વૈશ્વિક સ્થળનિર્ધારણ પ્રણાલી
From Wikipedia, the free encyclopedia
ઢાંચો:Redirect6
વૈશ્વિક સ્થળનિર્ધારણ પ્રણાલી (જીપીએસ) એ એક પ્રકારની વૈશ્વિક માર્ગનિર્દેશન ઉપગ્રહ પ્રણાલી (global navigation satellite system) (જીએનએસએસ) છે. તેને યુનાઇટેડ સ્ટેટ્સ સંરક્ષણ મંત્રાલયે (United States Department of Defense) વિકસાવી છે અને યુનાઇટેડ સ્ટેટ્સ હવાઈ દળ (United States Air Force)ની પચાસમી અવકાશ પાંખ (50th Space Wing) તેનું સંચાલન કરે છે.તે વિશ્વની એક માત્ર સંપુર્ણપણે કાર્યાન્વિત જીએનએસએસ છે. તેનો મફતમાં ઉપયોગ થઈ શકે છે અને નાગરિકો મોટે ભાગે માર્ગનિર્દેશનના હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે.તે 24થી 32ની વચ્ચેના મધ્યમ પૃથ્વી કક્ષા (Medium Earth Orbit)ના ઉપગ્રહો (satellite)ના સમૂહ (constellation)નો ઉપયોગ કરે છે, જે ચોક્કસ માઇક્રોવેવ (microwave) સિગ્નલોનું પ્રસારણ કરે છે. આ સંકેતોની મદદથી જીપીએસ રીસીવરો (GPS receivers) તેમના સ્થળ (location), સમય અને ઝડપ નક્કી કરી શકે છે.તેનું સત્તાવાર નામ નેવસ્ટાર જીપીએસ છે. નેવસ્ટાર કોઈ ટુંકુ રુપ નથી, [1]તેમ છતાં કેટલાક બેક્રોનીમ (backronym) તેના માટે રચવામાં આવ્યા છે.[2]
1993માં સંપુર્ણપણે કાર્યાન્વિત થયુ ત્યારથી જીપીએસ વિશ્વભરમાં વ્યાપકપણે માર્ગનિર્દેશનની મદદ (aid to navigation) માટે વપરાય છે અને નકશા-નિર્માણ (map-making), જમીન સરવે (land surveying), વ્યાપાર, વૈજ્ઞાનિક ઉપયોગો અને ભૂ-માર્ગનિર્દેશન (geocaching) જેવા શોખ માટે ઉપયોગી સાધન છે.
વળી, ધરતીકંપના વૈજ્ઞાનિક અભ્યાસો સહિતની ઘણી એપ્લીકેશન્સમાં સ્પષ્ટ સમય સંદર્ભ (time reference) વપરાય છે.સંખ્યાબંધ દેશોમાં ઘણા વાયરલેસ કેરીયરો દ્વારા વપરાતા ક્વાલકોમ (Qualcomm) સીડીએમએ (CDMA) એર ઇન્ટરફેઇસ જેવા સેલ્યુલર નેટવર્ક્સનું જરૂરી, મહત્વનું સમકાલીકરણ (synchronization) સંસાધન પણ જીપીએસ છે.[સંદર્ભ આપો]