લોકોના શહેરમાં સ્થાનાંતરિત થવાની ક્રિયા From Wikipedia, the free encyclopedia
શહેરીકરણ એ વૈશ્વિક પરિવર્તનના પરિણામે શહેરી વિસ્તારોની થતી ભૌતિક વૃદ્ધિ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા શહેરીકરણને ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં થતી લોકોની હેરફેર તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે , જેમાં વસ્તીની વૃદ્ધિ શહેરી સ્થળાંતરને સમાન હોય છે. યુનાઇટેડ નેશન્સના અંદાજ પ્રમાણે વર્ષ 2008ના અંતમાં વિશ્વની અડધા ભાગની વસ્તી શહેરી વિસ્તારોમાં રહેતી હશે.[2]
શહેરીકરણ એ અદ્યતનીકરણ, ઔદ્યોગિકીકરણ, અને બુદ્ધિપ્રામણ્યવાદની સમાજશાસ્ત્રીય પ્રક્રિયા સાથે ખૂબ નજીકથી જોડાયેલું છે.
જેમ વધારે લોકો ગામો અને ખેતરો છોડીને શહેરોમાં સ્થાયી થાય છે તેમ શહેરોની વૃદ્ધિ થાય છે. 19મી સદીના અંત ભાગમાં શિકાગો અને સદી બાદ શાંઘાઇ જેવા શહેરોની ત્વરિત વૃદ્ધિ માટે મોટા ભાગે ગ્રામીણ-શહેરી સ્થળાંતરને કારણભૂત ગણાવી શકાય. આ પ્રકારની વૃદ્ધિ વિશેષરૂપે વિકાસશીલ દેશોમાં વધારે જોઇ શકાય છે.
વીસમી સદીમાં વિશ્વની વસ્તીનું ઝડપી શહેરીકરણ એ યુએન વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટની 2005ની સુધારણામાં દર્શાવવામાં આવ્યું છે. શહેરી વસ્તીના વૈશ્વિક પ્રમાણમાં 1900ના 13 ટકા (220 મિલિયન)થી નાટકીય રીતે વધીને 1950માં 29 ટકા (732 મિલિયન), 2005માં 49 ટકા (3.2 બિલિયન) થઇ હતી. તે જ અહેવાલમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે આ આંકડો 2030 સુધીમાં વધીને 60 ટકા (4.9 બિલિયન) થાય તેવી શક્યતા છે.[4] . આમ છતાં, ધી ફ્યુચરિસ્ટ મેગેઝિનમાં લખતા ફ્રેન્ચ અર્થશાસ્ત્રી ફિલિપ બોક્વાયર એવી ગણત્રી કરી હતી કે "વર્ષ 2030 સુધીમાં શહેરો અને નગરોમાં રહેતી વિશ્વની વસ્તી આશરે 50 ટકા હશે, જે યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા અંદાજવામાં આવેલી 60 ટકા કરતા નોંધપાત્ર રીતે ઓછી હશે. બોક્વાયર અને યુએન બંને શહેરોમાં લોકોની વસ્તીમાં વધારાને જુએ છે, પરંતુ બોક્વાયરના મતે ઘણા લોકો શહેરમાં તેમના માટે કામ નથી અને રહેવા માટે સ્થાન નથી તેવી ખબર પડશે ત્યારે તેઓ પરત ફરી જશે." [5]
યુએન સ્ટેટ ઓફ ધી વર્લ્ડ પોપ્યુલેશન 2007ના અહેવાલ પ્રમાણે, 2007ના મધ્યભાગમાં ક્યારેક વિશ્વભરના મોટા ભાગના લોકો શહેરો અને નગરોમાં રહેતા હશે, જે ઇતિહાસમાં પ્રથમ વખત બનશે; જેને "અર્બન મિલેનિયમ" અથવા 'ટિપીંગ પોઇન્ટ'ના આગમન તરીકે મનાય છે. ભવિષ્યના તારણો પ્રમાણે, 93 ટકા શહેરી વૃદ્ધિ વિકસશીલ દેશોમાં જોવા મળશે તેવો અંદાજ છે, જેમાં એશિયા અને આફ્રિકામાં શહેરી વૃદ્ધિના 80 ટકા હિસ્સાનો સમાવેશ થાય છે.[6][7]
શહેરીકરણનો દર શહેર પ્રમાણે અલગ-અલગ જોવા મળે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટે કિંગ્ડમ એ ચીન, ભારત અને સ્વાઝિલેન્ડ અથવા નાઇગર કરતા શહેરીકરણનો ઘણો ઉંચો દર ધરાવે છે, પરંતુ તેમનો વાર્ષિક શહેરીકરણનો દર ઘણો ઓછો છે, કેમકે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા ઓછો લોકો રહે છે.
