![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a0/Circle_-_black_simple.svg/langgu-640px-Circle_-_black_simple.svg.png&w=640&q=50)
વર્તુળ
યુકલિડિઅન ભૂમિતિનો એક સરળ આકાર / From Wikipedia, the free encyclopedia
વર્તુળ એ ગોળ આકારનો, નિયમિત, દ્વિ પરિમાણી આકાર છે, જે અંગ્રેજી અક્ષર o જેવો લાગે છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a0/Circle_-_black_simple.svg/320px-Circle_-_black_simple.svg.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/03/Circle_slices-gu.svg/220px-Circle_slices-gu.svg.png)
વર્તુળનું કેન્દ્ર એ બરોબર મધ્યમાં આવેલું બિંદુ છે. વર્તુળની ત્રિજ્યા એ વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધી જતું અંતર છે. વર્તુળનાં કેન્દ્રથી વર્તુળ પર આવેલાં બધાં બિંદુઓ સમાન અંતરે આવેલા હોય છે. બીજા શબ્દોમાં, ત્રિજ્યાએ દરેક બાજુએ સમાન હોય છે. ગણિતશાસ્ત્રીઓ ત્રિજ્યા માટે r સંજ્ઞા વાપરે છે.
વર્તુળનો વ્યાસ વર્તુળ પર આવેલાં કોઇ બિંદુથી સામેની બાજુએ આવેલાં બિંદુ પર પસાર થતી રેખા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. ગણિતશાસ્ત્રીઓ વ્યાસ માટે d સંજ્ઞા વાપરે છે. વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણો હોય છે.
વર્તુળની પરિમિતી એ વર્તુળ પર આવેલી સમગ્ર રેખા છે. ગણિતશાસ્ત્રીઓ પરિમિતી માટે C સંજ્ઞા વાપરે છે.
π એ (ગ્રીક અક્ષર pi તરીકે લખાય છે) એ ઘણી ઉપયોગી સંખ્યા છે. એ પરિમિતીને વ્યાસ વડે ભાગતાં મળતી સંખ્યા છે. π એ અપૂર્ણાંકમાં 22⁄7 અને સંખ્યા તરીકે ૩.૧૪ બરાબર થાય છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/61/CircleArea.gif/320px-CircleArea.gif)
ક્ષેત્રફળ, a, એ ત્રિજ્યાને બે વડી ગુણીને તેને π વડે ગુણતા મળે છે.