સભ્ય:Crazy Court 651/જાતીય સંભોગ
From Wikipedia, the free encyclopedia
જાતીય સંભોગ (દૈહિક મિલન અથવા મૈથુન ) એ જાતીય પ્રવૃતિ છે, જેમાં જાતીય આનંદ અથવા પ્રજનન માટે યોનિમાર્ગમાં શિશ્ન દાખલ કરી તેને ધક્કો મારવાની ક્રિયાનો સમાવેશ થાય છે, [1] તેને યોનિમાર્ગ સંભોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. [2] [3] પ્રવેશનો સમાવેશ કરતા જાતીય સંભોગના અન્ય સ્વરૂપોમાં ગુદા મૈથુન ( શિશ્ન દ્વારા ગુદામાં પ્રવેશ), મુખ મૈથુન (શિશ્ન દ્વારા મોંમાં પ્રવેશ અથવા સ્ત્રીની જનનેન્દ્રિયમાં શિશ્નનો મૌખિક પ્રવેશ), આંગળીઓ દ્વારા થતુ મૈથુન(આંગળીઓ દ્વારા જાતીય પ્રવેશ) અને ડિલ્ડોના(ખાસ કરીને સ્ટ્રેપ-ઓન ડિલ્ડો) ઉપયોગ દ્વારા પ્રવેશનો સમાવેશ થાય છે. [4] [5] આ પ્રવૃત્તિમાં બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે શારીરિક આત્મીયતાનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે તેનો ઉપયોગ શારીરિક અથવા ભાવનાત્મક આનંદ માટે થાય છે અને તે માનવ સંબંધોમાં ફાળો આપી શકે છે. [4] [6]
જાતીય સંભોગ અથવા જાતીય પ્રવૃત્તિ શું છે તેના પર વિવિધ મંતવ્યો છે, જે જાતીય સ્વાસ્થ્ય પરના મંતવ્યો પર અસર કરી શકે છે. [7] જો કે જાતીય સંભોગ, ખાસ કરીને મૈથુન શબ્દ, સામાન્ય રીતે શિશ્નનો-યોનિમાં પ્રવેશ અને સંતાન પેદા કરવાની સંભાવના સૂચવે છે, [1] તે સામાન્ય રીતે પેનિટ્રેટિવ ઓરલ સેક્સ અને ગુદા મૈથુન સેક્સને પણ સૂચવે છે. [8] તેમાં સામાન્ય રીતે જાતીય પ્રવેશનો સમાવેશ થાય છે, જ્યારે બિન-પેનિટ્રેટિવ સેક્સને બાહ્ય ભોગ(outercourse)તરીકે લેબલ કરવામાં આવ્યું છે, [9] પરંતુ તેને પણ જાતીય સંભોગ ગણવામાં આવે છે. [4] [10] સંભોગ, ઘણીવાર જાતીય સંભોગ માટેનુ ટુંકનામ એ કોઈપણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ હોઈ શકે છે. [7] કારણ કે આ પ્રવૃત્તિઓ દરમિયાન લોકોને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ લાગવાનું જોખમ હોઈ શકે છે, આરોગ્યના જાણકારો ટ્રાન્સમિશનના જોખમને ઘટાડવા માટે સલામત સેક્સ પ્રેક્ટિસની ભલામણ કરે છે. [11] [12]
વિવિધ કાયદાઓ અમુક જાતીય કૃત્યો પર પ્રતિબંધ મૂકે છે, જેમ કે વ્યભિચાર, સગીર સાથેની જાતીય પ્રવૃત્તિ, વેશ્યાવૃત્તિ, બળાત્કાર, ઝૂફિલિયા, સોડોમી, લગ્ન પહેલા અને લગ્નેતર સેક્સ. ધાર્મિક માન્યતાઓ જાતીય સંભોગ અથવા અન્ય જાતીય પ્રવૃત્તિ વિશેના વ્યક્તિગત નિર્ણયોમાં પણ ભૂમિકા ભજવે છે, જેમ કે કૌમાર્ય વિશેના નિર્ણયો, [13] [14] અથવા કાનૂની અને જાહેર નીતિ વિશેની બાબતો.જાતીય કૃત્યો વિશે ધાર્મિક માન્યતાઓ જુદા-જુદા ધર્મ મુજબ બદલાય છે,તેમ છતાં વ્યભિચાર જેવી બાબતો વિશે ધર્મો વચ્ચે સમાન માન્યતા છે.
બિન-માનવ પ્રાણીઓ વચ્ચેના પ્રજનન સંબંધી જાતીય સંભોગને સામાન્ય રીતે કોપ્યુલેશન કહેવામાં આવે છે, અને વીર્ય યોનિ સિવાયનં અન્ય માર્ગે સ્ત્રીના પ્રજનન માર્ગમાં દાખલ થઈ શકે છે, જેમ કે ક્લોકલ કોપ્યુલેશન દ્વારા. મોટાભાગના બિન-માનવ સસ્તન પ્રાણીઓ માટે, સમાગમ અને સંભોગ એસ્ટ્રસના(સ્ત્રીના પ્રજનન ચક્રમાં સૌથી ફળદ્રુપ સમયગાળો) સમય દરમિયાન થાય છે, જે સફળ ગર્ભાધાનની શક્યતાઓને વધારે છે. [15] [16] જો કે, બોનોબોસ, ડોલ્ફિન્સ અને ચિમ્પાન્ઝી જાતીય સંભોગમાં જોડાવા માટે જાણીતા છે,માદા એસ્ટ્રસમાં છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, અને તેઓ સમલિંગી ભાગીદારો સાથે પણ જાતીય કૃત્યોમાં જોડાય છે. [17] મનુષ્યો જેમ મુખ્યત્વે આનંદ માટે જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, આ પ્રાણીઓમાં પણ આ વર્તન પણ આનંદ માટે હોવાનું માનવામાં આવે છે, અને તેમના સામાજિક બંધનોને મજબૂત કરવામાં ફાળો આપતું એક પરિબળ છે. [18]