નોકરી, શિક્ષણ, રહેઠાણ, અને પરિવહનની સુધરી રહેલી તકો સાથે હેરફેર અને પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો કરવાના વ્યક્તિગતો અને કંપનીઓના પ્રયત્નોમાંથી કુદરતી રીતે શહેરીકરણનું સર્જન થાય છે. શહેરમાં વસવાટ કરતા વ્યક્તિઓ અને કુટુંબો સામિપ્ય, વિવિધતા, અને બજારની સ્પર્ધાનો લાભ મેળવી શકે છે.
લોકો આર્થિક તકો મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે. તેમાં ફાળો આપતું સૌથી મોટું પરિબળ "રૂરલ ફ્લાઇટ" તરીકે જાણીતું છે. ગ્રામીણ વિસ્તારોમાં, નાના કૌટુંબિક ખેતરો પર સામાન્ય જરૂરિયાતો સિવાય કોઇ વ્યક્તિના જીવન ધોરણમાં સુધારો કરવો ખૂબ મુશ્કેલ બાબત હોય છે. ખેતી પર નભતો વ્યક્તિ વાતાવરણની અચોક્કસ સ્થિતી પર આધારિત હોય છે, અને દુકાળ, પૂર કે વ્યાપક મહામારીના સમયે, ટકી રહેવું સૌથી મુશ્કેલ બાબત બની જાય છે. આધુનિક સમયમાં, કૃષિના ઔદ્યોગિકીકરણે નાના અને મધ્યમ કક્ષાના ખેતરોના અર્થતંત્ર પર નકારાત્મક અસર કરી છે અને ગ્રામીણ મજૂર બજારના કદમાં પણ દેખીતો ઘટાડો કર્યો છે.
જેની સામે, શહેરો એવા સ્થળ તરીકે જાણીતા છે જ્યાં નાણાં, સેવાઓ અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું છે. શહેરોમાં નસીબ અજમાવી શકાય છે અને અહીં સામાજિક ગતિશીલતા શક્ય છે. નોકરી અને મૂડીનું સર્જન કરતા ઉદ્યોગો સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં આવેલા હોય છે. તેનો સ્રોત વેપાર કે પ્રવાસન કેમ ન હોય, પરંતુ તે પણ શહેરોના માર્ગે જ આવે છે અને વિદેશી નાણાં દેશમાં આવે છે. આથી ખેતરમાં રહેતી કોઇ પણ વ્યક્તિ શહેરમાં જઇને પ્રયત્ન કરવાનો અને સંઘર્ષમાં જીવતા પોતાના કુટુંબને નાણાં મોકલવા અંગે વિચારણા કેમ કરી શકે છે તેના કારણો ખૂબ સરળ છે.
શહેરોમાં પાયાની સારી સેવાઓ તેમજ વિશેષ સેવાઓ પણ આસાની મળી શકે છે, જે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાપ્ય નથી હોતી. અહીં રોજગારીની વધારે તકો હોય છે અને તેમાં પણ વિવિધતા હોય છે. આરોગ્ય એ અન્ય મુખ્ય પરિબળ છે. લોકો અને વિશેષરૂપે ઉંમરલાયક લોકોને શહેરોમાં જવાની ફરજ પડે છે જ્યાં ડોક્ટરો અને હોસ્પિટલો હોય છે જે તેમની આરોગ્યને લગતી જરૂરિયાતો પૂરી કરી શકે છે. અન્ય પરિબળોમાં મનોરંજનની વિવિધતાઓ (રેસ્ટોરેન્ટ્સ, મુવિ થિયેટર્સ, થીમ પાર્ક્સ, વગેરે) અને શિક્ષણની સારી સવલતો, યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. તેમની વસ્તીના ઉંચા દરને કારણે, શહેરી વિસ્તારોમાં વધારે વિવિધ સામાજિક સમુદાયો પણ હોય છે જે લોકોને પોતાના જેવા વ્યક્તિઓ શોધવામાં મદદ કરે છે, જે કદાચ ગ્રામીણ વિસ્તારોમાં શક્ય હોતું નથી.
