વિશ્વ બિલાડી દિવસ
૮ ઓગસ્ટે વિશ્વમાં બિલાડીઓ માટે ઉજવાતો દિવસ / From Wikipedia, the free encyclopedia
વિશ્વ બિલાડી દિવસ દર વર્ષે ૮ ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલ્ફેર સંસ્થા દ્વારા તેની શરૂઆત ૨૦૦૨માં થઇ હતી.[1][2]
Quick Facts વિશ્વ બિલાડી દિવસ, ઉજવવામાં આવે છે ...
વિશ્વ બિલાડી દિવસ | |
---|---|
નાની છોકરી અને તેની બિલાડી | |
ઉજવવામાં આવે છે | આંતરરાષ્ટ્રીય અને ઇન્ટરનેટ |
તારીખ | ૮ ઓગસ્ટ |
આવૃત્તિ | વાર્ષિક |
બંધ કરો
વિશ્વ બિલાડી દિવસની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં વધી રહી છે.[3] મોટા ભાગના દેશો હવે ૮મી ઓગસ્ટે આ બિનસત્તાવાર તહેવાર દિવસની ઉજવણીઓ કરે છે, જ્યારે રશિયા ૧ માર્ચ[4][5] ના રોજ રાષ્ટ્રીય બિલાડી દિવસ ઉજવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પોતાનો રાષ્ટ્રીય બિલાડી દિવસ ૨૯ ઓક્ટોબરના રોજ ઉજવે છે.
વિશ્વ બિલાડી દિવસ બિલાડીઓ વિશે જાગૃતિ લાવવા અને તેમને મદદ અને તેમનું રક્ષણ કરવાની રીતો વિશે શીખવાનો દિવસ છે. ૨૨ ફેબ્રુઆરીએ પણ બિલાડીનો દિવસ ઉજવાય છે, અને તેનો ઉદ્ભવ જાપાનમાં થયો હતો અને ઇન્ટરનેટ પર સોશિયલ મિડિયામાં અત્યંત લોકપ્રિય બન્યો હતો જેમાં લોકો પોતાની બિલાડીઓની છબીઓ અને વિડિયો વહેંચે છે.[6][7]