ભારતીય ગણિતશાસ્ત્રી From Wikipedia, the free encyclopedia
શ્રીનિવાસ ઐયંગર રામાનુજન (તમિળ: ஸ்ரீனிவாஸ ஐயங்கார் ராமானுஜன்; ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ – ૨૬ એપ્રિલ ૧૯૨૦)[1] ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
શ્રીનિવાસ રામાનુજન | |
---|---|
જન્મની વિગત | |
મૃત્યુ | 26 April 1920 32) કુંભકોણમ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ રાજ, (હવે, તમિલનાડુ, ભારત) | (ઉંમર
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ સંસ્થા | ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, કુંભકોણમ (કોઇ પદવી નહી) પચૈયપ્પા કોલેજ (કોઇ પદવી નહી) ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ (બી.એસસી., ૧૯૧૬) |
પ્રખ્યાત કાર્ય | લેન્ડાઉ-રામાનુજન અચળ મોક થીટા વિધેયો રામાનુજન પ્રમેયો રામાનુજનનો પ્રાઇમ રામાનુજન–સોલ્ડનર અચળ રામાનુજન થીટા વિધેયો રામાનુજનના દાખલા રોજર્સ–રામાનુજન ઓળખો રામાનુજનનો માસ્ટર પ્રમેય |
પુરસ્કારો | રોયલ સોસાયટી ફેલો |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | ગણિત |
કાર્ય સંસ્થાઓ | ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ |
શોધનિબંધ | હાઇલી કોમ્પોઝિટ નંબર્સ (૧૯૧૬) |
શૈક્ષણિક સલાહકારો | ગોડફ્રી હાર્ડી જે.ઇ. લીટ્ટલવુડ |
પ્રભાવ | જી. એસ. કાર્ર |
પ્રભાવિત | ગોડફ્રી હાર્ડી |
હસ્તાક્ષર | |
રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩૯૦૦ જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું, "ગણિતનુ જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે."[2]
૨૨ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ તેમની ૧૨૫મી જન્મતિથિ ઉજવવામાં આવી હતી. અને હવે ૨૦૨૧ માં ૧૩૪મી જન્મતિથિ ઉજવામાં આવશે.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ અને ૨૨ ડિસેમ્બર ૨૦૧૨માં રામાનુજનના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.