![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b6/PlantaSchemaFiction.png/640px-PlantaSchemaFiction.png&w=640&q=50)
વિલવણીકરણ
From Wikipedia, the free encyclopedia
વિલવણીકરણ, અપક્ષારીકરણ અથવા ક્ષારનિવારણ (અંગ્રેજી: Desalination-ડિસેલિનેશન/ડિસેલિનાઇઝેશન/ડિસેલિનાઇસેશન) એટલે પાણીમાંથી વધારાના ક્ષાર અને અન્ય ખનિજો દૂર કરવાની કેટલીક પ્રક્રિયામાંની એક પ્રક્રિયા. સામાન્ય રીતે, ક્ષારનિવારણનો ઉલ્લેખ ભૂમિ ડિસેલિનેશનની જેમ ક્ષાર અને ખનિજો દૂર કરવાની પ્રક્રિયા માટે કરવામાં આવે છે[1][2][3].
ખારા પાણીનું તાજા પાણીમાં રૂપાંતર કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી માનવ વપરાશ અથવા સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય. પીવા કે સિંચાઈ અને અન્ય માનવ વપરાશ માટે યોગ્ય હોય તેવા પાણીમાં ફેરવવા માટે પાણીનું ક્ષારનિવારણ કરવામાં આવે છે. કેટલીકવાર આ પ્રક્રિયા આડપેદાશ તરીકે ખાદ્ય મીઠાનું ઉત્પાદન કરે છે. તેનો દરિયામાં જતી ઘણી હોડીઓ અને સબમરિનોમાં ઉપયોગ થાય છે. ડિસેલિનેશનના મોટા ભાગના આધુનિક ઉદ્દેશમાં, જે વિસ્તારોમાં તાજું પાણી મર્યાદિત છે અથવા તાજું પાણી મર્યાદિત બની રહ્યું છે, તેવા વિસ્તારોમાં લોકોને તાજું પાણી પૂરું પાડવા માટે સસ્તા અને અસરકારક વિકલ્પ વિકસાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે.[4]
મોટા પાયા પર ડિસેલિનેશનમાં ઊર્જાની પુષ્કળ માત્રા અને વિશેષ, મોંઘા આંતરમાળખાનો ઉપયોગ થતો હોવાથી તે નદી અથવા ભૂગર્ભજળમાંથી તાજા પાણીના ઉપયોગની તુલનાએ અત્યંત મોંઘું પડે છે.[5]
વિશ્વનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં આવેલો જેબેલ અલી ડિસેલિનેશન પ્લાન્ટ(ફેઝ 2) છે. તે દ્વિઉદ્દેશીય સુવિધા છે જે બહુસ્તરીય ફ્લેશ ડિસ્ટિલેશનનો ઉપયોગ કરે છે અને તે વાર્ષિક 30 કરોડ ક્યુબિક મીટર પાણી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. તુલનામાં સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ અમેરિકામાં ટામ્પા બે, ફ્લોરિડામાં આવેલો છે અને તેનું સંચાલન ટામ્પા બે વોટર કરે છે. તેણે ડિસેમ્બર 2007થી વાર્ષિક 3.47 કરોડ ક્યુબિક મીટર પાણીનું ડિસેલિનેશન કરવાનું શરૂ કર્યું છે.[6] ટામ્પા બે જેબેલ અલી ડિસેલિનેશન પ્લાન્ટની તુલનાએ 12 ટકા વધુ ઉત્પાદને કામ કરે છે. વોલ સ્ટ્રીટ જર્નલનો 17 જાન્યુઆરી 2008નો લેખ જણાવે છે કે, "ઇન્ટરનેશનલ ડિસેલિનેશન એસોસિયેશન મુજબ, દુનિયાભરમાં 13,800 ડિસેલિનેશન પ્લાન્ટ દૈનિક 12 અબજ ગેલનથી પણ વધુ પાણીનું ઉત્પાદન કરે છે."[7]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d5/Multiflash.svg/640px-Multiflash.svg.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b6/PlantaSchemaFiction.png/640px-PlantaSchemaFiction.png)