![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ed/VFPt_charges_plus_minus_thumb.svg/langgu-640px-VFPt_charges_plus_minus_thumb.svg.png&w=640&q=50)
વિદ્યુતભાર
From Wikipedia, the free encyclopedia
વિદ્યુતભાર અથવા વીજભાર (સંજ્ઞા: Q) એ પદાર્થનો એવો ગુણધર્મ છે, જે વિદ્યુતક્ષેત્ર દ્વારા (બે કે તેથી વધુ પદાર્થો) એકબીજા ઉપર બળ દાખવે છે. આ બળ આકર્ષી અથવા અપાકર્ષી પ્રકારનું હોય છે. વિદ્યુતભાર દ્રવ્ય સાથે બદ્ધ હોય છે. તેનો એકમ કુલંબ (C) છે. વિદ્યુતભારિત પદાર્થો તેમના વિદ્યુતક્ષેત્ર દ્વારા દૂર દૂર સુધી આંતરક્રિયા કરે છે. બે વિદ્યુતભારો વચ્ચેની આંતરક્રિયા કુલંબના નિયમથી વ્યક્ત કરી શકાય છે. વિદ્યુતભારો જ્યારે ગતિ કરે છે ત્યારે વિદ્યુતપ્રવાહનું નિર્માણ થાય છે.[1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ed/VFPt_charges_plus_minus_thumb.svg/220px-VFPt_charges_plus_minus_thumb.svg.png)