આ સ્થિતીઓ બિનઔદ્યોગિક સમાજથી ઔદ્યોગિક સમાજમાં પરિવર્તન દરમિયાન વધી ગઇ હતી. ઘણા નવા વ્યાપારી સાહસો શક્ય બન્યા તે સમયે આમ બન્યું, આથી શહેરોમાં નવી નોકરીઓનું સર્જન થયું. આ ઔદ્યોગિકીકરણનું જ પરિણામ હતું જેને કારણે ખેતરો વધારે યાંત્રિક બન્યા બતા, અને ઘણા મજુરોનું કામ છુટી ગયું હતું. ભારતમાં આ સૌથી ઝડપથી બની રહ્યું છે.[સંદર્ભ આપો]
તાજેતરના વર્ષોમાં, ગ્રામીણ વિસ્તારોના શહેરીકરણમાં વધારો થયો છે. કૃષિ, વધુ પારંપરિક સ્થાનિક સેવાઓ, અને નાના પાયાના ઉદ્યોગોએ આધુનિક કામગીરી માટેનો રસ્તો આસાન કરતા, શહેરી અને સંબંધિત વ્યાપારમાં વધારો થયો અને ઉત્પાદનકારોએ મોટા વિસ્તારમાં પોતાની વસ્તુઓ જાતે મેળવી લીધી.
શહેરી જીવતંત્રમાં થયેલા એક અભ્યાસમાં એવું શોધાયું કે મોટા શહેરો સ્થાનિક બજારો અને આજુબાજુની વિસ્તારોને વધુ વિશેષ માલ અને સેવાઓ પૂરી પાડે છે, તે નાના સ્થાનો માટેના પરિવહન અને જથ્થાબંધ વસ્તુઓનું પણ કેન્દ્ર બને છે, અને શિક્ષીત મજુરો તરીકે તે વધુ મૂડી, નાણાકીય સેવાઓની જોગવાઇ પણ કરે છે અને અન્ય વહીવટી કાર્યોમાં પણ સહભાગી થાય છે. વિવિધ કદના સ્થાનો વચ્ચેના સંબંધને શહેરી સ્તરીકરણ કહેવામાં આવે છે.
શહેરનો જેમ વિકાસ થાય તેમ પડતરમાં નાટકીય રીતે વધારો થાય છે અને સ્થાનિક કામદાર શ્રેણીને બજારની બહાર મુકી દે છે, જેમાં સ્થાનિક મ્યુનિસિપાલિટીના કર્મચારી તરીકેના કાર્યોનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, એરિક હોબ્સબોમના પુસ્તક ધી એજ ઓફ ધી રિવોલ્યુશન: 1789-1848 (પ્રકાશિત 1962 અને 2005) ચેપ્ટર 11માં એવું જણાવવામાં આવ્યું "અમારા સમયગાળામાં [1789-1848] શહેરી વિકાસ એ શ્રેણીના વર્ગીકરણની જંગી પ્રક્રિયા હતી, જેમાં મજુરી કરતા નવા ગરીબોને સરકારના કેન્દ્રો, ઉદ્યોગો અને નવા વિશેષ રહેણાંક વિસ્તારોની બહાર ગરીબીના દાવાનળમાં ધકેલી દેવામાં આવતા હતા. 'સારા' પશ્ચિમ અને 'નબળા' પૂર્વ વચ્ચેના વૈશ્વિક યુરોપિયન વિભાગો સમયગાળામાં વિશાળ શહેરોમાં વિકસીત થયા હતા." કોલસાના ધુમાડો અને હવામાં રહેલા પ્રદૂષકો ધરાવતા દક્ષિણ-પશ્ચિમના પવનો ને કારણે પશ્ચિમના છેડાના નગરોને પૂર્વીય તરફના નગરો પહેલા પસંદ કરવામાં આવતા હતા. આ પ્રકારની સમસ્યાઓ હવે વિકાસશીલ દેશોને અસર કરી રહી છે, અને ઝડપી શહેરીકરણને વલણોને કારણે અસમાનતામાં પણ વધારો થઇ રહ્યો છે. ઝડપી શહેરી વૃદ્ધિ અને વારંવારની ક્ષમતાએ ઓછા સમાન શહેરી વિકાસને જન્મ આપી શકે છે, ઓવરસીઝ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ જેવી વિચારક સંસ્થાઓએ એવી નીતિઓનું સૂચન કર્યું છે જે મજુર કેન્દ્રીત વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આવે કે જેથી ઓછી આવડત ધરાવતા અને આવડત ન ધરાવતા મજુરોને પણ સમાવી શકાય[10].
