શ્રીલંકા

દક્ષિણ એશિયાનો ટાપુ દેશ From Wikipedia, the free encyclopedia

શ્રીલંકા

શ્રીલંકા એક ટાપુ દેશ છે. જે દક્ષિણ એશિયામાં ભારતના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. તેની વસ્તી અંદાજે ૨.૨ કરોડ લોકોની છે. તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, શ્રીલંકા પશ્ચિમ એશિયા તેમજ દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે મહત્ત્વની કડી છે. પૌરાણિક કાળથી શ્રીલંકા બૌદ્ધ ધર્મનું અને સંસ્કૃતિક કેંદ્ર રહ્યું છે. સિંહાલી લોકો અહીંના મુખ્ય રહેવાસીઓ છે, અને તમિલ મુળના લોકો કે જેઓ મુખ્યત્વે દેશના ઉત્તર ભાગમાં વસેલા છે. તેઓ શ્રીલંકાની સૌથી મોટી લઘુમતિ કોમ છે. શ્રીલંકાની બીજી કોમોમાં મુર, બુર્ગર, કાફિર તેમજ મલયનો સમાવેશ થાય છે.

Quick Facts સિંહાલા:, તમિલ: ...
ડેમોક્રેટિક સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકા

  • ශ්‍රී ලංකා ප්‍රජාතාන්ත්‍රික සමාජවාදී ජනරජය (Sinhala)
  • இலங்கை சனநாயக சோசலிசக் குடியரசு (તમિળ)
  • સિંહાલા:Śrī Laṅkā Prajātāntrika Samājavādī Janarajaya
    તમિલ:Ilaṅkai Jaṉanāyaka Sōsalisak Kuṭiyarasu
Thumb
ધ્વજ
શ્રીલંકા નું Emblem
Emblem
રાષ્ટ્રગીત: "શ્રીલંકા માતા"
(અંગ્રેજી: "Mother Sri Lanka")
Thumb
રાજધાનીશ્રી જયવર્દનેપુરા કોટ્ટે (બંધારણીય)[]
કોલંબો (સરકારી અને કાયદાકીય)[]
6°56′N 79°52′E
સૌથી મોટું શહેરકોલંબો
અધિકૃત ભાષાઓસિંહાલા
તમિલ[]
માન્ય ભાષાઓશ્રીલંકાનું અંગ્રેજી
વંશીય જૂથો
(2012[])
૭૪.૯% સિંહાલા
૧૧.૨% શ્રીલંકાના તમિલ
૯.૨% શ્રી લંકાના મૂર
૪.૨% ભારતીય તમિલ
૦.૫% Others (બુર્ગીર, મલય, વેદ્દાસ, ચાઇનિઝ, ભારતીય)
ધર્મ
(૨૦૧૨)
૭૦.૨% બૌદ્ધ (અધિકૃત ધર્મ)[]
૧૨.૬% હિંદુ
૯.૭% ઇસ્લામ
૭.૪% ખ્રિસ્તી
૦.૧% અન્ય
લોકોની ઓળખશ્રીલંકન
સરકારઐક્ય આશંકિ-પ્રમુખશાહી પ્રજાસત્તાક
 પ્રમુખ
ગોટબયા રાજપક્ષા
 વડાપ્રધાન
મહિન્દા રાજપક્ષા
 સ્પીકર
મહિન્દા યાપા અબેવર્દના[]
 મુખ્ય ન્યાયાધીશ
જયંત જયસુર્યા
સંસદસંસદ
સ્થાપના
 સિંહાલા રાજ્યની સ્થાપના[]
ઇ.સ. પૂર્વે ૫૪૩
 રાજરથ સ્થાપના[]
ઇ.સ. પૂર્વે ૪૩૭
 કન્દયન યુદ્ધો
૧૭૯૬
 કન્દયન સંધિ
૧૮૧૫
 સ્વતંત્રતા
૪ ફેબ્રુઆરી ૧૯૪૮
 પ્રજાસત્તાક
૨૨ મે ૧૯૭૨
 હાલનું બંધારણ
૭ સપ્ટેમ્બર ૧૯૭૮
વિસ્તાર
 કુલ
65,610 km2 (25,330 sq mi) (૧૨૦મો)
 જળ (%)
૪.૪
વસ્તી
 ૨૦૨૦ અંદાજીત
22156000[] (૫૭મો)
 ૨૦૧૨ વસ્તી ગણતરી
20277597[૧૦]
 ગીચતા
337.7/km2 (874.6/sq mi) (૨૪મો)
GDP (PPP)૨૦૨૧ અંદાજીત
 કુલ
$306.997 billion[૧૧] (૫૬મો)
 Per capita
$13,909[૧૧] (૮૮મો)
GDP (nominal)૨૦૨૧ અંદાજીત
 કુલ
$84.532 બિલિયન[૧૧] (૬૪મો)
 Per capita
$3,830[૧૧] (૧૧૩મો)
જીની (૨૦૧૬)39.8[૧૨]
medium
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૯) 0.782[૧૩]
high · ૭૨મો
ચલણશ્રીલંકન રુપિયો (Rs) (LKR)
સમય વિસ્તારUTC+૫:૩૦ (SLST)
તારીખ બંધારણ
  • dd-mm-yyyy
  • yyyy-mm-dd
વાહન દિશાડાબે
ટેલિફોન કોડ+૯૪
ISO 3166 કોડLK
ઇન્ટરનેટ ડોમેઇન (TLD)
  • .lk
  • .ලංකා
  • .இலங்கை
વેબસાઇટ
www.gov.lk
બંધ કરો
Thumb
શ્રીલંકાનો ભૌમિતિક લાક્ષણીકતાઓનો નકશો.

