![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/The_Caribbean_Islands_-%2528West_Indies%2529_2014-04-24_09-48.gif/640px-The_Caribbean_Islands_-%2528West_Indies%2529_2014-04-24_09-48.gif&w=640&q=50)
વેસ્ટ ઇન્ડિઝ
From Wikipedia, the free encyclopedia
વેસ્ટ ઇન્ડિઝ એ કેરેબિયન અને ઉત્તરી એટલાન્ટિક સમુદ્રનો વિસ્તાર છે જે ઘણાં ટાપુઓ અને એન્ટિલિસ અને લઆયુન દ્વીપસમૂહનો સમાવેશ કરે છે.[1] ક્રિસ્ટોફર કોલંબસની અમેરિકાની પ્રથમ સફર બાદ, યુરોપિયનો ભારતથી (દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા) આ પ્રદેશને અલગ પાડવા માટે ખોટી રીતે વેસ્ટ ઇન્ડિઝ તરીકે સંબોધવાનું શરુ કર્યું.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/The_Caribbean_Islands_-%28West_Indies%29_2014-04-24_09-48.gif/320px-The_Caribbean_Islands_-%28West_Indies%29_2014-04-24_09-48.gif)
૧૭મી થી ૧૯મી સદી દરમિયાન, વેસ્ટ ઇન્ડિઝમાં બ્રિટિશ, ડેનિશ, ડચ, ફ્રેંચ અને સ્પેનિશ વસાહતો સ્થપાઇ. ડેનિશ અને સ્પેનિશ વસાહતો હવે અમેરિકન વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે.[સંદર્ભ આપો]
૧૯૧૬ની સાલમાં ડેનમાર્કે ડેનિશ વેસ્ટ ઇન્ડિઝનો પ્રદેશ અમેરિકાને ૨૫ મિલિયન ડોલરની કિંમતના સોનાનાં બદલે વેચી દીધો. ત્યારબાદ આ પ્રદેશ અમેરિકાના પ્રદેશ, યુનાઇડેટ સ્ટેટ વર્જિન ટાપુઓ તરીકે ઓળખાય છે.
૧૯૫૮ થી ૧૯૬૨ દરમિયાન, યુનાઇડેટ કિંગડમે વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓની સરહદો ફરીથી આંકી (સિવાય કે બ્રિટિશ વર્જિન ટાપુઓ, ધ બહામાસ, બ્રિટિશ હોન્ડુરાસ અને બ્રિટિશ ગુયેના) અને વેસ્ટ ઇન્ડિઝ ફેડરેશન બનાવ્યું. તેમણે ધાર્યું કે આ ફેડરેશન એક દેશ તરીકે સ્થાન પામશે. તેમ છતાં, ફેડરેશનને બહુ જ મર્યાદિત સત્તાઓ, રાજકીય પ્રશ્નો અને આધાર ન હતો. ત્યારબાદ ૧૯૬૩માં આ ફેડરેશનને વિખેરી નાખવામાં આવ્યું અને ૯ પ્રદેશો અલગ રાજ્યો અને ચાર સમુદ્ર પારના બ્રિટિશ વિસ્તારો બન્યા.
વેસ્ટ ઇન્ડિઝ / વેસ્ટ ઇન્ડિયા શબ્દનો વપરાશ ૧૭મી અને ૧૮મી સદીઓ દરમિયાન ઘણી કંપનીઓમાં થયો, જેમ કે ડેનિશ વેસ્ટ ઇન્ડિયા કંપની, ધ ડચ વેસ્ટ ઇન્ડિયા કંપન, ધ ફ્રેંચ વેસ્ટ ઇન્ડિયા કંપની, અને ધ સ્વિડિશ વેસ્ટ ઇન્ડિયા કંપની.