શહેરીકરણને ઘણી વાર નકારાત્મક વલણ તરીકે જોવામાં આવે છે, પરંતુ તે નોકરી, શિક્ષણ, રહેઠાણ અને પરિવહન માટેની તકોમાં સુધારો કરતા સમયે પરિવહન અને હેરફેરના ખર્ચમાં ઘટાડો કરવાના વ્યક્તિગત અને કોર્પોરેટ પ્રયત્નોને કુદરતી બનાવ તરીકે પણ ગણી શકાય. શહેરોમાં વસવાટથી વ્યક્તિઓ અને કુટુંબોને નિકટતા, વિવિધતા, અને બજારની સ્પર્ધાની તકોનો લાભ મેળવી શકે છે.[11][12]
શહેરોમાં વધી રહેલી ગરમી એ વૃદ્ધિ પામી રહેલી ચિંતા છે અને તેમાં પ્રત્યેક વર્ષે વધારો થઇ રહ્યો છે. શહેરી ગરમ ટાપુ ત્યારે રચાય છે જ્યારે ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોનો વિકાસ થાય છે અને ગરમીના પ્રમાણમાં વધારો થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં, અનુગામી સૌર ઉર્જાના મોટા ભાગનો ઉપયોગ વનસ્પતિ સૃષ્ટિ અને જમીનમાંથી પાણીના બાષ્પીભવન માટે થાય છે. ઓછી વનસ્પતિ સૃષ્ટિ અને ખુલ્લી જમીન હોય તેવા શહેરોમાં, સૂર્યની મહત્તમ ઉર્જાનું શહેરી માળખા અને ડામર દ્વારા બાષ્પીભવન થઇ જાય છે. આથી, હુંફાળા દિવસના કલાકો દરમિયાન, શહેરમાં ઓછું બાષ્પીભવન કરતી ઠંડક સપાટીના તાપમાનને ગ્રામીણ વિસ્તારો કરતા ઉંચો લઇ જવામાં મદદ કરે છે. શહેરોમાં વધારાની ગરમી વાહનો અને ફેક્ટરીઓ દ્વારા તેમજ ઔદ્યોગિક અને સ્થાનિક ગરમી અને ઠંડીના એકમો દ્વારા ઉત્પન્ન થાય છે.[13] આ અસર શહેરને આજુબાજુના વિસ્તારથી 2 થી 10o F (1 થી 6o C) જેટલું ગરમ રાખે છે.[14] . આ અસરોમાં જમીનની ભીનાશમાં ઘટાડો અને કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં વધારાનો પણ સમાવેશ થાય છે.[15]
સ્ટુઅર્ટ બ્રાન્ડે તેના પુસ્તક હોલ અર્થ ડિસીપ્લિન માં એવી દલીલ કરી હતી કે શહેરીકરણની અસરો પર્યાવરણ માટે એકંદરે હકારાત્મક છે. પ્રથમ, નવા શહેરી વસવાટીઓના જન્મ દરમાં તાત્કાલિક ધોરણે વધારો થયો, અને તે ઘટતો રહ્યો છે. તે ભવિષ્યમાં વધુ પડતી વસ્તીને રોકી શકે છે. બીજુ, તે સ્લેશ એન્ડ બર્ન કૃષિ જેવી ખેતરની વિનાશક તકનીકો પર પૂર્ણવિરામ મુકે છે. અને અંતે, તે માનવી દ્વારા થતા જમીનના ઉપયોગને ઓછામાં ઓછો કરે છે, અને તે કુદરત પાસે જ રહે છે.[12]
શહેરીકરણના વિવિધ સ્વરૂપોનું વર્ગીકરણ આર્કિટેક્ચરની રચના અને આયોજનની પદ્ધતિ તેમજ વિસ્તારોની ઐતિહાસિક વૃદ્ધિને આધારે કરી શકાય છે.