તેના ચા, કોફી, નારિયેળ તથા રબરના ઉત્પાદન માટે પ્રચલિત શ્રીલંકા એક પ્રગતિશીલ અને આધુનિક અર્થતંત્ર ધરાવે છે. દક્ષિણ એશિયામાં તેની માથાદીઠ આવક સૌથી વધારે છે. ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે. આ દેશમાં સૌથી મુખ્ય આવક ટુરિઝમ ક્ષેત્રે એટલે કે પ્રવાસ દ્વારા થાય છે. યુરોપથી મોટી સંખ્યામાં મુસાફરો અહીં જોવા મળે છે.

બે હજાર વર્ષના સ્થાનિક રાજાઓના રાજ્ય પછી ૧૬મી સદીમાં તેના અમુક ભાગો ઉપર પોર્ટુગીઝ તેમજ ડચ સામ્રાજ્યના રાજ હેઠળ આવ્યા હતા કે જે બાકીના દેશ સાથે ૧૮૧૫માં બ્રિટિશ મહાસામ્રાજ્યમાં વિલીન થઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની સામ્રાજ્યની સામેની લડાઈમાં શ્રીલંકાએ એલાઈડ ફોર્સના એક મહત્ત્વના મથક તરીકેની ભૂમિકા ભજવી હતી. વીસમી સદીના પુર્વાધમાં ત્યાં એક રાષ્ટ્રીય રાજનૈતિક ચળવળ ઊભી થઈ હતી કે જેનું ધ્યેય રાજકીય સ્વતંત્રતાનો હતો, જે તેને ૧૯૪૮માં બ્રિટિશરો સાથે શાંતીપુર્ણ વાટાધાટો પછી મળી હતી.

ઇતિહાસ

શ્રીલંકાનો ઉલ્લેખ તો પ્રાચીન સમય થી જાણવા મળે છે. રામાયણ જેવા પૌરાણીક ગ્રંથ માં તેને "લંકા" ના નામથી વીગતે વર્ણવવામાં આવ્યું છે. ત્યાર પછી સમ્રાટ અશોકના શીલાલેખોમાં પણ તેના ઉલ્લેખો જોવા મળે છે. આગાઉ સિલોનના નામે ઓળખાતા શ્રીલંકાને સૌ પ્રથમ કબજે લેનાર પોર્ટુગીઝ હતા. ઇ.સ.૧૫૦૧માં તેમણે શ્રીલંકાના અમુક પ્રદેશો હસ્તગત કર્યા. ઇ.સ. ૧૬૫૮માં ડચ સામ્રાજ્ય ત્યાં પહોંચ્યુ અને ત્યાર પછી ૧૭૯૬માં અંગ્રેજોએ તો આખા ટાપુ પર શાસન સ્થાપ્યું. ત્યાંની મુળ સિંહાલી પ્રજાએ ક્યારેય સ્વતંત્રતા માટે માંગણી કરી ન હતી, છતાં ભારત આઝાદ થયા પછી ૧૯૪૮ માં શ્રીલંકા પણ આઝાદ થયું.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.