિલ્મનો એવોર્ડ જીતવાવાળી એકમાત્ર ફિલ્મ બની.[12] ત્યારબાદ તેણે ૨૦૦૨માં બર્લિન ખાતે યોજયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં "બ્લડી સન્ડે" નામની ફિલ્મ સાથે ગોલ્ડન બેર એવોર્ડ જીત્યો, અને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની "૧૪ વર્ષ સુધીની ઉમરનાં બાળકો માટેની ટોચની પચાસ ફિલ્મો" નામક યાદીમાં સ્થાન મેળવ્યું.[13]
વર્ષ ૨૦૧૬માં, વિશ્વભરનાં ૧૭૭ ફિલ્મ વિવેચકો દ્વારા ૨૧મી સદીની શ્રેષ્ઠ ફિલ્મોની રેન્કિંગમાં સ્પિરિટેડ અવે ચોથા ક્રમે ચૂંટવામાં આવી, અને તે લિસ્ટમાં સૌથી ઊંચી રેન્કિંગ મેળવનારી એનિમેટેડ ફિલ્મ બની ગઈ.[14]
હાલ ૨૦૧૭માં ન્યૂ યોર્ક ટાઇમ્સની "૨૧મી સદીની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મો" ની યાદીમાં પણ સ્પિરિટેડ અવે એ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો.[15]