વિક્સીત વિશ્વના શહેરોમાં, શહેરીકરણ પારંપરિક રીતે માનવીય પ્રવૃત્તિઓના કેન્દ્રીકરણ અને શહેરના મધ્ય ભાગની આસપાસના કહેવાતા ઇન-માઇગ્રેશન ને પ્રદર્શિત કરે છે. ઇન-માઇગ્રેશનનો અર્થ અગાઉની કોલોનીઝમાં અને સમાન પ્રકારના સ્થાનોમાંથી સ્થળાંતર એવો થાય છે. વાસ્તવિકતામાં ગરીબ બનેલા શહેરી કેન્દ્રોમાં સ્થાયી થયેલા ઘણા વસાહતીઓએ "પેરિફેરલાઇઝેશન ઓફ ધી કોર"ના વિભાવનાઓ જન્મ આપે છે, જે એવું દર્શાવે છે કે અગાઉના રાજ્યની આજુબાજુમાં રહેતા લોકો હવે કેન્દ્રમાં રહે છે.
આંતરિક-શહેર પુન:વિકાસ યોજના જેવી તાજેતરની પ્રગતિનો અર્થ થાય છે શહેરમાં નવા આવતા લોકોને હવે કેન્દ્રોમાં રહેવાની જરૂર નહીં પડે. કેટલાક વિકસીત ક્ષેત્રોમાં, કાઉન્ટર અર્બનાઇઝેશન તરીકે ઓળખાતી વિરૂદ્ધ અસરોનો જન્મ થયો, જેમાં શહેરો ગ્રામીણ વિસ્તારો સામે વસ્તી ગુમાવી રહ્યા છે, અને તે ધનિક કુટુંબો માટે સામાન્ય છે. સંદેશાવ્યવહારમાં થયેલા સુધારાને કારણે આ શક્ય બન્યું છે, અને ગુનાના ડર અને નબળા શહેરી વાતાવરણ જેવા પરિબળોએ પણ ભાગ ભજવ્યો છે. પાછળથી "વ્હાઇટ ફ્લાઇટ" નામ અપાયું તેવી આ અસર વધુ માનવવંશીય લઘુમતી વસ્તી ધરાવતા શહેરો સુધી જ સિમીત નથી.
જ્યારે રહેણાક વિસ્તારો બહાર જાવ માંડ્યા ત્યારે તેને સબર્બનાઇઝેશન કહેવામાં આવે છે. સંખ્યાબંધ વિશ્લેષકો અને લેખકો એવું સૂચવે છે કે સબર્બનાઇઝેશન ભારત જેવા વિકસીત અને વિકાસશીલ બંને પ્રકારના દેશોમાં શહેરના મધ્ય ભાગની બહારના કેન્દ્રીકરણના નવા મુદ્દાઓની રચના કરે છે[16]. આ જોડાયેલા અને કેન્દ્રીકરણના પોલિ-સેન્ટ્રીક સ્વરૂપને કેટલાક લોકો શહેરીકરણનો ઉભરતો દાખલો ગણવામાં આવે છે. તેને વિવિધ ઉપનગરો, એજ સિટી (ગરે, 1991), નેટવર્ક સિટી (બેટન, 1995), અથવા પોસ્ટમોડર્ન સિટી (ડીઅર, 2000) તરીકે ઓળખવામાં આવે છે. લોસ એન્જલસ એ આ પ્રકારના શહેરીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ગ્રામીણ હિજરતીઓ એવી શક્યતાઓને આધારે આકર્ષાય છે કે શહેરો સગવડો આપે છે, પરંતુ તેઓ ઝૂંપડીઓના ઉપનગરમાં રહે છે અને અત્યંત ગરીબીનો અનુભવ કરે છે. 1980ના દાયકામાં, અર્બન બાયસ થિયરી દ્વારા તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેને માઇકલ લિપ્ટન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમણે લખ્યું: "...વિશ્વના ગરીબ દેશોમાં સૌથી વધુ મહત્ત્વના શ્રેણીના સંઘર્ષો મજુર અને મૂડી વચ્ચે નથી. તે વિદેશી કે રાષ્ટ્રીય હિતો વચ્ચે પણ નથી. તે ગ્રામીણ વર્ગો અને શહેરી વર્ગો વચ્ચે છે. ગ્રામીણ ક્ષેત્રો મોટા ભાગની ગરીબી અને સંભવિત ધિરાણના મોટા ભાગના નીચા દરના સ્રોતો ધરાવે છે; પરંતુ શહેરી ક્ષેત્રો મોટા ભાગના અસ્ખલિતતા, સંસ્થા અને સત્તા ધરાવે છે. આથી શહેરી વર્ગો કન્ટ્રીસાઇડ સાથેના સંઘર્ષના મોટા ભાગના તબક્કા જીતવા માટે સક્ષમ બની રહ્યા છે..." [17]. વિકાસશીલ દેશોમાં મોટા ભાગના શહેરી ગરીબો કામ શોધવામાં સક્ષમ હોય છે અને તેમને પોતાનું જીવન અસલામતી અને ઓછું વેતન ધરાવતી નોકરી સાથે જીવન ગાળે છે. ઓવરસીઝ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ પ્રમાણે, ગરીબીની તરફેણ કરતા શહેરીકરણ માટે મજુર કેન્દ્રીત વૃદ્ધિની જરૂર પડે છે, જેમાં મજુર રક્ષણ, જમીનના ઉપયોગના નિયમનોની લવચિકતા અને પાયાની સેવાઓમાં રોકાણનો સમાવેશ થાય છે.' [18]
શહેરીકરણ એ આયોજિત શહેરીકરણ અથવા પદ્ધતિસરનું હોઇ શકે છે. આયોજિત શહેરીકરણ, ઉદા: આયોજિત સમુદાય અથવા ગાર્ડન સિટી મુવમેન્ટ એ આગોતરા આયોજન પર આધારિત છે, જેને મિલિટરી, એસ્થેટિક, આર્થિક અથવા શહેરી ડિઝાઇનના કારણોથી બનાવી શકાય છે. ઘણા પ્રાચીન શહેરોમાં ઉદાહરણો જોવા મળી શકે છે; જોકે ઉત્ખન્ન રાષ્ટ્રો વચ્ચેની અથડામણનું કારણ બન્યું, જેના અર્થ પ્રમાણે ઘણા અતિક્રમિત શહેરો તેમના પર માલિકી ધરાવતા લોકોની પસંદગીની આયોજિત લાક્ષણિકતાઓ પર હતા. ઘણા પ્રાચીન પદ્ધતિસરના શહેરોમાં મિલિટરી અને આર્થિક હેતુઓથી પુન:વિકાસ થયો, શહેરોમાં નવા માર્ગોનું સર્જન કરવામાં આવ્યું, અને જમીનના ટુકડા વિશેષ ભૌમિતીક ડિઝાઇનોને આપવામાં આવતા વિવિધ આયોજિત હેતુઓનો અનુભવ પણ થયો. યુએન એજન્સીઓ શહેરીકરણની સ્થાપના થઇ તે પહેલાના શહેરી આંતરમાળખાને અગ્રીમતા આપે છે. લેન્ડસ્કેપ પ્લાનર્સ લેન્ડસ્કેપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (જાહેર બગીચાઓ, ટકાઉ શહેરી ગટર વ્યવસ્થા, ગ્રીનવેઝ વગેરે) માટે જવાબદાર છે જેનું આયોજન શહેરીકરણ પોતાનુ સ્થાન લે તે પહેલા અથવા વિસ્તારનો સંચાર કરવા અને ક્ષેત્રમાં જંગી જીવંતતાનું સર્જન કરવા કરી શકાય છે. શહેરી વિસ્તરણ પરના નિયંત્રણનો વિચાર અમેરિકન ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાનર્સમાં ધ્યાનમાં લેવામાં આવ્યો છે.[19]
શહેરીકરણમાં ફાળો આપનારા:
ક્ષેત્રીય
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.